# સંદેશવાહક, સંદેશવાહકો # ## તથ્યો: ## “સંદેશવાહક” શબ્દ એવો વ્યક્તિ કે જેને બીજાઓને કહેવા માટે એક સંદેશ આપવામાં આવ્યો છે તેનો ઉલ્લેખ કરે છે. * પ્રાચીન સમયોમાં, જે બની રહ્યું હતું તે શહેરના લોકોને કહેવા લડાઈના મેદાનમાંથી એક સંદેશવાહકને મોકલવામાં આવતો હતો. * દૂત એક ખાસ પ્રકારનો સંદેશવાહક છે કે જેને ઈશ્વર લોકોને સદેશાઓ આપવા મોકલે છે. કેટલાક અનુવાદો “દૂત”નો “સંદેશવાહક” તરીકે અનુવાદ કરે છે. * યોહાન બાપ્તિસ્મીને સંદેશવાહક કહેવામાં આવ્યો કે જે ઈસુની અગાઉ મસીહાનું આગમન ઘોષિત કરવા અને લોકો મસીહાનો સ્વીકાર કરે તે માટે તેમને તૈયાર કરવા આવ્યો હતો. * ઈસુના પ્રેરિતો ઈશ્વરના રાજ્ય વિશેની સુવાર્તા બીજા લોકોને જણાવવા ઈસુના સંદેશવાહકો હતા. (આ પણ જૂઓ: [દૂત](../kt/angel.md), [પ્રેરિત](../kt/apostle.md), [યોહાન (બાપ્તિસ્મી)](../names/johnthebaptist.md)) ## બાઇબલના સંદર્ભો: ## * [1 રાજા 19:1-3](rc://en/tn/help/1ki/19/01) * [1 શમુએલ 6:21](rc://en/tn/help/1sa/06/21) * [2 રાજા 1:1-2](rc://en/tn/help/2ki/01/01) * [લૂક 7:27-28](rc://en/tn/help/luk/07/27) * [માથ્થી 11:9-10](rc://en/tn/help/mat/11/09) ## શબ્દ માહિતી: ## * Strong's: H1319, H4397, H4398, H5046, H5894, H6735, H6737, H7323, H7971, G32, G652