# સૃજન, સર્જન કર્યું, ઉત્પત્તિ, સર્જક ## વ્યાખ્યા: "સૃજન" શબ્દનો અર્થ થાય છે કંઈક બનાવવું અથવા કંઈક ઉત્પન્ન કરવું. જેનું સર્જન થાય છે તેને “સર્જન” કહેવાય છે. દેવને "સર્જક" કહેવામાં આવે છે કારણ કે તેણે સમગ્ર બ્રહ્માંડની દરેક વસ્તુ અસ્તિત્વમાં લાવી. * જ્યારે આ શબ્દનો ઉપયોગ દેવને વિશ્વનું સર્જન કરવા માટે કરવામાં આવે છે, તો તેનો અર્થ એ છે કે તેણે તેને કંઈપણમાંથી બનાવ્યું છે. * જ્યારે મનુષ્ય કોઈ વસ્તુનું "બનાવટ" કરે છે, તેનો અર્થ એ છે કે તેણે તેને પહેલેથી અસ્તિત્વમાં રહેલી વસ્તુઓમાંથી બનાવ્યું છે. * કેટલીકવાર "સૃજન" નો ઉપયોગ અમૂર્ત વસ્તુનું વર્ણન કરવા માટે અલંકારિક રીતે કરવામાં આવે છે, જેમ કે શાંતિ બનાવવી, અથવા કોઈમાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કરવું. * "સૃષ્ટિ" શબ્દ વિશ્વની શરૂઆતનો ઉલ્લેખ કરી શકે છે જ્યારે દેવને સૌપ્રથમ બધું બનાવ્યું હતું. તેનો ઉપયોગ સામાન્ય રીતે દેવે બનાવેલી દરેક વસ્તુનો સંદર્ભ આપવા માટે પણ થઈ શકે છે. કેટલીકવાર "સર્જન" શબ્દ વિશ્વના ફક્ત લોકો માટે વધુ વિશિષ્ટ રીતે સંદર્ભિત કરે છે. ## અનુવાદ સૂચનો: * કેટલીક ભાષાઓએ સીધું જ કહેવું પડશે કે આ અર્થ સ્પષ્ટ છે તેની ખાતરી કરવા માટે દેવે "શૂન્ય માંથી" વિશ્વની રચના કરી છે. * આ વાક્ય, "જ્યારથી વિશ્વની રચના કરવામાં આવી છે" નો અર્થ થાય છે "જ્યારથી દેવે વિશ્વનું સર્જન કર્યું ત્યારથી." * સમાન વાક્ય, "સૃષ્ટિની શરૂઆતમાં" નો અનુવાદ "જ્યારે દેવે સમયની શરૂઆતમાં વિશ્વનું સર્જન કર્યું," અથવા "જ્યારે વિશ્વનું પ્રથમ સર્જન થયું ત્યારે" તરીકે ભાષાંતર કરી શકાય. * “સમગ્ર સૃષ્ટિ”ને સુવાર્તા જણાવવાનો અર્થ થાય છે “પૃથ્વી પર સર્વત્ર સર્વ લોકોને” ખુશખબર જણાવવી. * “બધી સૃષ્ટિને આનંદ થવા દો” વાક્યનો અર્થ થાય છે “દેવે બનાવેલી દરેક વસ્તુને આનંદ થવા દો.” * સંદર્ભના આધારે, "સૃજન" નું ભાષાંતર "બનાવો" અથવા "બનવાનું કારણ" અથવા "શૂન્યમાંથી બનાવો" તરીકે કરી શકાય છે. * “સર્જક” શબ્દનું ભાષાંતર “બધું બનાવનાર” અથવા “દેવ, જેણે આખું વિશ્વ બનાવ્યું” તરીકે ભાષાંતર કરી શકાય. * "તમારા સર્જક" જેવા શબ્દસમૂહોનો અનુવાદ "દેવ, જેણે તમને બનાવ્યા" તરીકે કરી શકાય છે. (આ પણ જુઓ: [દેવ], [સુવાર્તા], [વિશ્વ]) ## બાઈબલ સંદર્ભો: * [૧ કરિંથી ૧૧:૯-૧૦] * [૧ પિતર ૪:૧૭-૧૯] * [કોલોસ્સી ૧:૧૫] * [ગલાતી ૬:૧૫] * [ઉત્પત્તિ ૧:૧] * [ઉત્પત્તિ ૧૪:૧૯-૨૦] ## શબ્દ માહિતી: * સ્ટ્રોંગ્સ: H3335, H4639, H6213, H6385, H7069, G20410, G26020, G26750, G29360, G29370, G29390, G41600, G54800