# પ્રેરિતોનાં કૃત્યો 20 સામાન્ય નોંધો ## માળખું અને બંધારણ આ અધ્યાયમાં લૂક પાઉલના યરૂશાલેમ જતાં પહેલા મકદોનિયા અને એશિયાના પ્રાંતોમાં વિશ્વાસીઓ સાથે તેની છેલ્લી મુલાકાતોનું વર્ણન કરે છે. ## આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો ### દોડ પાઉલ કહે છે કે ઈસુ માટે જીવવું એટલે કે જાણે દોડમાં દોડવું છે. આ દ્વારા તેનો અર્થ એ હતો કે જ્યારે વસ્તુઓ મુશ્કેલ હતી અને તે છોડી દેવા ઇચ્છતો હતો ત્યારે પણ તેને સખત મહેનત કરવાની જરૂર હતી. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]] અને [[rc://*/tw/dict/bible/kt/discipline]]) ### ""આત્મા દ્વારા ફરજ પાડવી"" પાઉલે વિચાર્યું કે પવિત્ર આત્મા ઇચ્છે છે કે તે યરૂશાલેમ જાય, પાઉલ ત્યાં જવા ઇચ્છતો ન હોય તો પણ. એ જ પવિત્ર આત્માએ બીજા લોકોને કહ્યું કે જ્યારે પાઉલ યરૂશાલેમ પહોંચશે, ત્યારે લોકો તેને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરશે.