# સ્વીકાર કરવો, આવકાર કરવો, પ્રાપ્ત કરવું, સ્વીકાર કરે છે, સ્વીકાર કર્યો, સ્વીકાર કરતું, સ્વીકારનાર, સ્વીકૃતિ ## વ્યાખ્યા: ## “સ્વીકાર કરવો” શબ્દનો અર્થ સામાન્ય રીતે કોઈ બાબત કે જે આપવામાં આવી છે, આપવાની દરખાસ્ત કરાઇ છે અથવા તો પ્રસ્તુત કરાઇ છે તેને મેળવવી અથવા અંગીકાર કરવો એવો થાય છે. * “કોઈ બાબત મળવી” નો અર્થ કોઈ બાબતને કારણે સહન કરવું અથવા તો તેનો અનુભવ કરવો તેમ પણ થઈ શકે છે, જેમ કે “તેણે જે કર્યું તેના માટે તેને સજા મળી.” * એક ખાસ અર્થમાં પણ આપણે કોઈ વ્યક્તિનો “સ્વીકાર (સ્વાગત)” કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, મહેમાનો કે મુલાકાતીઓનું “સ્વાગત” કરવાનો અર્થ તેમની સાથે સંબંધ બાંધવા તેમનું અભિનંદન કરવું અને તેમની સાથે સન્માનપૂર્વક વ્યવહાર કરવો એવો થાય છે.  * “પવિત્ર આત્માનું કૃપાદાન મેળવવું” નો અર્થ આપણને પવિત્ર આત્મા આપવામાં આવ્યા છે અને તે આપણાં જીવનમાં અને જીવન દ્વારા કાર્ય કરે માટે આપણે તેમનું સ્વાગત કરીએ એવો થાય છે. * “ઈસુનો સ્વીકાર કરવા”નો અર્થ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરની ઉદ્ધારની દરખાસ્ત સ્વીકારવી એવો થાય છે. * જ્યારે એક અંધજન “તેની દ્રષ્ટિ મેળવે છે” ત્યારે તેનો અર્થ ઈશ્વરે તેને સાજો કર્યો છે અને જોવા માટે સક્ષમ કર્યો છે, એમ થાય છે. ## અનુવાદ માટેના સૂચનો: * સંદર્ભ અનુસાર, “સ્વીકાર કરવા” નો અનુવાદ “અંગીકાર કરવો” અથવા તો “સ્વાગત કરવું” અથવા તો “અનુભવ કરવો” અથવા તો “સમર્પિત થવું” તરીકે થઈ શકે. * “તમે સામર્થ્ય પ્રાપ્ત કરશો” અભિવ્યક્તિનો અનુવાદ “તમને સામર્થ્ય આપવામાં આવશે” અથવા તો “ઈશ્વર તમને સામર્થ્ય આપશે” અથવા તો “ઈશ્વર દ્વારા તમને સામર્થ્ય આપવામાં આવશે” અથવા તો “પવિત્ર આત્મા તમારામાં સામર્થ્યપૂર્વક કામ કરે તેવું ઈશ્વર કરશે” તરીકે કરી શકાય. * “પોતાની દ્રષ્ટિ પ્રાપ્ત કરી” શબ્દસમૂહનો અનુવાદ “જોઈ શકતો હતો” અથવા તો “ફરીથી જોવા માટે સક્ષમ બન્યો” અથવા તો “ઈશ્વર દ્વારા સાજો કરાયો કે જેથી તે જોવા માટે સક્ષમ બન્યો” તરીકે કરી શકાય. (આ પણ જૂઓ: [પવિત્ર આત્મા](../kt/holyspirit.md), [ઈસુ](../kt/jesus.md), [પ્રભુ](../kt/lord.md), [બચાવવું](../kt/save.md)) ## બાઇબલના સંદર્ભો: ## * [1 યોહાન 5:9-10](rc://en/tn/help/1jn/05/09) * [1 થેસ્સલોનિકી 1:6-7](rc://en/tn/help/1th/01/06) * [1 થેસ્સલોનિકી 4:1-2](rc://en/tn/help/1th/04/01) * [પ્રેરિતોના કૃત્યો 8:14-17](rc://en/tn/help/act/08/14) * [યર્મિયા 32:33-35](rc://en/tn/help/jer/32/33) * [લૂક 9:5-6](rc://en/tn/help/luk/09/05) * [માલાખી 3:10-12](rc://en/tn/help/mal/03/10) * [ગીતશાસ્ત્ર 49:14-15](rc://en/tn/help/psa/049/014) ## બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો: * **[21:13](rc://en/tn/help/obs/21/13)** પ્રબોધકોએ એ પણ કહ્યું કે મસીહ પાપરહિત હોઈ સંપૂર્ણ હશે. બીજા લોકોના પાપની સજા **ઉઠાવવા** તેઓ મરણ સહેશે. તેમને થયેલી સજા ઈશ્વર અને લોકો વચ્ચે શાંતિ કરાવશે. * **[45:5](rc://en/tn/help/obs/45/05)** જ્યારે સ્તેફન મરણ પામી રહ્યો હતો ત્યારે, તેણે બૂમ પાડી કે, “ઈસુ, મારા આત્માનો **અંગીકાર** કરો.” * **[49:6](rc://en/tn/help/obs/49/06)** તેઓએ (ઈસુએ) શીખવ્યું કે કેટલાક લોકો તેમનો અંગીકાર કરશે અને ઉદ્ધાર પામશે પણ બીજા ઉદ્ધાર નહીં પામે. * **[49:10](rc://en/tn/help/obs/49/10)** જ્યારે ઈસુ વધસ્તંભ પર મરણ પામ્યા ત્યારે, તેમણે તમારી સજા **ભોગવી.** * **[49:13](rc://en/tn/help/obs/49/13)** દરેક વ્યક્તિ જે ઈસુમાં વિશ્વાસ કરે છે અને તેમને પોતાના પ્રભુ તરીકે **સ્વીકારે** છે તેઓને ઈશ્વર બચાવશે. ## શબ્દ માહિતી: ## * Strong's: H1878, H2505, H3557, H3947, H6901, H6902, H8254, G308, G324, G353, G354, G568, G588, G618, G1183, G1209, G1523, G1653, G1926, G2210, G2865, G2983, G3028, G3335, G3336, G3549, G3858, G3880, G3970, G4327, G4355, G4356, G4687, G4732, G5264, G5274, G5562