# પ્રાંત, પ્રાંતો, પ્રાંતીય # ## તથ્યો: ## પ્રાંત એ દેશ અથવા સામ્રાજ્યનો એક ભાગ કે વિભાગ છે. “પ્રાંતીય” શબ્દ એવી બાબતનું વર્ણન કરે છે કે જે પ્રાંત સાથે સંબંધિત છે જેમ કે પ્રાંતીય રાજયપાલ. * ઉદાહરણ તરીકે, પ્રાચીન ઇરાનનું સામ્રાજ્ય માદી, ઇરાન, સીરિયા તથા ઈજિપ્ત એવા પ્રાંતોમાં વિભાજિત હતું. * નવા કરારના સમય દરમ્યાન, રોમનું સામ્રાજ્ય મકદોનિયા, આસિયા, સીરિયા, યહૂદીયા, સમારિયા, ગાલીલી તથા ગલાતિયા જેવા પ્રાંતોમાં વિભાજિત હતું. * દરેક પ્રાંતનો તેમનો પોતાનો શાસન કરનાર અધિકારી હતો કે જે રાજા અથવા તો સામ્રાજ્યના શાસકનો તાબેદાર હતો. આ શાસક અધિકારીને કેટલીક વાર “પ્રાંતીય અધિકારી” અથવા તો “પ્રાંતીય રાજ્યપાલ” કહેવામા આવતો હતો. * “પ્રાંત” અને “પ્રાંતીય” શબ્દોનો અનુવાદ “પ્રદેશ” અને “પ્રાદેશિક” તરીકે પણ કરી શકાય. (આ જૂઓ: [આસિયા](../names/asia.md), [ઈજિપ્ત](../names/egypt.md), [એસ્તેર](../names/esther.md), [ગલાતિયા](../names/galatia.md), [ગાલીલ](../names/galilee.md), [યહૂદીયા](../names/judea.md), [મકદોનિયા](../names/macedonia.md), [માદીઓ](../names/mede.md), [રોમ](../names/rome.md), [સમરૂન](../names/samaria.md), [સીરિયા](../names/syria.md)) ## બાઇબલના સંદર્ભો: ## * [પ્રેરિતોનાં કૃત્યો 19:30-32](rc://en/tn/help/act/19/30) * [દાનિયેલ 3:1-2](rc://en/tn/help/dan/03/01) * [દાનિયેલ 6:1-3](rc://en/tn/help/dan/06/01) * [સભાશિક્ષક 2:7-8](rc://en/tn/help/ecc/02/07) ## શબ્દ માહિતી: ## * Strong's: H4082, H4083, H5675, H5676, G1885