# પત્ર, પત્રો ## વ્યાખ્યા: ## પત્ર એ એક લેખિત સંદેશ વ્યક્તિ કે વ્યક્તિઓના જુથને મોકલવામાં આવતો જેઓ સામાન્ય રીતે લેખકથી દૂર અંતરે હોય. પત્ર (એપિસ્ટલ) એ ખાસ પ્રકારનો પત્ર છે, ઘણીવાર ખૂબ પદ્ધતિસર શૈલીમાં, ખાસ હેતુ, જેમ કે શીખવવા માટે લખવામાં આવતો હતો. * નવા કરારના સમયોમાં, પત્રો અને બીજા પ્રકારના પત્રો પ્રાણીની ચામડીઓમાથી બનાવેલ ચર્મપત્રો અથવા વનસ્પતિના રેસામાથી બનાવેલ પેપિરસ (પ્રાચીન મિસરવાસીઓ જેમાંથી કાગળ જેવો લખવાનો પદાર્થ બનાવતા તે જળવનસ્પતિ) પર લખવામાં આવતા હતા. * પાઉલ, યોહાન, યાકુબ, યહૂદા અને પિત્તરના નવા કરારના પત્રો સૂચનાના પત્રો હતા જે તેમણે સમગ્ર રોમન સામ્રાજ્યના વિવિધ શહેરોમાં વસતા શરૂઆતના ખ્રિસ્તીઓને ઉત્તેજન, બોધ, અને શીખવવા માટે લખ્યા હતા. * આ શબ્દનો અનુવાદ કરવાની રીતોમાં "લેખિત સંદેશ" અથવા "લેખિત શબ્દો" અથવા "લખાણ" નો સમાવેશ કરી શકાય. (આ પણ જુઓ: [ઉત્તેજન](../other/courage.md), [બોધ આપવો](../kt/exhort.md), [શીખવવું](../other/teach.md)) ## બાઇબલના સંદર્ભો: * [1 થેસ્સાલોનિકીઓ 5:25-28](rc://en/tn/help/1th/05/25) * [2 થેસ્સાલોનિકીઓ 2:13-15](rc://en/tn/help/2th/02/13) * [પ્રેરિતોના કૃત્યો 9:1-2](rc://en/tn/help/act/09/01) * [પ્રેરિતોના કૃત્યો 28:21-22](rc://en/tn/help/act/28/21) ## શબ્દ માહિતી: ## * Strong's: H0104, H0107, H3791, H4385, H5406, H5407, H5612, G11210, G19920