# પ્રકટીકરણ 07 સામાન્ય નોંધો ## માળખુ અને બંધારણ વિદ્વાનોએ આ અધ્યાયના ભાગોનું ઘણી જુદી જુદી રીતે અર્થઘટન કર્યું છે. અનુવાદકોએ આ અધ્યાયને સચોટ રીતે અનુવાદ કરવા માટે તેના અર્થને સંપૂર્ણ રીતે સમજવાની જરૂર નથી. (જુઓ: [[rc://*/ta/man/translate/writing-apocalypticwriting]]) આ અધ્યાયમાંની મોટી સંખ્યાનું ચોક્કસપણે અનુવાદ કરવું અગત્યનું છે. 1,44,૦૦૦ની સંખ્યા એ બાર ગુણ્યા બાર હજાર છે. અનુવાદકો એ જાણવું જોઈએ કે ઇઝરાએલના લોકોના કુળોની સૂચિ જે રીતે જૂના કરારમાં સામાન્ય રીતે વર્ણવવામાં આવેલ છે તેમ આ અધ્યાયમાં આપવામાં આવેલી નથી. કેટલાક અનુવાદો કવિતાની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં જમણી બાજુએ સુયોજિત કરે છે જેથી તેને વાંચવું સરળ બની શકે છે. યુએલટીમાં આવું કલમ 5-8 અને 15-17 માં કરવામાં આવ્યું છે. ## આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો ### આરાધના ઈશ્વર તેમના લોકોનું રક્ષણ કરે છે અને મુશ્કેલીના સમયમાં તેઓને બચાવે છે. તેમના લોકો તેમની આરાધના કરીને પ્રત્યુત્તર આપે છે. (જુઓ: [[rc://*/tw/dict/bible/kt/worship]]) ## આ અધ્યાયમાંના મહત્વના શબ્દાલંકાર ### હલવાન આ ઈસુનો ઉલ્લેખ કરે છે. આ અધ્યાયમાં પણ તે ઈસુ માટેનું શીર્ષક છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-explicit]])