# પ્રેમી, પ્રેમીઓ # ## વ્યાખ્યા: ## "પ્રેમી" શબ્દનો શાબ્દિક અર્થ છે "વ્યક્તિ જે પ્રેમ કરે છે." સામાન્ય રીતે આ લોકો એવા લોકોનો ઉલ્લેખ કરે છે જે એકબીજા સાથે જાતીય સંબંધમાં હોય છે. * જ્યારે બાઇબલમાં "પ્રેમી" શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે તે સામાન્ય રીતે તે વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જેના કોઈ સાથે લગ્ન ન કરેલ વ્યક્તિ સાથે જાતીય સંબંધમાં સામેલ હોય. * આ ખોટા જાતીય સંબંધનો ઉપયોગ ઇસ્રાએલના મૂર્તિઓની પૂજામાં ઇસ્રાએલના આજ્ઞાભંગના સંદર્ભમાં બાઇબલમાં વારંવાર કરવામાં આવે છે. તેથી, "પ્રેમીઓ" શબ્દનો ઉપયોગ ઇસ્રાએલના લોકોએ પૂજા કરવામાં આવેલી મૂર્તિઓનો ઉલ્લેખ કરવા માટે એક લાક્ષણિક રીતે પણ થાય છે. આ સંદર્ભોમાં, આ શબ્દનો સંભવતઃ "અનૈતિક ભાગીદારો" અથવા "વ્યભિચારના ભાગીદારો" અથવા "મૂર્તિઓ" દ્વારા ભાષાંતર થઈ શકે છે. (રૂપક જુઓ) * પૈસાનો "પ્રેમી" એવી વ્યક્તિ છે જે પૈસા મેળવવા અને ધનવાન થવા પર ખૂબ મહત્વ આપે છે. * જૂના કરારના ગીતોના ગીત પુસ્તકમાં, "પ્રેમી" શબ્દનો હકારાત્મક રીતે ઉપયોગ થયો છે. (આ પણ જુઓ: [વ્યભિચાર](../kt/adultery.md), [જુઠા દેવ](../kt/falsegod.md) , [જુઠા દેવ](../kt/falsegod.md), [પ્રેમ](../kt/love.md)) ## બાઇબલના સંદર્ભો: ## * [હોશિયા 2:4-5](rc://en/tn/help/hos/02/04) * [યર્મિયા 3:1-2](rc://en/tn/help/jer/03/01) * [યર્મિયાનો વિલાપ 1:1-2](rc://en/tn/help/lam/01/01) * [લુક 16:14-15](rc://en/tn/help/luk/16/14) ## શબ્દ માહિતી: ## * Strong's: H157, H158, H868, H5689, H7453, H8566, G865, G866, G5358, G5366, G5367, G5369, G5377, G5381, G5382