#સર્જન કરવું, સર્જન કરે છે, ઉત્પન્ન કરેલું, સર્જન, સર્જક # ## વ્યાખ્યા: ## “સર્જન કરવું” શબ્દનો અર્થ, કઈંક બનાવવું અથવા કઈંક પેદા કરવા માટે કારણ બનવું. જે કંઈ ઉત્પન્ન કરાયેલું છે તેને “સર્જન” કહેવામાં આવે છે દેવને “સર્જક” કહેવામાં આવ્યો છે, કારણકે સમગ્ર વિશ્વમાંનું સધળું તેના કારણે અસ્તિત્વમાં આવેલું છે. * દેવે આ જગતને શૂન્યમાંથી જગતને બનાવ્યું, તે બનાવવા માટે આ શબ્દ વાપરવામાં આવ્યો છે. * જયારે મનુષ્યો કઈંક “બનાવે છે,” તેનો અર્થ એમ કે જે પહેલેથી જ જે વસ્તુઓ અસ્તિત્વમાં હતી તેમાંથી તેઓ બનાવે છે. * ક્યારેક “સર્જવું” શબ્દનો રૂપક ઉપયોગ, જેમકે શાંતિ સ્થાપવી, અથવા કોઈનામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કરવું, એવી અમૂર્ત બાબત માટે પણ વાપરવામાં આવે છે. * “સર્જન” શબ્દ, જયારે આદિએ દેવે પ્રથમ સઘળું બનાવ્યું તેને દર્શાવી શકે છે. સામાન્ય રીતે દેવે જે સધળું બનાવ્યું તે માટે પણ વાપરી શકાય છે. ક્યારેક “સર્જન” શબ્દ વિશિષ્ટ રીતે માત્ર જગતમાંના લોકોને દર્શાવે છે. ## ભાષાંતરના સૂચનો: ## * કેટલીક ભાષાઓમાં કદાચ સીધુ કહેવામાં આવે છે કે દેવે “શૂન્યમાંથી” જગતને રચ્યું, તેની ખાતરી કરો કે આ અર્થ સ્પષ્ટ છે. * “જગતના સર્જનથી” શબ્દસમૂહનો અર્થ, “સમય કે જ્યારથી દેવે જગતને રચ્યું હતું.” * “ઉત્પત્તિની શરૂઆતમાં” જેવા સમાન શબ્દસમૂહનું ભાષાંતર, “શરૂઆતના સમયમાં જયારે દેવે જગતને બનાવ્યું”, અથવા “જયારે પ્રથમ જગતને બનાવાયું હતું” એમ કરી શકાય છે. * “આખી પૃથ્વીને” સુવાર્તા પ્રચાર કરવી એનો અર્થ, “સમગ્ર પૃથ્વીના લોકોને સુવાર્તા પ્રચાર કરવો.” * “સમસ્ત જગત આનંદ કરો” શબ્દસમૂહનો અર્થ, “દેવે જે સઘળું ઉત્પન્ન કર્યું છે તે આનંદ કરો” * સંદર્ભ પર આધાર રાખીને, “સર્જન કરવું” શબ્દનું ભાષાંતર, “બનાવવું” અથવા “કારણ બનવું (હોવું)” અથવા “શૂન્યમાંથી કઈંક બનાવવું,” એમ કરી શકાય છે. * “સર્જક” શબ્દનું ભાષાંતર, “એક કે જેણે સઘળું બનાવ્યું” અથવા “દેવ, કે જેણે સમગ્ર જગત બનાવ્યું છે” એમ કરી શકાય. * શબ્દસમૂહો જેવાકે, “તમારો સર્જક” શબ્દનું ભાષાંતર, “દેવ, કે જેણે તમને બનાવ્યા છે” તરીકે કરી શકાય છે. (આ પણ જુઓ: [દેવ](../kt/god.md), [સુસમાચાર](../kt/goodnews.md), [જગત](../kt/world.md)) ## બાઈબલની કલમો: ## * [1 કરિંથી 11:9-10](rc://en/tn/help/1co/11/09) * [1 પિતર 4:17-19](rc://en/tn/help/1pe/04/17) * [કલોસ્સી 1:15-17](rc://en/tn/help/col/01/15) * [ગલાતી 6:14-16](rc://en/tn/help/gal/06/14) * [ઉત્પત્તિ 1:1-2](rc://en/tn/help/gen/01/01) * [ઉત્પત્તિ 14:19-20](rc://en/tn/help/gen/14/19) ## શબ્દ માહિતી: ## * Strong's: H3335, H4639, H6213, H6385, H7069, G2041, G2602, G2675, G2936, G2937, G2939, G4160, G5480