translationCore-Create-BCS_.../bible/other/12tribesofisrael.md

27 lines
2.6 KiB
Markdown
Raw Normal View History

2018-11-14 05:17:11 +00:00
# ઇસ્રાએલના બાર કુળ, ઇસ્રાએલના સંતાનના બાર કુળ, બાર કુળ#
## વ્યાખ્યા: ##
“ઇસ્રાએલના બાર કુળ” એ શબ્દ યાકુબના બાર પુત્રો અને તેના સંતાનોને દર્શાવે છે.
* યાકુબ ઈબ્રાહીમનો પૌત્ર હતો.
ઈશ્વરે યાકુબનું નામ પાછળથી બદલીને ઇસ્રાએલ રાખ્યું.
* આ ઇસ્રાએલના બાર કુળ છે.
રેઉબેન, શિમયોન, લેવી, યહુદા, દાન, નફતાલી, ગાદ, આશેર, ઇસ્સાખાર, ઝબુલુન, યુસુફ અને બિન્યામીન.
* લેવીના સંતાનોને કનાનનો કોઈ પણ વારસો મળ્યો નહીં, કારણકે તેઓને યાજકોના કુળ હતા, જેમને ઈશ્ર્વરની અને તેના લોકોની સેવા કરવા માટે અલગ કરવામાં આવ્યા હતા.
* યુસુફને જમીનના વારસાનો બમણો ભાગ મળ્યો, જે તેણે તેના બન્ને બાળકો, એફ્રાઈમ અને મન્નાશેહને વહેંચી આપ્યો.
* બાઈબલમાં ઘણી જગ્યા પર બાર કુળની યાદીને અલગ રીતે દર્શાવવામાં આવી છે.
ઘણીવાર લેવી, યુસુફ અથવા દાનને યાદીમાંથી પડતા મુકવામાં આવ્યા છે, જયારે યુસુફના બન્ને પુત્રો એફ્રાઈમ અને મન્નાશેહ સમાવેશ કરવામાં આવ્યો છે.
(તેને પણ જુઓ: [વારસો](../kt/inherit.md), [ઇસ્રાએલ](../kt/israel.md), [યાકુબ](../names/jacob.md), [યાજક](../kt/priest.md), [કુળ](../other/tribe.md))
##બાઈબલની કલમો##
* [પ્રે.કૃ. 26:6-8](rc://en/tn/help/act/26/06)
* [ઉત્પત્તિ 49:28-30](rc://en/tn/help/gen/49/28)
* [લુક 22:28-30](rc://en/tn/help/luk/22/28)
* [માથ્થી 19:28](rc://en/tn/help/mat/19/28)
## શબ્દ માહિતી: ##
* Strong's: H3478, H7626, H8147, G1427, G2474, G5443