# Flee youthful lusts પાઉલ જુવાનીની વાસના વિશે વાત એ રીતે કરે છે જાણે કે તેઓ ખતરનાક વ્યક્તિ અથવા પ્રાણી હોય કે જેઓથી તિમોથીએ નાસી જવું જોઈએ. વૈકલ્પિક ભાષાંતર: ""જુવાનીની વાસનાને સંપૂર્ણપણે ટાળ"" અથવા ""ખોટી બાબતો જેને જુવાન લોકો તીવ્રતાથી કરવાની ઇચ્છા રાખે છે તેનો સંપૂર્ણપણે ઇન્કાર કર"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # Pursue righteousness અહીંયા ""પીછો કર"" એ ""નાસી જવા""નું વિરુદ્ધાર્થી છે. પાઉલ ન્યાયીપણા વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે એક પદાર્થ હોય કે જે તરફ તિમોથીએ દોડવું જોઈએ કેમ કે એ તેનું સારું કરશે. વૈકલ્પિક ભાષાંતર: ""ન્યાયીપણું પ્રાપ્ત કરવા તારો શ્રેષ્ઠ પ્રયત્ન કર"" અથવા ""ન્યાયીપણાને શોધ"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # with those શક્ય અર્થ આ પ્રમાણે છે 1) પાઉલ ઈચ્છે છે કે તિમોથી બીજા વિશ્વાસીઓ સાથે ન્યાયીપણું, વિશ્વાસ, પ્રેમ અને શાંતિનો પીછો કરવામાં જોડાય અથવા 2) પાઉલ ઇચ્છે છે કે તિમોથી શાંતિમાં રહે અને અન્ય વિશ્વાસીઓ સાથે દલીલ ન કરે. # those who call on the Lord અહીંયા ""પ્રભુને પોકારવા"" એ રૂઢિપ્રયોગ છે જેનો અર્થ છે કે પ્રભુ પર ભરોસો કરવો અને તેમની આરાધના કરવી. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓ પ્રભુની આરાધના કરે છે તેઓ"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-idiom]]) # out of a clean heart અહીંયા ""ચોખ્ખું"" એ કંઈક શુદ્ધ અથવા સાચા માટેનું રૂપક છે. અને, ""હ્રદય"" એ ""વિચારો"" અથવા ""લાગણીઓ"" માટેનું ઉપનામ છે. વૈકલ્પિક ભાષાંતર: ""સાચા મન સાથે"" અથવા ""નિખાલસતાથી"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]] અને [[rc://*/ta/man/translate/figs-metonymy]])