# પ્રથમફળો # ## વ્યાખ્યા: ## “પ્રથમ ફળો” શબ્દ, ફસલની ઋતુમાં લણવામાં આવતા દરેક પાકના ફળોનો અને શાકભાજીના પ્રથમ ભાગને તે દર્શાવે છે. આ પ્રથમ ફળોને ઈઝરાએલીઓ બલિદાનના અર્પણ તરીકે દેવને અર્પણ કરતા હતા. * આ શબ્દને બાઈબલમાં રૂપકાત્મક રીતે પ્રથમ જનિત દીકરાને કુટુંબના પ્રથમ ફળો તરીકે દર્શાવવા માટે પણ વાપરવામાં આવ્યો છે. કારણકે તે કુટુંબમાં તે દીકરો પ્રથમ જન્મ્યો હતો, તે એક હતો કે જે કુટુંબનું નામ આગળ લઇ જાય છે અને તેનું સન્માન ધારણ કરે છે. * કારણકે ઈસુ મૃત્યુમાંથી ઉઠ્યો છે, તે વિશ્વાસીઓમાં “પ્રથમ ફળ” બન્યો છે, અને વિશ્વાસીઓ કે જેઓ મૃત્યુ પામ્યા છે તેઓ પણ એક દિવસ ફરીથી સજીવન થશે. * સમગ્ર જગતમાં ઈસુમાં વિશ્વાસીઓ પણ “પ્રથમ ફળ” કહેવાયા, જે દર્શાવે છે કે ઈસુએ તેમને ખાસ તક અને સ્થાન આપી, અને તેમને માટે ખંડણી આપી પોતાના લોકો તરીકે બોલાવ્યા છે. ## ભાષાંતરના સૂચનો: ## * આ શબ્દના શાબ્દિક અર્થનું ભાષાંતર, “(પાકનો) પ્રથમ ભાગ” અથવા “ફસલનો પ્રથમ ભાગ” તરીકે કરી શકાય છે. * જો શક્ય હોય તો, રૂપકાત્મક ઉપયોગોનું શાબ્દિક રીતે ભાષાંતર કરવું, જેથી અલગ સંદર્ભોને અલગ અર્થો મળી શકે. જેથી તેઓ શાબ્દિક અર્થ અને રૂપકાત્મક અર્થ વચ્ચેનો સંબંધ પણ બતાવી શકે. (આ પણ જુઓ: [પ્રથમજનિત](../other/firstborn.md)) ## બાઈબલની કલમો: ## * [2 કાળવૃતાંત 31:4-5](rc://en/tn/help/2ch/31/04) * [2 થેસ્સલોનિકી 2:13-15](rc://en/tn/help/2th/02/13) * [નિર્ગમન 23:16-17](rc://en/tn/help/exo/23/16) * [યાકૂબ 1:17-18](rc://en/tn/help/jas/01/17) * [યર્મિયા 2:1-3](rc://en/tn/help/jer/02/01) * [ગીતશાસ્ત્ર 105:34-36](rc://en/tn/help/psa/105/034) ## શબ્દ માહિતી: ## * Strong's: H1061, H6529, H7225, G536