# યોહાન 14 સામાન્ય નોંધો ## આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો ### ""મારા પિતાનું ઘર"" ઈસુએ આ શબ્દોનો ઉપયૉગ સ્વર્ગ જ્યાં ઈશ્વર રહે છે, મંદિરમાં નહિ તે વાત કરવા કર્યો. (જુઓ: [[rc://*/tw/dict/bible/kt/heaven]]) ### પવિત્ર આત્મા ઈસુએ તેમના શિષ્યોને કહ્યું કે તે તેમની પર પવિત્ર આત્મા મોકલી આપશે. પવિત્ર આત્મા એ દિલાસો આપનાર છે ([યોહાન 14:16](../../jhn/14/16.md)) જે મદદ કરવા અને તેમને સારૂ ઇશ્વરની આગળ મધયસ્થી કરવા હંમેશા ઈશ્વરના લોકોની સાથે રહે છે, તે સત્યનો આત્મા પણ છે ([યોહાન 14:17](../../jhn/14/17.md)) જે ઈશ્વરના લોકોને ઈશ્વર વિષેની જે સાચી બાબતો છે તે કહે છે જેથી તેઓ તેને વધુ સારી રીતે ઓળખે અને સારી રિતે સેવા કરી શકે. (જુઓ: [[rc://*/tw/dict/bible/kt/holyspirit]])