# સતાવવું, સતાવેલ, સતાવતું, સતાવણી, સતાવણીઓ, સતાવનાર, સતાવનારાઓ # ## વ્યાખ્યા: ## “સતાવવું” અને “સતાવણી” શબ્દો કોઈ વ્યક્તિ કે લોકજૂથ સાથે સતત કઠોર વ્યવહાર કરવો કે જે દ્વારા તેઓને નુકસાન પહોંચે તેનો ઉલ્લેખ કરે છે. * સતાવણી એક વ્યક્તિ કે ઘણા લોકો વિરુદ્ધ હોય શકે અને તેમાં સામાન્ય રીતે સતત વારંવારનો હુમલાઓનો સમાવેશ થાય છે. * ઇઝરાયલીઓને ઘણી વિભિન્ન લોકજાતિઓ દ્વારા સતાવવામાં આવ્યા હતા કે જેમણે તેઓ પર હુમલા કર્યા, તેઓને બંદી બનાવ્યા અને તેઓની વસ્તુઓ ચોરી લીધી હતી. * જે લોકો ભિન્ન પ્રકારની ધાર્મિક માન્યતાઓ ધરાવે છે અથવા તો જેઓ નબળા છે તેવા લોકોની સતાવણી ઘણીવાર કરે છે. * યહૂદી આગવાનોએ ઈસુની સતાવણી કરી કારણ કે ઈસુ જે શીખવતા હતા તે તેઓને ગમતું ન હતું. * ઈસુ સ્વર્ગમાં પાછા ગયા ત્યાર બાદ, યહૂદી ધાર્મિક આગેવાનોએ અને રોમન સરકારે ઈસુના અનુયાયીઓની સતાવણી કરી. * “સતાવવું” નો અનુવાદ “દમન કરતા રહેવું” અથવા તો “કઠોરપણે વર્તવું” અથવા તો “સતત દુર્વ્યવહાર કરવો” તરીકે પણ કરી શકાય. * “સતાવણી” નો અનુવાદ “કઠોર દુર્વ્યવહાર” અથવા તો “જુલમ” અથવા તો “સતત નુકસાનકારક વ્યવહાર” તરીકે કરી શકાય. (આ પણ જૂઓ: [ખ્રિસ્તી](../kt/christian.md), [મંડળી](../kt/church.md), [દમન કરવું](../other/oppress.md), [રોમ](../names/rome.md)) ## બાઇબલના સંદર્ભો: ## * [પ્રેરિતોનાં કૃત્યો 7:51-53](rc://en/tn/help/act/07/51) * [પ્રેરિતોનાં કૃત્યો 13:50-52](rc://en/tn/help/act/13/50) * [ગલાતી 1:13-14](rc://en/tn/help/gal/01/13) * [યોહાન 5:16-18](rc://en/tn/help/jhn/05/16) * [માર્ક 10:29-31](rc://en/tn/help/mrk/10/29) * [માથ્થી 5:9-10](rc://en/tn/help/mat/05/09) * [માથ્થી 5:43-45](rc://en/tn/help/mat/05/43) * [માથ્થી 10:21-23](rc://en/tn/help/mat/10/21) * [માથ્થી 13:20-21](rc://en/tn/help/mat/13/20) * [ફીલિપ્પી 3:6-7](rc://en/tn/help/php/03/06) ## બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો: ## * __[33:7](rc://en/tn/help/obs/33/07)__ “ખડકાળ જમીન એવી વ્યક્તિ છે કે જે ઈશ્વરનું વચન સાંભળે છે અને આનંદથી તેનો સ્વીકાર કરે છે. પણ જ્યારે તે મુશ્કેલીઓ તથા __સતાવણીનો__ સામનો કરે છે ત્યારે, તે પીછેહઠ કરે છે.” * __[45:6](rc://en/tn/help/obs/45/06)__ તે દીવસે યરુશાલેમમાં ઘણા લોકોએ ઈસુના અનુયાયીઓને __સતાવાનું__ કરવાનું શરૂ કર્યું કે જેથી વિશ્વાસીઓ અન્ય સ્થળોએ ભાગી ગયા. * __[46:2](rc://en/tn/help/obs/46/02)__ શાઉલે કોઈને એવું કહેતા સાંભળ્યા કે “શાઉલ! શાઉલ! તું મને કેમ __સતાવે__ છે?” શાઉલે પૂછ્યું, “પ્રભુ, તમે કોણ છો?” ઈસુએ તેને જવાબ આપ્યો, “હું ઈસુ છું. તું મને __સતાવે__ છે!” * __[46:4](rc://en/tn/help/obs/46/04)__ પણ અનાન્યાએ કહ્યું, “પ્રભુ, આ માણસે કેવી રીતે વિશ્વાસીઓને __સતાવ્યા__ છે તે મેં સાંભળ્યુ છે.” ## શબ્દ માહિતી: ## * Strong's: H1814, H4783, H7291, H7852, G1375, G1376, G1377, G1559, G2347