Reference ID Tags Quote Occurrence Question Response 1:2-3 a4zc પ્રભુના આવવા અગાઉ જે બનશે તેની યશાયા પ્રબોધકે શું ભવિષ્યવાણી કરી હતી? યશાયાએ અગાઉથી કહ્યું હતું કે ઈશ્વર પ્રભુનો માર્ગ તૈયાર કરવા માટે અરણ્યમાં પોકારનાર વાણી તરીકે એક સંદેશવાહકને મોકલશે. 1:4 g2v6 યોહાન શું બોધ કરવા આવ્યો હતો? યોહાન પાપોની માફીને માટે પસ્તાવાના બાપ્તિસ્માનો બોધ કરવા આવ્યો હતો. 1:5 kdd7 જ્યારે લોકો યોહાનથી બાપ્તિસ્મા પામ્યા ત્યારે તેમણે શું કર્યું? જ્યારે લોકો યોહાનથી બાપ્તિસ્મા પામ્યા ત્યારે તેમણે તેમના પાપો કબૂલ કર્યા. 1:6 zlqi યોહાન શું ખાતો હતો? યોહાન તીડો અને રાની મધ ખાતો હતો. 1:8 yakl યોહાને શું કહ્યું કે જે આવનાર છે તે શાના વડે બાપ્તિસ્મા કરશે? યોહાને કહ્યું કે તેની પાછળ આવનાર પવિત્ર આત્મા વડે બાપ્તિસ્મા કરશે 1:10 y6fa યોહાન દ્વારા બાપ્તિસ્મા પામ્યા પછી ઈસુ જ્યારે પાણીમાંથી બહાર આવ્યા ત્યારે તેમણે શું જોયું? બાપ્તિસ્મા પામ્યા પછી, ઈસુએ આકાશ ઊઘડેલું અને પવિત્ર આત્માને કબૂતરની પેઠે પોતાના પર આવતા જોયા. 1:11 f2a4 ઈસુએ બાપ્તિસ્મા પામ્યા પછી આકાશમાથી થયેલી વાણીએ શું કહ્યું? આકાશમાંથી થયેલી વાણીએ કહ્યું, “તું મારો વહાલો દીકરો છે, તારા પર હું પ્રસન્ન છું. 1:12 ahm3 ઈસુને અરણ્યમાં કોણ લઈ જાય છે? પવિત્ર આત્મા ઈસુને અરણ્યમાં લઈ જાય છે. 1:13 ex5p ઈસુ અરણ્યમાં કેટલા દિવસ હતા, ત્યાં તેમની સાથે શું થયું? ઈસુ અરણ્યમાં ૪૦ દિવસ હતા, અને શેતાનથી તેમનું પરીક્ષણ થયું. 1:15 kyxp ઈસુએ શું પ્રચાર કર્યો? ઈસુએ પ્રગટ કર્યું કે ઈશ્વરનું રાજ્ય નજદીક છે, અને લોકોએ પસ્તાવો કરવો જોઈએ અને સુવાર્તા પર વિશ્વાસ કરવો જોઈએ. 1:16 yzo9 સિમોન અને આન્દ્રિયાનો વ્યવસાય શો હતો? સિમોન અને આન્દ્રિયા માછીમાર હતા. 1:17 r3ba ઈસુએ સિમોન અને આન્દ્રિયાને શું બનાવશે તે વિષે શું કહ્યું? ઈસુએ કહ્યું કે તેઓ સિમોન અને આન્દ્રિયાને માણસોને પકડનારા બનાવશે. 1:19 foqj યાકુબ અને યોહાનનો વ્યવસાય શો હતો? યાકુબ અને યોહાન માછીમાર હતા. 1:22 lq6y ઈસુના શિક્ષણે કેમ સભાસ્થાનમાં રહેલા લોકોને અચરત કરી દીધા? ઈસુના શિક્ષણે લોકોને અચરત કરી દીધા કારણકે ઈસુ જાણે તેમની પાસે અધિકાર હોય તેમ બોલતા હતા 1:24 rtx4 સભાસ્થાનમાં રહેલા અશુધ્ધ આત્માએ ઈસુને કયું નામ આપ્યું? સભાસ્થાનમાં રહેલા અશુધ્ધ આત્માએ ઈસુને દેવનો પવિત્ર એ નામ આપ્યું. 1:28 dn9o ઈસુ વિશેના સમાચારની કેવી અસર થઇ? ઈસુની કિર્તિ દરેક જગ્યાએ ફેલાઈ ગઈ. 1:30 ii0v જ્યારે તેઓ સિમોનના ઘરમાં ગયા ત્યારે ઈસુએ કોને સાજાપણું આપ્યું? જ્યારે તેઓ સિમોનના ઘરમાં ગયા ત્યારે ઈસુએ સિમોનની સાસુને સાજાપણું આપ્યું. 1:32-34 ywmc જ્યારે સાંજ પડી ત્યારે શું બન્યું? જ્યારે સાંજ પડી ત્યારે લોકો જેઓ માંદા હતા અથવા અશુધ્ધ આત્માઓથી પીડાતા હતા તેમને લઈ આવ્યા અને ઈસુએ તેમને સાજા કર્યા. 1:35 i2xa પોહ ફાટતાં પહેલા ઈસુએ શું કર્યું? પોહ ફાટતાં પહેલા ઈસુ બહાર એકાંત જગ્યાએ ગયા અને ત્યાં તેમને પ્રાર્થના કરી. 1:38-39 y32l ઈસુ કેમ આવ્યા છે તે વિષે સિમોનને શું કહ્યું? ઈસુએ કહ્યું કે તે પાસેના ગામોમાં સુવાર્તા પ્રગટ કરવા આવ્યા છે. 1:40-41 xyj3 જે કોઢિયાએ ઈસુ પાસે સાજા થવા માટે વિનંતી કરી તેના પ્રત્યે ઈસુનું વલણ કેવું હતું? ઈસુને તે કોઢિયા પર દયા આવી અને તેમણે તેને સાજો કર્યો. 1:44 dzi8 ઈસુએ કોઢિયાને શું કરવા કહ્યું, અને કેમ? ઈસુએ કોઢિયાને જઈને મૂસાના કહ્યા પ્રમાણે બલિદાન કરવાનું કહ્યું. તે લોકોની આગળ એ વાતની સાક્ષી પુરશે કે તેને સાજો કરવામાં આવ્યો છે. 2:4 zvpg જે ચાર માણસો પક્ષઘાતીને ઊંચકીએ લાવ્યા હતા તેમણે શું કર્યું? આ માણસોએ મકાનનું છાપરું ઉકેલ્યું અને પક્ષઘાતી માણસને ઈસુની પાસે ઉતાર્યો. 2:5 efne ઈસુએ પક્ષઘાતી માણસને શું કહ્યું? ઈસુએ કહ્યું, “દીકરા, તારા પાપ માફ થયા છે”. 2:6-7 k9lq ઈસુએ જે કહ્યું તેનો કેટલાક શાસ્ત્રીઓએ કેમ વિરોધ કર્યો? કેટલાક શાસ્ત્રીઓએ પોતાના મનમાં વિચાર કરીને કહ્યું કે ઈસુએ દુર્ભાષણ કર્યું કારણકે ફક્ત ઈશ્વર જ પાપની માફી આપી શકે. 2:10-12 v3ys ઈસુએ કઈ રીતે દર્શાવ્યું કે તેમને આ પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે? ઈસુએ પક્ષઘાતી માણસને તેનું બિછાનું ઊંચકીને તેના ઘરે જવા કહ્યું, અને તે માણસે તેમ કર્યું. 2:13-14 llaq જ્યારે ઈસુએ લેવીને તેમની પાછળ ચાલવા કહ્યું ત્યારે લેવી શું કરતો હતો? જ્યારે ઈસુએ લેવીને બોલાવ્યો ત્યારે તે દાણની ચોકી પર બેઠેલો હતો. 2:15-16 c07h લેવીના ઘરે ઈસુ શું કરતા હતા જેનાથી ફરોશીઓને ઠોકર લાગી? ઈસુ પાપીઓ અને દાણીઓ સાથે જમતા હતા. 2:17 zqw0 ઈસુએ કોને તેડવા આવ્યા હતા તે વિષે શું કહ્યું? ઈસુએ કહ્યું કે તે પાપીઓને તેડવા આવ્યા હતા. 2:18 p9ln કેટલાક લોકોએ ઈસુને ઉપવાસ વિષે કયા પ્રશ્નો પૂછ્યા? તેમણે ઈસુને પૂછ્યું કે યોહાનના શિષ્યો અને ફરોશીઓના શિષ્યો ઉપવાસ કરે છે ત્યારે તેમના શિષ્યો કેમ ઉપવાસ કરતા નથી? 2:19 w6go ઈસુએ કઈ રીતે સમજાવ્યું કે તેમના શિષ્યો કેમ ઉપવાસ કરતા નથી? ઈસુએ કહ્યું કે જ્યાં સુધી વર જાનૈયાઓની સાથે છે તેઓ ઉપવાસ કરી શકતા નથી. 2:23-24 ej7h ઈસુના શિષ્યોએ વિશ્રામવારે અમુક ખેતરોમાં જઈને શું કર્યું જેથી ફરોશીઓ નારાજ થયા? ઈસુના શિષ્યોએ વિશ્રામવારે દાણાના કણસલા તોડ્યા અને તેમને ખાધા. 2:25-26 iwe2 ઈસુએ કોઈનું કયું ઉદાહરણ આપ્યું કે જેમને જરૂર હતી અને જે રોટલી તેમને ખાવાની મનાઈ હતી તે તેમણે ખાધી? ઈસુએ દાઉદનું ઉદાહરણ આપ્યું કે જેને જરૂર હતી એટલે, અર્પિત રોટલી ખાધી, જે સામાન્ય રીતે યાજકો માટે રાખવામા આવતી હતી. 2:27 m19r ઈસુએ વિશ્રામવાર કોના માટે બનાવવામાં આવ્યો હતો તે વિષે શું કહ્યું? ઈસુએ કહ્યું કે વિશ્રામવાર માણસોના માટે બનાવવામાં આવ્યો હતો. 2:28 ak51 ઈસુએ પોતાના માટે કયા અધિકારનો દાવો કર્યો? ઈસુએ કહ્યું કે તેઓ વિશ્રામવારના પણ પ્રભુ છે. 3:1-2 o82f તેઓએ ઈસુ પર સભાસ્થાનમાં વિશ્રામવારે કેમ નજર રાખી? તેઓએ ઈસુ પર એ જોવા માટે નજર રાખી કે શું તેઓ વિશ્રામવારે કોઈએ સાજા કરે છે, જેથી તેઓ તેમણે દોષિત ઠરાવી શકે. 3:4 dk1g ઈસુએ લોકોને વિશ્રામવાર વિષે શું પ્રશ્ન પૂછ્યો? ઈસુએ લોકોને પ્રશ્ન પૂછ્યો કે વિશ્રામવારે સારું કરવું કે માઠું કરવું ઉચિત છે કે નહિ. 3:4 p1z9 ઈસુના પ્રશ્નનો લોકોએ શું પ્રતિભાવ આપ્યો? લોકો શાંત રહ્યા. 3:5 mrbj ઈસુનું ત્યાર પછી તેમના પ્રત્યે શું વલણ હતું? ઈસુ તેમના પર ગુસ્સે થયા. 3:6 acwq જ્યારે ઈસુએ તે માણસને સાજો કર્યો ત્યારે ફરોશીઓએ શું કર્યું? ફરોશીઓ બહાર ગયા અને ઈસુને મારી નાંખવાની યોજના કરી. 3:7-8 b2bk ઈસુ જ્યારે સમુદ્ર પાસે ગયા ત્યારે કેટલા લોકો તેમની પાછળ ગયા? એક મોટું ટોળું તેમની પાછળ ગયું. 3:11 tke0 જ્યારે અશુદ્ધ આત્માઓએ ઈસુને જોયા ત્યારે તેમણે શું બૂમ પાડી? અશુધ્ધ આત્માઓએ બૂમ પાડી કે ઈસુ ઈશ્વરના દીકરા છે. 3:14-15 e2s0 ઈસુએ કેટલા માણસોને પ્રેરિત તરીકે નિમ્યા? તેમણે શું કરવાનું હતું? ઈસુએ ૧૨ પ્રેરીતો નિમ્યા જેમણે તેમની સાથે રહેવાનુ હતું, ઉપદેશ કરવાનો હતો અને અધિકાર પામીને ભૂતોને કાઢવાના હતા. 3:19 raj7 એ કયો પ્રેરિત હતો જે ઈસુને પરસ્વાધીન કરવાનો હતો? જે પ્રેરિત ઈસુને પરસ્વાધીન કરવાનો હતો તે યહુદા ઈશ્કરિયોત હતો. 3:21 rh8o ઈસુના કુટુંબે ટોળાં વિષે અને ઈસુની આસપાસના બનાવો વિષે શું વિચાર્યું? ઈસુના કુટુંબે વિચાર્યું કે તે ઘેલા છે. 3:22 xmhs શાસ્ત્રીઓએ ઈસુ પર કયું તહોમત મૂક્યું? શાસ્ત્રીઓએ ઈસુ પર તહોમત મૂક્યું કે ઈસુ ભૂતોના સરદારની મદદથી ભૂતોને કાઢે છે. 3:23-24 ob9v શાસ્ત્રીઓના તહોમત માટે ઈસુનો ઉત્તર કયો હતો? ઈસુએ જવાબ આપ્યો કે કોઈ રાજ્ય જેમાં માંહોમાંહે ફૂટ પડી હોય તે સ્થિર રહી શકતું નથી. 3:28-29 txqb ઈસુએ કયા પાપની માફી મળતી નથી તે વિષે શું કહ્યું? ઈસુએ કહ્યું કે પવિત્ર આત્મા વિરુધ્ધના પાપની માફી મળતી નથી. 3:33-35 xtjn ઈસુએ કોના માટે કહ્યું કે તે તેમની માતા અને તેમના ભાઈઓ છે? ઈસુએ કહ્યું કે તેમની માતા અને તેમના ભાઈઓ એ લોકો છે કે જેઓ ઈશ્વરની ઈચ્છા પૂરી કરે છે. 4:1 bki3 ઈસુ શિક્ષણ આપવા હોડીમાં કેમ ચઢ્યા? ઈસુ હોડીમાં બેસવા અને શીખવવા માટે ચઢ્યા કારણકે તેમની આસપાસ એક મોટું ટોળું એકઠું થયું હતું. 4:4 wzuu રસ્તા પર પડેલા બીજનું શું થયું? પક્ષીઓ આવ્યા અને તેમને ખાઈ ગયા. 4:6 wyhf જ્યારે સૂર્ય ઊગ્યો ત્યારે પથ્થરવાળી જમીન પર પડેલા બીનું શું થયું? તેઓ ચીમળાઈ ગયા કારણકે તેમને જડ ન હતી. 4:7 b6ma કાંટાના જાળાંમાં વાવેલા બીનું શું થયું? કાંટાના જાળાંએ તેમને દાબી નાંખ્યા. 4:8 ivy4 સારી જમીન પર પડેલા બીનું શું થયું? જે વાવવામાં આવ્યું હતું તેનું ૩૦ ગણું, ૬૦ ગણું, અને ૧૦૦ ગણું ફળ આપીને, બી એ અનાજ ઉગાડ્યું. 4:11 o0ss ઈસુએ બાર શિષ્યોને શું આપવામાં આવ્યું છે, અને બહારના લોકોને આપવામાં આવ્યું નથી તે વિષે શું કહ્યું? ઈસુએ કહ્યું કે ઈશ્વરના રાજ્યનો મર્મ તે બાર શિષ્યોને આપવામાં આવ્યો છે, પણ જેઓ બહારના છે તેમને આપવામાં આવ્યો નથી. 4:14 pskj ઈસુના દ્રષ્ટાંતમાં, બી શું છે? બી ઈશ્વરનું વચન છે. 4:15 t1r5 રસ્તા પર પડેલા બી શું દર્શાવે છે? તે એ લોકો દર્શાવે છે જે વચન સાંભળે છે, પણ તરતજ શેતાન તે લઈ જાય છે. 4:16-17 zy18 પથ્થરવાળી જમીન પર વવાયેલા બી શું દર્શાવે છે? તે એ લોકો દર્શાવે છે કે જે વચનને હર્ષથી માની લે છે પણ જ્યારે સતાવણી આવે છે ત્યારે તેઓ ઠોકર ખાય છે. 4:18-19 alo5 કાંટાના જાળાંમાં વવાયેલા બી શું દર્શાવે છે? તે એ લોકો દર્શાવે છે જે વચન સાંભળે છે, પણ આ જગતની ચિંતાઓ વચનને દાબી નાંખે છે. 4:20 lhwr સારી જમીનમાં વવાયેલા બી શું દર્શાવે છે? તે એ લોકો દર્શાવે છે જેઓ વચન સાંભળે છે, તેને ગ્રહણ કરે છે, અને ફળ આપે છે. 4:22 c1ey ઈસુએ શું કહ્યું કે છાની અને ગુપ્ત રાખેલી બાબતોનું શું થશે? ઈસુએ કહ્યું કે છાની અને ગુપ્ત રાખેલી બાબતોને પ્રકાશમાં લાવવામાં આવશે. 4:26-27 fteq કઈ રીતે ઈશ્વરનું રાજ્ય એક માણસના જેવુ છે જે જમીનમાં બી વાવે છે? માણસ બી વાવે છે, અને તે ઊગે છે, પણ કઈ રીતે તે તે જાણતો નથી, પછી જ્યારે ફસલ પાકે છે તે એકઠી કરે છે. 4:30-32 tzc2 કઈ રીતે ઈશ્વરનું રાજ્ય એક રાઈના બી જેવું છે? રાઈનું બી નાનામાં નાના બી તરીકે શરૂઆત કરે છે, છતાં તે મોટા વૃક્ષ જેટલું વધે છે જ્યાં ઘણા તેમના માળા બનાવે છે. 4:35-37 tojt જ્યારે શિષ્યો અને ઈસુ સરોવર પસાર કરતા હતા ત્યારે શું બન્યું? મોટું તોફાન શરૂ થયું, હોડી પાણીથી ભરાઈ ગઈ ત્યારે તેઓને ડર લાગવા લાગ્યો. 4:38 j9v3 આ સમયે ઈસુ હોડીમાં શું કરતા હતા? ઈસુ ઊંઘતા હતા. 4:38 vu2b શિષ્યોએ ઈસુને કયો પ્રશ્ન પૂછ્યો? શિષ્યોએ ઈસુને પૂછ્યું કે તેઓ નાશ પામે છે તેની શું તેમને ચિંતા છે. 4:39 vehj ઈસુએ પછી શું કર્યું? ઈસુએ પવનને ધમકાવ્યો અને સમુદ્રને શાંત પાડ્યો. 4:41 fkpr ઈસુએ આ કર્યા પછી, શિષ્યોનો પ્રતિભાવ શું હતો? શિષ્યો બહુ બિધા અને વિચારવા લાગ્યા કે ઈસુ કોણ છે, કે પવન અને સમુદ્ર તેનું માને છે. 5:1-2 f3h1 ઈસુ ગેરસાનીઓના દેશમાં આવ્યા ત્યારે તેમને કોણ મળ્યું? અશુધ્ધ આત્મા વળગેલો એક માણસ તેમને મળ્યો. 5:4 pvch જ્યારે લોકોએ આ માણસને સાંકળોથી બાંધવાનો પ્રયત્ન કર્યો ત્યારે શું થયું? જ્યારે લોકોએ આ માણસને સાંકળોથી બાંધવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેણે સાંકળો તોડી નાંખી. 5:7 s4bf અશુધ્ધ આત્માએ ઈસુને શું નામ આપ્યું? અશુદ્ધ આત્માએ ઈસુને પરાત્પર ઈશ્વરના દીકરા નામ આપ્યું. 5:8 s0ay તે માણસમાં રહેલા અશુદ્ધ આત્માને ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું, “અરે, અશુધ્ધ આત્મા, તું એ માણસમાંથી નિકળ.” 5:9 yw86 અશુદ્ધ આત્માનું નામ શું હતું? અશુદ્ધ આત્માનું નામ સેના હતું, કારણ કે તેઓ ઘણા હતા. 5:13 jvth ઈસુએ તે માણસમાંથી અશુદ્ધ આત્મા કાઢ્યા પછી શું બન્યું? આત્માઓ બહાર આવ્યા અને એક ભૂંડોના ટોળાંમાં પ્રવેશ્યા, જે ટેકરી પરથી નીચે દોડ્યું અને સમુદ્રમાં ડૂબી મર્યું. 5:15 ist0 અશુદ્ધ આત્માને બહાર કાઢ્યા પછી, તે માણસની સ્થિતિ કેવી હતી? તે માણસ ઈસુ પાસે, વસ્ત્ર પહેરેલો અને શુધ્ધિમા આવીને બેઠો હતો. 5:17 mpj9 તે વિસ્તારના લોકોએ ઈસુને શું કરવા કહ્યું. તે વિસ્તારના લોકોએ ઈસુને તે વિસ્તાર છોડી દેવા કહ્યું. 5:19 w96x જે માણસ કબરોમાં રહેતો હતો તેને ઈસુએ હવે શું કરવા કહ્યું? ઈસુએ તે માણસને તેના લોકોને પ્રભુએ તેના માટે શું કર્યું તે જણાવવા કહ્યું. 5:22-23 pj22 સભાસ્થાનના અધિકારી યાઇરે ઈસુને કઈ વિનંતી કરી?\n\n યાઇરે ઈસુને તેમની સાથે આવવા અને તેની દીકરી પર હાથ મૂકવા કહ્યું, જે મરણની નજદીક હતી. 5:25 atxm જે સ્ત્રીએ ઈસુના ઝભ્ભાને સ્પર્શ કર્યો તેની સમસ્યા શું હતી? તે સ્ત્રી ૧૨ વર્ષથી લોહીવાથી પીડાતી હતી. 5:28 afd1 તે સ્ત્રી કેમ ઈસુના ઝભ્ભાને અડકી? તે સ્ત્રીએ વિચાર્યું કે જો તે માત્ર ઈસુના વસ્ત્રોને અડશે તો તે સાજી થઈ જશે. 5:30 mrlf જ્યારે તે સ્ત્રી ઈસુના ઝભ્ભાને અડકી ત્યારે ઈસુએ શું કર્યું? ઈસુએ જાણ્યું કે તેમનામાંથી પરાક્રમ નિકળ્યું છે તેથી તેમણે પુછ્યું કે તેમના લૂગડાંને કોણ અડકયું? 5:32 lyq8 તે સ્ત્રી ઈસુના લૂગડાંને અડકી પછી ઈસુએ શું કર્યું? ઈસુએ તેમણે કોણ અડકયું તે જોવા આજુબાજુ નજર કરી. 5:34 jfch જ્યારે તે સ્ત્રીએ ઈસુને બધું જ સાચેસાચું કહી દીધું ત્યારે ઈસુએ તેને શું કહ્યું? ઈસુએ તેને કહ્યું કે તેના વિશ્વાસે તેને સાજી કરી છે અને તેને શાંતિએ જવા કહ્યું. 5:35 spbi જ્યારે ઈસુ ઘરમાં આવ્યા ત્યારે યાઇરની દીકરીની હાલત કેવી હતી? યાઇરની દીકરી મરેલી હતી. 5:36 fai5 આ સમયે ઈસુએ યાઇરને શું કહ્યું? ઈસુએ યાઈરને ડરવા નહિ, પણ માત્ર વિશ્વાસ રાખવા કહ્યું. 5:37 ffse કયા શિષ્યો ઈસુ સાથ તે ઓરડામાં ગયા જ્યાં આ બાળક હતું? પિત્તર, યાકૂબ, અને યોહાન ઈસુ સાથે ઓરડામાં ગયા. 5:40 sunl જ્યારે ઈસુએ કહ્યું કે યાઈરની દીકરી ખાલી ઊંઘી ગઈ છે ત્યારે ઘરના લોકોએ શું કર્યું? જ્યારે તેમણે કહ્યું કે યાઇરની દીકરી ખાલી ઊંઘી રહી છે ત્યારે લોકોએ ઈસુને હસી કાઢ્યા. 5:42 km08 જ્યારે તે છોકરી ઉઠી અને ચાલી ત્યારે લોકોએ શું પ્રતિભાવ આપ્યો? લોકો ખુબજ આશ્ચર્ય પામ્યા અને વિસ્મિત થયા. 6:2 o2l2 ઈસુના પોતાના શહેરના લોકો કેમ દિંગ થઈ ગયા? લોકો જાણતા નહોતા કે ક્યાથી ઈસુને તેમનું શિક્ષણ, બુધ્ધિ, અને ચમત્કારો મળ્યા હતા. 6:4 d9fa ઈસુએ ક્યાં એક પ્રબોધક માન વિનાનો છે તે વિષે શું કહ્યું? ઈસુએ કહ્યું કે પ્રબોધક, તેના પોતાના શહેરમાં, તેના પોતાના સગાંઓમા, અને તેના પોતાના ઘરમાં માન વિનાનો છે. 6:6 arwk ઈસુને તેના પોતાના શહેરમાં લોકો વિષે શું અચરત થયું? ઈસુને તેમના પોતાના શહેરમાં લોકોના અવિશ્વાસને લીધે અચરત થયો. 6:7 djdl ઈસુએ જ્યારે તેમના બાર શિષ્યોને બહાર મોકલ્યા ત્યારે તેમણે તેમને કયો અધિકાર આપ્યો? ઈસુએ બાર શિષ્યોને અશુધ્ધ આત્માઓ પર અધિકાર આપ્યો. 6:8-9 e4e2 બાર શિષ્યોએ તેમની મુસાફરીમાં તેમની સાથે શું લીધું? બાર શિષ્યોએ તેમની સાથે, એક લાકડી, ચંપલ અને એક અંગરખો લીધા. 6:11 yfhp જો કોઈ જગ્યાએ શિષ્યોનો આવકાર ન થાય તો ઈસુએ તેમને શું કરવા કહ્યું? ઈસુએ તેમને તેમના વિરુદ્ધ સાક્ષી થવા સારું તેમના પગ નીચેની ધૂળ ખંખેરી નાંખવા કહ્યું. 6:14-15 iota ઈસુ કોણ છે તે વિષે લોકોએ શું ધાર્યું? લોકોએ ધાર્યું કે ઈસુ યોહાન બાપ્તિસ્મા કરનાર અથવા એલિયાહ અથવા કોઈ પ્રબોધક છે. 6:18 wv8i યોહાને તે જે ઘટારત નથી તે કરી રહ્યો હતો તે વિષે હેરોદને શું કહ્યું? ઈસુએ હેરોદને કહ્યું કે તેણે તેના ભાઈની પત્નિને પરણીને રાખવી ઘટારત નથી. 6:20 l858 જ્યારે હેરોદે યોહાનને ઉપદેશ કરતો સાંભળ્યો ત્યારે તેણે શું કર્યું? જ્યારે હેરોદે યોહાનને ઉપદેશ કરતો સાંભળ્યો ત્યારે તે નાખુશ થયો, પણ તે તેણે સાંભળવા હજી રાજી હતો. 6:23 fzf0 હેરોદે હેરોદિયાને કયું વચન આપ્યું? હેરોદે સમ ખાધા કે તેણી તેની પાસેથી જે કઈ માંગે તે તેણીને, તેના અર્ધા રાજ્ય સુધી મળશે. 6:25 tn2q હેરોદિયાએ શું માંગ્યું? હેરોદિયાએ યોહાન બાપ્તિસ્મા કરનારનું માથું એક કથરોટમાં માંગ્યું. 6:26 cu47 હેરોદે હેરોદિયાની માંગણીનો કેવી રીતે પ્રતિભાવ આપ્યો? હેરોદ ખુબજ દિલગીર થયો, પણ તેણે તેના મહેમાનોની સામે જે સમ ખાધા હતા તેના કારણે તેણે તેણીની માંગણી નકારી નહીં. 6:33 c20j ઈસુ અને તેમના પ્રેરિતોએ પોતે વિસામો લેવા માટે જવાનો પ્રયત્ન કર્યો ત્યારે શું થયું? ઘણા લોકોએ તેમને ઓળખ્યા અને ઈસુ અને તેમના પ્રેરિતો ત્યાં પહોંચે તે પહેલા ત્યાં જવા માટે દોડ્યા. 6:34 mdl0 જે ટોળું ઈસુ માટે રાહ જોઈ રહ્યું હતું તેના માટે ઈસુનું વલણ કેવું હતું? ઈસુને તેઓ પર કરુણા આવી કેમ કે તેઓ પાળક વગરના ઘેટાંના જેવા હતા. 6:37 if60 જ્યારે ઈસુ દ્વારા પુછવામાં આવ્યું ત્યારે શિષ્યોએ શું વિચાર્યું કે તેમણે લોકોને જમાડવા શું કરવું પડશે? શિષ્યોએ વિચાર્યું કે તેમણે જવું પડશે અને ૨૦૦ દીનારની કિંમતની રોટલીઓ ખરીદવી પડશે. 6:38 o56u શિષ્યો પાસે પહેલેથી જ કયું ખાવાનું હતું? શિષ્યો પાસે પહેલેથી જ પાંચ રોટલી અને બે માછલી હતી. 6:41 bqyw જ્યારે ઈસુએ રોટલીઓ અને માછલી પોતાના હાથમાં લીધા ત્યારે તેમણે શું કર્યું? જ્યારે ઈસુએ રોટલી અને માછલી લીધા ત્યારે તેમણે આકાશ તરફ જોયું, આશીર્વાદ માગ્યો, અને તેમણે શિષ્યોને આપી દીધી. 6:43 zbvh દરેક જણે ખાઈ લીધું પછી કેટલું ખાવાનું વધ્યું? દરેક જણે ખાઈ લીધા પછી રોટલીની અને માછલીની બાર ટોપલીઓ વધી? 6:44 yrio કેટલા માણસોને ખવડાવવામાં આવ્યું? ત્યાં ૫૦૦૦, પુરુષો હતા જેમને ખવડાવવામાં આવ્યું. 6:48 uxae ઈસુ સમુદ્રમાં પોતાના શિષ્યો પાસે કેવી રીતે આવ્યા? ઈસુ તેમના શિષ્યો પાસે સમુદ્ર પર ચાલીને આવ્યા. 6:50 j2xz જ્યારે શિષ્યોએ ઈસુને જોયા ત્યારે તેમણે તેમણે શું કહ્યું? ઈસુએ શિષ્યોને નહિ ડરવા અને હિમ્મત રાખવા કહ્યું. 6:52 icdc શિષ્યો રોટલીના ચમત્કાર વિશે કેમ સમજ્યા નહીં? શિષ્યો રોટલીના ચમત્કાર સંબંધી સમજ્યા નહીં કારણકે તેમના મન કઠણ હતા. 6:55 qidu તે પ્રદેશના લોકોએ જ્યારે ઈસુને ઓળખ્યા ત્યારે તેમણે શું કર્યું? જ્યારે લોકોએ સંભાળ્યું કે ઈસુ આવી રહ્યા છે ત્યારે તેઓ માંદાઓને ખાટલામાં મુકીને ઈસુ પાસે લાવ્યા. 6:56 nkto જેઓ ઈસુના લૂગડાંની કોરને અડક્યા તેમણે શું થયું? જેઓ માત્ર ઈસુના લૂગડાંની કોરને અડક્યા તેઓ સાજા થયા. 7:2 t05x ઈસુના કેટલાક શિષ્યો શું કરતા હતા જેનાથી ફરોશીઓ અને શાસ્ત્રીઓ નારાજ થયા? શિષ્યોમાના કેટલાક અણધોયેલે હાથે રોટલી ખાતા હતા. 7:3-4 ym0v કોની પ્રણાલી હતી કે જેમાં હાથ, પ્યાલા, ગાગરો, અને તાંબાના વાસણોને ખાતા પહેલાં ધોવા જોઈએ? એ વડીલોની પ્રણાલી હતી કે જેમાં હાથ, પ્યાલા, ગાગરો અને તાંબાના વાસણોને ખાતા પહેલાં ધોવા જોઈએ. 7:8-9 qrmr ધોવાના મુદ્દા પરના શિક્ષણ માટે ઈસુએ શાસ્ત્રીઓ અને ફરોશીઓને શું કહ્યું? ઈસુએ કહ્યું કે ફરોશીઓ જ્યારે માણસોના નિયમો શીખવે છે ત્યારે તેઓ ઈશ્વરની આજ્ઞાને પડતી મૂકે છે. 7:11-13 d1yr કઈ રીતે ફરોશીઓ અને શાસ્ત્રીઓ ઈશ્વરની આજ્ઞાને જે કહે છે તારા બાપને અને તારી માને માન આપ તેને નકામી બનાવે છે? તેઓ લોકોને એમ જે નાણાં તેમના માં-બાપને મદદ કરવા માટે હોય તે નાણાં તેમને (શાસ્ત્રીઓ અને ફરોશીઓને) કુરબાન તરીકે આપવાનું કહીને ઈશ્વરની આજ્ઞાઓ રદ કરતાં હતા. 7:15 nqfn માણસને શું વટાળતું નથી તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે માણસની બહારથી તેની અંદર પેસે એવું કઈં પણ તેને વટાળતું નથી. 7:15 l384 શું માણસને વટાળે છે તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે માણસમાંથી જે બહાર નીકળે છે તે જ માણસને વટાળે છે. 7:18-19 gvrq માણસને શું વટાળતું નથી તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે માણસની બહારથી તેનામાં જે કઈં પેસે છે તેમાનું કઈં પણ તેને વટાળતું નથી. 7:19 yf7h ઈસુએ કેવા પ્રકારના ખોરાકને શુધ્ધ ઠરાવ્યા? ઈસુએ દરેક પ્રકારના ખોરાકને શુધ્ધ ઠરાવ્યા. 7:20-23 w1ic માણસને શું વટાળે છે તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે માણસમાંથી જે બહાર નીકળે છે તે જ માણસને વટાળે છે. 7:21-22 t1rz ઈસુએ કઈ ત્રણ બાબતો માણસમાંથી બહાર નીકળી શકે છે જે માણસને વટાળે છે તે વિષે શું કહ્યું? ઈસુએ કહ્યું કે ભૂંડા વિચારો, છિનાળા, ચોરી, હત્યાઓ, વ્યભિચાર, લોભ, દુષ્ટતા, કપટ, કામાતુરપણું, અદેખાઈ, નિંદા, અભિમાન, મૂર્ખપણું, માણસમાંથી બહાર આવીને તેને વટાળી શકે છે. 7:25-26 y2wf જે સ્ત્રીની દીકરીને અશુધ્ધ આત્મા વળગ્યો હતો તે યહૂદી હતી કે ગ્રીક હતી? એ સ્ત્રી જેની દીકરીને અશુધ્ધ આત્મા વળગ્યો હતો તે ગ્રીક હતી. 7:28 q2o4 જ્યારે ઈસુએ તે સ્ત્રીને કહ્યું કે છોકરાંની રોટલી લઈને કૂતરાને નાંખવી વાજબી નથી ત્યારે તેણીએ કેવો પ્રતિભાવ આપ્યો? તે સ્ત્રીએ કહ્યું કે કૂતરાં પણ છોકરાંના મેજ નીચે પડેલા કકડા ખાય છે. 7:29-30 nb1x ઈસુએ તે સ્ત્રીને માટે શું કર્યું? ઈસુએ તે સ્ત્રીની દીકરીમાંથી ભૂત કાઢ્યું. 7:33-34 ca4d જ્યારે બહેરા બોબડા માણસને ઈસુ પાસે લાવવામાં આવ્યો, ત્યારે તેમણે તે માણસને સાજો કરવા શું કર્યું? તેમણે તે માણસના કાનમાં આંગળી ઘાલી, થૂંકયા અને તે તેની જીભ પર લાગાડ્યું, અને આકાશ તરફ જોઈને કયું, “ઊઘડી જા!” 7:36 hc18 જ્યારે ઈસુએ લોકોને તેમના સાજાપણા વિષે કોઈને ના કહેવાનું કહ્યું ત્યારે લોકોએ શું કર્યું? જેટલું વધારે ઈસુએ તેમણે ચૂપ રહેવાનુ કહ્યું, તેટલું વધારે તેમણે તેના વિષે વાત કરી. 8:1-2 slgu જે અતિ ઘણા લોક ઈસુ પાછળ ચાલતા હતા તેમના વિશે ઈસુએ કઈ ચિંતા વ્યક્ત કરી. ઈસુએ કહ્યું કે આટલા બધા લોકોની પાસે ખાવાનું કઈં નથી. 8:5 s9oj શિષ્યો પાસે કેટલી રોટલી હતી? શિષ્યો પાસે સાત રોટલી હતી. 8:6 y5p3 ઈસુએ શિષ્યો પાસે જે રોટલી હતી તેનું શું કર્યું? ઈસુએ સ્તુતિ કરી, રોટલીઓ ભાંગી અને તેમના શિષ્યોને તે વહેંચવા માટે આપી. 8:8 ckyo લોકોએ ખાઈ લીધા પછી કેટલો ખોરાક વધ્યો? દરેક જણે ખાઈ લીધા પછી ખોરાકની સાત ટોપલીઓ વધી હતી. 8:9 h9sm કેટલા લોકોએ ખાધું અને તૃપ્ત થયા? ત્યાં લગભગ ૪૦૦૦ પુરુષો હતા જેમણે ખાધું અને તૃપ્ત થયા. 8:11 bo9w ઈસુનું પરીક્ષણ કરવા ઈસુ શું કરે તેવું ફરોશીઓ ઇચ્છતા હતા? ફરોશીઓ ઇચ્છતા હતા કે ઈસુ તેમણે સ્વર્ગમાંથી નિશાની આપે. 8:15 jt3x ફરોશીઓ સંબંધી ઈસુએ તેમના શિષ્યોને શાના વિશે ચેતવ્યા? ઈસુએ તેમના શિષ્યોને ફરોશીઓના ખમીર સંબંધી સાવચેત કર્યા. 8:16 fjm2 ઈસુ શાના વિશે વાત કરે છે તે વિષે શિષ્યોએ શું વિચાર્યું? શિષ્યોએ વિચાર્યું કે ઈસુ એ હકીકત વિશે વાત કરી રહ્યા હતા કે તેઓ રોટલી લાવવાનું ભૂલી ગયા છે. 8:19 nrwx જ્યારે ઈસુએ પાંચ રોટલી ભાંગી હતી ત્યારે શું બન્યું હતું તે વિષે ઈસુએ તેમના શિષ્યોને શું યાદ દેવડાવ્યું? ઈસુએ તેમણે યાદ દેવડાવ્યું કે જ્યારે તેમણે પાંચ રોટલી ભાંગી હતી, ૫૦૦૦ લોકો જમ્યા હતા અને તૂટેલા કકડાઓની ૧૨ ટોપલીઓ ઉઠાવવામાં આવી હતી. 8:23 lkdf આંધળા માણસને દેખતો કરવા માટે ઈસુએ પ્રથમ કઈ બે બાબતો કરી હતી? ઈસુ પ્રથમ તેની આંખોમાં થૂંકયા અને તેના પર તેમના હાથ મૂક્યા. 8:25 w8lo ઈસુએ આંધળો માણસ સંપૂર્ણપણે દેખતો થાય માટે કઈ ત્રીજી બાબત કરી? ઈસુએ ફરીવાર તેની આંખો પર હાથ મૂક્યા. 8:28 scql ઈસુ કોણ છે તે વિષે લોકો શું કહેતા હતા? લોકો કહેતા હતા કે ઈસુ બાપ્તિસ્મા કરનાર, એલિયાહ, અથવા પ્રબોધકોમાનાં એક છે. 8:29 pf6h ઈસુ કોણ છે તે વિષે પિત્તરે શું કહ્યું? પિત્તરે કહ્યું કે ઈસુ ખ્રિસ્ત છે. 8:31 ssr3 ઈસુએ તેમના શિષ્યોને ભવિષ્યના કયા બનાવ વિશે સ્પષ્ટપણે શીખવવાનું શરૂ કર્યું? ઈસુએ તેમના શિષ્યોને કહ્યું કે માણસના દીકરાએ ઘણું સહેવું, નાપસંદ થવું, માર્યા જવું, અને ત્રણ દહાડા પછી પાછા ઊઠવું પડશે. 8:33 o8md પિત્તરે ઈસુએ ઠપકો આપવાનું શરૂ કર્યું ત્યારે ઈસુએ શું કહ્યું? ઈસુએ પિત્તરને કહ્યું, “શેતાન મારી પછવાડે જા! તું ઈશ્વરની વાતો પર નહીં, પણ માણસોની વાતો પર ચિત્ત લગાડે છે.” 8:34 vqyx કોઈ પણ જે તેમની પાછળ ચાલવા માંગતો હોય તેને કરવું જ જોઈએ તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે જે કોઈ તેમની પાછળ ચાલવા માંગતો હોય તેણે પોતાનો નકાર કરવો, પોતાનો વધસ્તંભ ઊંચકવો, અને ઈસુની પાછળ ચાલવું. 8:36 eosc કોઈ વ્યક્તિની આ જગતની બાબતો મેળવવાની ઇચ્છા વિશે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું, “જો માણસ આખું જગત મેળવે અને પોતાના જીવની હાનિ પામે તો તેણે શો લાભ?” 8:38 fczm જેઓ ઈસુના લીધે અને તેમની વાતોના લીધે શરમાય છે તેમના સંબંધી ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે જ્યારે તેઓ પાછા આવશે ત્યારે તેઓ જેઓ તેમના લીધે અને તેમની વાતોના લીધે શરમાયા છે તેમના લીધે તેઓ શરમાશે. 9:1 ryud ઈસુએ કોના વિશે કહ્યું કે તેઑ ઈશ્વરનું રાજ્ય પરાક્રમ સહિત આવતું જોશે? ઈસુએ કહ્યું કે ત્યાં ઉભેલા કેટલાક પરાક્રમ સહિત આવતું ઈશ્વરનું રાજ્ય જોયા અગાઉ મૃત્યુ પામશે નહીં. 9:2-3 j5nw જ્યારે પિત્તર, યાકુબ, અને યોહાન ઈસુ સાથે ઊંચા પહાડ પર ગયા ત્યારે ઈસુને શું થયું? ઈસુનું રૂપાંતર થયું અને તેમના લૂગડાં ખૂબ જ ઉજળા થયા. 9:4 hssp ઈસુ સાથે પહાડ પર કોણ વાતો કરતું હતું? એલિયાહ અને મૂસા ઈસુ સાથે વાત કરતા હતા. 9:7 gnw6 પહાડ પર વાદળમાંથી થયેલી વાણીએ શું કહ્યું? વાણીએ કહ્યું, “આ મારો વહાલો દીકરો છે, તેનું સાંભળો.” 9:9 wh06 શિષ્યોએ પહાડ પર જે જોયું તે વિશે ઈસુએ શિષ્યોને શું આજ્ઞા આપી? ઈસુએ તેમણે આજ્ઞા આપી કે માણસનો દીકરો મુએલાંમાંથી પાછો ના ઊઠે ત્યાં સુધી, તેઓએ જે જોયું હતું તે તેઓ કોઈને કહે નહીં. 9:11-13 ct8y ઈસુએ એલિયાહના આવવા વિશે શું કહ્યું? ઈસુએ કહ્યું કે એલિયા પહેલા આવીને સર્વને સુધારે છે, અને એલિયા ક્યારનો આવી ચૂક્યો છે. 9:17-18 tzbr શિષ્યો એક પિતા અને તેના દીકરા માટે શું કરવા અશક્ત હતા? શિષ્યો તે પિતાના દીકરામાંથી એક અશુદ્ધ આત્માને કાઢવા માટે અશક્ત હતા. 9:22 ifim અશુદ્ધ આત્માએ તે છોકરાનો નાશ કરવાનો પ્રયત્ન કરવા માટે તેને શામાં ફેંક્યો હતો? અશુદ્ધ આત્માએ તે છોકરનો નાશ કરવા માટે તેને આગમાં અને પાણીમાં ફેંક્યો હતો. 9:23-24 ay7z જ્યારે ઈસુએ કહ્યું કે વિશ્વાસ કરનારને તો સર્વ અશક્ય છે ત્યારે તે છોકરાના પિતાએ કેવો પ્રતીભાવ આપ્યો? તે પિતાએ ઉત્તર આપ્યો, “હું વિશ્વાસ કરું છું! મારા અવિશ્વાસ વિશે મને મદદ કરો!” 9:28-29 uh6o તે છોકરામાં જે મૂંગો અને બહેરો આત્મા હતો તેને શિષ્યો કેમ કાઢી ના શક્યા? શિષ્યો તે આત્માને કાઢી ના શક્યા કારણકે તેને પ્રાર્થના વગર કાઢી શકાય નહીં. 9:31 uvpd ઈસુને શું થશે તે વિષે તેમણે તેમના શિષ્યોને કહ્યું? ઈસુએ તેમણે કહ્યું કે ઈસુને મારી નાંખવામાં આવશે અને ત્રણ દિવસ પછી તેઓ પાછા ઉઠશે. 9:33-34 q8mj શિષ્યો રસ્તામાં શાના વિશે વાદવિવાદ કરતા હતા? શિષ્યો વિવાદ કરતાં હતા કે તેમનામાં સૌથી મોટો કોણ? 9:35 xnwc ઈસુએ કોને પ્રથમ કહ્યો? ઈસુએ કહ્યું કે જે બધાનો સેવક છે તે પહેલો છે. 9:36-37 d095 જ્યારે કોઈ એક નાના બાળકનો ઈસુના નામમાં અંગીકાર કરે છે, ત્યારે તે કોનો પણ અંગીકાર કરે છે? જ્યારે કોઈ એક નાના બાળકનો ઈસુના નામમાં સ્વીકાર કરે છે, ત્યારે તેઓ ઈસુનો અને તેમણે મોકલનારનો પણ સ્વીકાર કરે છે. 9:42 xm92 ઈસુ પર વિશ્વાસ કરનારા નાનાઓમાનાં એકને જે કોઈ ઠોકર ખવડાવે તેના માટે વધારે સારું શું છે? તેના માટે વધારે સારું છે કે તેની કોટે ઘંટીનું પડ બંધાય અને તેને સમુદ્રમાં ફેંકાય. 9:47 qvrv તમારી આંખ જો તમને ઠોકર ખવડાવે તો તેની સાથે શું કરવાનું ઈસુએ કહ્યું? જો તમારી આંખ તમને ઠોકર ખવડાવે તો તેને કાઢી નાંખવાનું ઈસુએ કહ્યું. 9:48 l2p2 ઈસુએ શું કહ્યું કે નરકમાં શું થાય છે? ઈસુએ કહ્યું કે નરકમાં કીડો મરતો નથી, અને અગ્નિ હોલવાતો નથી. 10:2 tk8r ઈસુનું પરીક્ષણ કરવા માટે ફરોશીઓએ તેમને કયો પ્રશ્ન પૂછ્યો? ફરોશીઓએ ઈસુને પુછ્યું કે માણસ પોતાની પત્નીને મૂકી દે તે ઉચિત છે? 10:4 p0nl છૂટાછેડા વિશે મૂસાએ યહુદીઓને કઈ આજ્ઞા આપી હતી? મૂસાએ માણસને ફારગતી લખીને તેની પત્નીને મૂકી દેવાની રજા આપી હતી. 10:5 cuwg છૂટાછેડા વિશે મૂસાએ કેમ યહુદીઓને આ આજ્ઞા આપી હતી? મુસાએ યહુદીઓને તેમના હૃદયની કઠણતાને લીધે આ આજ્ઞા આપી હતી. 10:6 b18w ફરોશીઓને લગ્ન માટેની ઈશ્વરની મૂળ યોજના વિશે કહેવા માટે ઈસુએ ઇતિહાસના કયા બનાવનો સંદર્ભ આપ્યો? ઈશ્વરની લગ્ન વિષેની મૂળ યોજના વિશે કહેતી વખતે ઈસુએ શરૂઆતમાં પુરુષ અને સ્ત્રીની ઉત્પતિનો ઉલ્લેખ કર્યો. 10:7-8 lkz2 ઈસુએ શું કહ્યું કે બે વ્યક્તિઓ, પુરુષ અને તેની સ્ત્રી, જ્યારે લગ્ન કરે છે ત્યારે શું થાય છે? ઈસુએ કહ્યું કે તેઓ બંને એક દેહ થાય છે. 10:9 bxgt ઈશ્વરે જેને લગ્નમાં જોડયું તેના માટે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે ઈશ્વરે જેને જોડયું છે, તેને કોઈ માણસે જુદું ના પાડવું. 10:13-14 ftqq જેઓ બાળકોને ઈસુ પાસે લાવ્યા તેમને શિષ્યોએ ધમકાવ્યા ત્યારે ઈસુનો પ્રતિભાવ કેવો હતો? ઈસુ શિષ્યો પર ગુસ્સે થયા અને તેમને બાળકોને તેમની પાસે આવવા દેવા કહ્યું. 10:15 s8f7 ઈશ્વરના રાજયમાં પ્રવેશવા માટે તેમને કેવી રીતે સ્વીકારવું જોઈએ તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા માટે તેમને એક નાના બાળકની માફક સ્વીકારવું જોઈએ. 10:19 slbl ઈસુએ તે માણસને શું કહ્યું કે અનંત જીવનનો વારસો પામવા માટે તેણે પ્રથમ કરવાનું હતું? ઈસુએ તે માણસને કહ્યું કે તેણે ખૂન કરવું નહીં, વ્યભિચાર કરવો નહીં, ચોરી કરવી નહીં, જૂઠી સાક્ષી પૂરવી નહીં, ઠગાઇ કરવી નહીં, અને તેણે તેના બાપને અને તેની માને માન આપવું. 10:21 h1nt ત્યાર પછી ઈસુએ તે માણસને કઈ વધારાની આજ્ઞા આપી? ઈસુએ તે માણસને તેનું જે કઈ હતું તે વેચી દેવા અને ઈસુ પાછળ ચાલવાની આજ્ઞા આપી. 10:22 r5hj ઈસુએ આ માણસને આ આજ્ઞા આપી ત્યારે તે માણસે શું પ્રતિક્રિયા કરી, અને કેમ? તે માણસ ઉદાસ થયો અને ચાલ્યો ગયો, કારણકે તેની સંપત્તિ ઘણી હતી. 10:23-25 fn0b ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા માટે કોને વધારે તકલીફ હતી તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે ધનવાનોને ઈશ્વરના રાજ્યમાં જવા માટે વધારે તકલીફ હતી. 10:26-27 a2pr ધનવાન કઈ રીતે તારણ પામી શકે છે તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે માણસો માટે તે અશક્ય છે, પણ ઈશ્વર માટે સર્વ શક્ય છે. 10:29-30 ut0n જેણે ઈસુને માટે પોતાનું ઘર, કુટુંબ, અને ખેતરો મૂકી દીધા છે તેણે શું મળશે તે વિષે ઈસુએ શું કયું? ઈસુએ કહ્યું કે તેઓને આ જગતમાં તે, સતાવણી સહિત સો ગણા મળશે, અને આવનાર જગતમાં અનંત જીવન મળશે. 10:32 t4vq ઈસુ અને તેમના શિષ્યો કયા માર્ગે મુસાફરી કરી રહ્યા હતા? ઈસુ અને તેમના શિષ્યો યરૂશાલેમ જવાના માર્ગે મુસાફરી કરી રહ્યા હતા. 10:33-34 ie59 યરૂશાલેમમાં તેમની સાથે શું બનશે તે વિષે ઈસુએ તેના શિષ્યોને શું કહ્યું? ઈસુએ તેમના શિષ્યોને કહ્યું કે તેમને મરણદંડ ઠરાવશે અને તેમને વિદેશીઓને સોંપી દેવાશે. 10:35-37 mu7d યાકૂબ અને યોહાને ઈસુને કઈ વિનંતી કરી? યાકૂબ અને યોહાને ઈસુના મહિમામાં તેમના જમણા અને ડાબા હાથે બેસવાની વિનંતી કરી. 10:39 xafk ઈસુએ શું કહ્યું કે યાકૂબ અને યોહાનને સહન કરવું પડશે. ઈસુએ કહ્યું કે યાકૂબ અને યોહાન જે પ્યાલો ઈસુ પીવાના હતા તે પ્યાલો પીશે અને જે બાપ્તિસ્મા ઈસુ લેવાના હતા તે બાપ્તિસ્મા તેઓ લેશે 10:40 vd45 શું ઈસુએ યાકૂબ અને યોહાનની વિનંતી માન્ય રાખી? ના, ઈસુએ કહ્યું કે ઈસુના જમણા અને ડાબા હાથે કોઈને બેસવા દેવું તે તેમનું કામ નથી. 10:42 m3q4 વિદેશીઓ પર જેઓ રાજ્ય કરનારા છે તેઓ તેમની સાથે કેવું વર્તન કરે છે તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે વિદેશીઓ પર જેઑ રાજ્ય કરે છે તેઓ તેમના પર અધિકાર ચલાવે છે. 10:43-44 yky8 જેઓ શિષ્યોમાં મોટા થવા ચાહે છે તેમણે કેવી રીતે જીવવું જોઈએ તે વિષે ઈસુએ શું કહું? ઈસુએ કહ્યું કે જેઓ શિષ્યોમાં મોટા થવા ચાહે છે તેમણે બધાના સેવક બનવું જોઈએ. 10:48 ece0 આંધળા માણસ બાર્તિમાયે જ્યારે તેને ઘણાએ ધમકાવ્યો અને તેને ચૂપ રહેવાનુ કહ્યું ત્યારે શું કર્યું? બાર્તિમાયે વત્તી બૂમ પાડી, “ઑ દાઉદના દીકરા, મારા પર દયા કર.” 10:52 rato ઈસુએ શું કહ્યું કે બાર્તિમાયને તેના અંધાપાથી કઈ કઈ બાબતે સજપણું આપ્યું? ઈસુએ કહ્યું કે બાર્તિમાયના વિશ્વાસે તેને સાજો કર્યો. 11:2 agr2 ઈસુએ તેમના શિષ્યોમાનાં બેને તેમની સામેના ગામમાં શું કરવા માટે મોકલ્યા? ઈસુએ તેમને એક વછેરું કે જેના પર કદી કોઈ સવાર થયેલું ન હતું તે તેમની પાસે લાવવા માટે તેમને મોકલ્યા. 11:5-6 u8he જ્યારે શિષ્યોએ વછેરાને છોડયું ત્યારે શું બન્યું? અમુક લોકોએ શિષ્યોને પુછ્યું કે તેઓ શું કરે છે, તેથી તેઓએ જેમ ઈસુએ તેમને કહ્યું હતું તેમ કહ્યું, અને લોકોએ તેમને તેમના માર્ગે જવા દીધા. 11:8 cgd8 જ્યારે ઈસુએ વછેરા પર સવારી કરી ત્યારે લોકોએ રસ્તા પર શું પાથર્યું? રસ્તા પર લોકોએ પોતાના વસ્ત્રો અને તેઓએ ખેતરમાંથી જે ડાળીઓ કાપી હતી તે પાથરી. 11:10 vfq1 જ્યારે ઈસુએ યરૂશાલેમ તરફ સવારી કરી ત્યારે લોકોએ કયા રાજ્ય વિષે પોકાર કર્યો? લોકોએ પોકાર કર્યો કે તેમના પિતા દાઉદનું રાજ્ય આવી રહ્યું છે. 11:11 pj8s જ્યારે ઈસુ ભક્તિસ્થાનના વિસ્તારમાં પ્રવેશ્યા ત્યારે તેમણે શું કર્યું? ઈસુએ ચોતરફ જોયું અને પછી બહાર બેથાની તરફ ગયા. 11:14 qg7e જ્યારે ઈસુએ જેના પર ફળ ન હતા એવી અંજીરી જોઈ ત્યારે તેમણે શું કર્યું? ઈસુએ તે અંજીરીને કહ્યું, “હવેથી કોઈ તારા પરથી કદી ફળ ના ખાઓ.” 11:15-16 pbr1 આ વખતે જ્યારે ઈસુ ભક્તિસ્થાનમાં પ્રવેશ્યા ત્યારે તેમણે શું કર્યું? ઈસુએ વેચનારાઓ અને ખરીદનારાઓને કાઢી મૂક્યા અને કોઈને ભક્તિસ્થાનમાં થઈને વાસણ લઈ જવા દીધું નહીં. 11:17 dgql પવિત્ર શાસ્ત્ર પ્રમાણે ભક્તિસ્થાન કેવું હોવું જોઈએ તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે ભક્તિસ્થાન સર્વ દેશનાઓ માટે પ્રાર્થનાનું ઘર હોવું જોઈએ. 11:17 hpgp ઈસુએ શું કહ્યું કે મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓએ ભક્તિસ્થાનને શું બનાવી દીધું હતું? ઈસુએ કહ્યું કે તેમણે ભક્તિસ્થાનને લુટારાઓનું કોતર બનાવી દીધું હતું. 11:18 x7nj મુખ્ય યાજક અને શાસ્ત્રીઓએ ઈસુને શું કરવાનો પ્રયત્ન કર્યો? મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓએ ઈસુને મારી નાંખવાનો પ્રયત્ન કર્યો. 11:20 geb7 જે અંજીરી સાથે ઈસુએ વાત કરી હતી તેનું શું થયું? જે અંજીરી સાથે ઈસુએ વાત કરી હતી તે જડમૂળથી સુકાઈ ગઈ. 11:24 okwn આપણે પ્રાર્થનામાં જે સર્વ માંગીએ છીએ તેના વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે પ્રાર્થનામાં જે સર્વ આપણે માંગીએ, વિશ્વાસ રાખીએ કે તે આપણને મળ્યું છે, અને તે આપણને મળશે. 11:25 udpr જે આપણે કરવું જોઈએ કે જેથી સ્વર્ગમાનાં પિતા પણ આપણને માફ કરે તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે આપણને કોઈની વિરુદ્ધ જે કઇં હોય તે માફ કરી દેવું જોઈએ કે જેથી પિતા પણ આપણને માફ કરે. 11:27-28 y3u8 ભક્તિસ્થાનમાં, મુખ્ય યજકો, શાસ્ત્રીઓ, અને વડીલો ઈસુ પાસેથી શું જાણવા માંગતા હતા? તેઓ જાણવા માંગતા હતા કે ઈસુ જે કામો કરે છે તે કયા અધિકારથી કરે છે. 11:29-30 cdce ઈસુએ મુખ્ય યાજકોને, શાસ્ત્રીઓને, અને વડીલોને કયો પ્રશ્ન પૂછ્યો? ઈસુએ તેમણે પુછ્યું કે યોહાનનું બાપ્તિસ્મા આકાશથી હતું કે માણસોથી. 11:31 qfb1 મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ, અને વડીલો કેમ જવાબ આપવા માંગતા ન હતા કે યોહાનનું બાપ્તિસ્મા આકાશથી હતું? તેઓ આ જવાબ આપવા માંગતા નહોતા કારણકે ઈસુ તેમને પૂછે કે તો કેમ તેમણે યોહાન પર વિશ્વાસ ના કર્યો. 11:32 zg5i મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ, અને વડીલો કેમ એ જવાબ આપવા માંગતા નહોતા કે યોહાનનું બાપ્તિસ્મા માણસોથી હતું? તેઓ આ જવાબ આપવા માંગતા નહોતા કારણકે તેઓ લોકોથી બિતા હતા, જે બધા માનતા હતા કે યોહાન પ્રબોધક હતો. 12:1 k9g4 દ્રાક્ષાવાડી બનાવીને તેને ઈજારે આપ્યા પછી માલિકે શું કર્યું? દ્રાક્ષાવાડી બનાવીને તેને ઈજારે આપ્યા પછી માલિક મુસાફરીએ ચાલ્યો ગયો. 12:5 qm75 દ્રાક્ષાવાડીના ખેડૂતોએ માલિકે દ્રાક્ષાવાડીનું ફળ લેવા મોકલેલા ઘણા ચાકરોને શું કર્યું? દ્રાક્ષાવાડીના ખેડૂતોએ ઘણા ચાકરોમાના કેટલાક ને માર્યા અને કેટલાકને મારી નાંખ્યા. 12:6 p7p2 છેવટે દ્રાક્ષાવાડીના માલિકે દ્રાક્ષાવાડીના ખેડૂતો પાસે કોને મોકલ્યો? છેલ્લે માલિકે તેના વહાલા દીકરાને મોકલ્યો. 12:8 abgx માલિક દ્વારા છેલ્લે મોકલાયેલા વ્યક્તિ સાથે દ્રાક્ષાવાડીના ખેડૂતોએ શું કર્યું? દ્રાક્ષાવાડીના ખેડૂતોએ તેને પકડ્યો, મારી નાંખ્યો, અને દ્રાક્ષાવાડીની બહાર ફેંકી દીધો. 12:9 bpsj દ્રાક્ષાવાડીનો માલિક દ્રાક્ષાવાડીના ખેડૂતોને શું કરશે? દ્રાક્ષાવાડીનો માલિક આવશે અને દ્રાક્ષાવાડીના ખેડૂતોનો નાશ કરશે અને દ્રાક્ષવાડી બીજાઓને આપી દેશે. 12:10 c54c પવિત્રશાસ્ત્રમાં, ઘર બાંધનારાઓએ જે પથ્થરનો નકાર કર્યો તેનું શું થયું? ઘર બાંધનારાઓએ જે પથ્થરનો નકાર કર્યો તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો. 12:14 n5ve ફરોશીઓ અને કેટલાક હેરોદીઓએ ઈસુએ કયો પ્રશ્ન પૂછ્યો? તેમણે પુછ્યું કે કાઇસારને કર આપવો ઉચિત છે કે નહીં? 12:17 z3xo ઈસુએ કેવી રીતે આ પ્રશ્નનો જવાબ આપ્યો? ઈસુએ કહ્યું કે તેમણે જે વાનાં કાઇસારના હોય તે કાઇસારને અને જે વાના ઈશ્વરના હોય તે વાના ઈશ્વરને આપવા જોઈએ. 12:18 jy15 સાદુકીઓ શામાં માનતા નહોતા? સાદુકીઓ પુનરુત્થાનમાં માનતા ન હતા. 12:22 nmuk સાદુકીઓ દ્વારા કહેવામા આવેલી વાર્તામાં, તે સ્ત્રીને કેટલા પતિ હતા? તે સ્ત્રીને સાત પતિ હતા. 12:23 fehv સાદુકીઓએ ઈસુને તે સ્ત્રી વિષે કયો પ્રશ્ન પૂછ્યો? તેઓએ પુછ્યું કે પુનરુત્થાનમાં તે પુરુષોમાંથી તે સ્ત્રી કયા પુરુષની પત્નિ થશે. 12:24 bs3e ઈસુએ સાદુકીઓને તેમની ભૂલ માટે કયું કારણ આપ્યું? ઈસુએ કહ્યું કે સાદુકીઓ પવિત્રશાસ્ત્રને અને ઈશ્વરના સામર્થને જાણતા નથી. 12:25 ks2q તે સ્ત્રી વિષે સાદુકીઓના પ્રશ્નનો ઈસુનો જવાબ કયો હતો? ઈસુએ કહ્યું કે પુનરુત્થાનમાં પુરુષો અને સ્ત્રીઓ લગ્ન કરશે નહીં, પણ દેવદૂતો જેવા હશે. 12:26-27 ete1 ઈસુએ પવિત્ર શાસ્ત્રના વચનોથી પુનરુત્થાન છે તે કઈ રીતે બતાવ્યું? ઈસુએ મુસાના પુસ્તકોમાંથી ટાંકયું, જ્યાં ઈશ્વર કહે છે કે તે ઇબ્રાહિમ, ઇસહાક, અને યાકૂબના ઈશ્વર છે-તો તેઓ પછી હજી જીવતા હોવા જોઈએ. 12:29-30 tzeh ઈસુએ શું કહ્યું કે કઈ આજ્ઞા સૌથી વધારે મહત્વની છે? ઈસુએ કહ્યું કે પ્રભુ તારા ઈશ્વર પર તારા પૂરા હૃદયથી, જીવથી, મનથી, અને સામર્થ્યથી પ્રીતિ કરવી તે સહુથી અગત્યની આજ્ઞા છે. 12:31 mh0y ઈસુએ શુ કહ્યું કે કઈ આજ્ઞા બીજી છે? ઈસુએ કહ્યું કે પોતાના પાડોશી પર તમારી પોતાની જાત જેટલો જ પ્રેમ કરવો તે બીજી આજ્ઞા છે. 12:35-37 qo6t ઈસુએ શાસ્ત્રીઓને દાઉદ વિષે કયો પ્રશ્ન પૂછ્યો? ઈસુએ પુછ્યું કે જો ખ્રિસ્ત દાઉદનો દીકરો હોય તો દાઉદ ખ્રિસ્તને કઈ રીતે પ્રભુ કહી શકે? 12:38-40 ndcc ઈસુએ તેમના શિષ્યોને શાસ્ત્રીઓ સંબંધી શાના વિશે સાવચેત રહેવા કહ્યું? ઈસુએ કહ્યું કે શાસ્ત્રીઓ માણસોથી માન પામવા માંગે છે, પણ તેઓ વિધવાઓના ઘરો ખાઈ જાય છે અને માણસો તેમણે જુએ તે હેતુથી લાંબી લાંબી પ્રાર્થનાઓ કરે છે. 12:44 vxj4 ઈસુએ એમ કેમ કહ્યું કે તે ગરીબ વિધવાએ દાનની પેટીમાં જે લોકોએ નાંખ્યું તે સર્વ કરતાં વધારે નાંખ્યું છે? ઈસુએ કહ્યું કે તેણીએ વધારે આપ્યું છે કારણ કે તેણીએ પોતાની ગરીબીમાંથી આપ્યું જ્યારે બીજાઓએ તેમની પુષ્કળતામાંથી આપ્યું. 13:2 a889 ઈસુએ શું કહ્યું કે ભક્તિસ્થાનના અદ્ભુત પથ્થરો અને તેના બાંધકામનું શું થશે? ઈસુએ કહ્યું કે એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દેવામાં આવશે નહીં. 13:4 et3p પછી શિષ્યોએ ઈસુને કયો પ્રશ્ન પૂછ્યો? શિષ્યોએ ઈસુને પુછ્યું કે જ્યારે આ બાબતો બનશે, અને કયી નિશાનીઓ હશે. 13:5-6 znvi શિષ્યોએ શાના માટે સાવચેત રહેવું જ જોઈએ તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે તેમણે કોઈ ભૂલાવે નહીં માટે તેમણે સાવચેત રહેવું જોઈએ. 13:7-8 umt6 તે મહાદુ:ખોનો આરંભ હશે તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે લડાઇઓ, લડાઇઓની અફવાઓ, ધરતીકંપો અને દુકાળો મહાદુ:ખોનો આરંભ હશે 13:9 arqh શિષ્યોનું શું થશે તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે શિષ્યોને ન્યાયસભાને સોંપવામાં આવશે, તેમને સભાસ્થાનોમાં મારવામાં આવશે, અને શાહેદી તરીકે તેમને હાકેમો અને રાજાઓની આગળ ઊભા રાખવામા આવશે. 13:10 p9a0 શું થવું જ જોઈએ તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે સહુ પ્રથમ સર્વ પ્રજાઓને સુવાર્તા પ્રગટ થવી જોઈએ. 13:12 zlct કુટુંબના સભ્યો વચ્ચે શું થશે તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે કુટુંબનો એક સભ્ય બીજા સભ્યને મારી નંખાવા માટે સોંપી દેશે. 13:13 trz5 કોણ તારણ પામશે તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે જે કોઈ અંત સુધી ટકશે તે તરાણ પામશે. 13:14 a194 ઈસુએ શું કહ્યું કે જ્યારે તેઓ ઉજ્જડની અમંગળપણાની નિશાની જુવે ત્યારે જેઓ યહૂદીયામાં હોય તેમણે શું કરવું? ઈસુએ કહ્યું કે જ્યારે તેઓ ઉજ્જડની અમંગળપણાની નિશાની જુવે ત્યારે જેઓ યહૂદીયામાં હોય તેઓ પહાડ પર નાસી જાય. 13:20 pgpi પ્રભુ પસંદ કરેલા માટે શું કરશે, કે જેથી તેઓ તારણ પામે તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે પસંદ કરેલાઓની ખાતર વિપત્તિના દહાડા ઓછા કરવામાં આવશે. 13:22 zmok લોકોને ભૂલાવામાં નાંખવા માટે કોણ ઊભા થશે તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે જુઠા ખ્રિસ્તો અને જુઠા પ્રબોધકો લોકોને ભૂલાવામાં નાંખવા ઊભા થશે. 13:24-25 mxj5 તે દહાડાઓની વિપત્તિ પછી આકાશમાની જ્યોતિઓ અને પરાક્રમોનું શું થશે? સૂર્ય આને ચંદ્ર અંધારાશે, તારાઓ આકાશમાંથી ખરશે, આકાશમાનાં પરાક્રમો હલાવાશે. 13:26 ctur લોકો વાદળાંમાં શું જોશે? તેઓ વાદળાંમાં માણસનાં દીકરાને મહાન પરાક્રમ અને મહિમાસહિત આવતો જોશે. 13:27 kyem જ્યારે માણસનો દીકરો આવશે ત્યારે તેઓ શું કરશે? માણસનો દીકરો તેમના પસંદ કરાયેલાઓને પૃથ્વીના છેડાથી આકાશના છેડા સુધી એકઠા કરશે. 13:30 zo90 ઈસુએ શું કહ્યું કે આ બધાં પૂરા નહીં થાય ત્યાં સુધી શું ગુજરી જશે નહીં? ઈસુએ કહ્યું કે આ બધાં પૂરા ન થાય ત્યાં સુધી આ પેઢી ગુજારી જશે નહીં. 13:31 oxg8 ઈસુએ તે ક્યારેય જતું નહીં રહે તે વિષે શું કહ્યું? ઈસુએ કહ્યું કે તેમની વાતો ક્યારેય જતી નહીં રહે. 13:32 pmdn આ બધી બાબતો ક્યારે બનશે તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે પિતા સિવાય કોઈપણ આ દિવસ કે ઘડી વિષે જાણતો નથી. 13:33 mck3 જયારે સમય આવશે તે સંબંધી ઈસુએ શિષ્યોને કઈ આજ્ઞા આપી? ઈસુએ તેમના શિષ્યોને સાવચેત રહેવા, જાગતા રહેવા અને પ્રાર્થના કરવા કહ્યું. 13:35 zfgp ઈસુએ તેમના આગમન સંબંધી તેમના શિષ્યોને કઈ આજ્ઞા આપી? ઈસુએ તેમના શિષ્યોને જ્યારે તેઓ તેમના આગમનની રાહ જોતાં હોય ત્યારે સાવચેત રહેવા કહ્યું. 13:37 c6rm ઈસુએ તેમના શિષ્યોને તેમના બીજા આગમન સંબંધી કઈ આજ્ઞા આપી? ઈસુએ તેમના શિષ્યોને સાવચેત અને જાગૃત રહેવા કહ્યું. 14:1 l7mb મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ કેવી રીતે કરવું તે વિષે શું વિચાર કરતા હતા? તેઓ વિચાર કરતા હતા કે કઈ રીતે ઈસુને દગાથી પકડીને મારી નાંખવા. 14:2 ezqi મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ બેખમીર રોટલીના પર્વ દરમિયાન કેમ કઇં કરવા માંગતા નહોતા? તેઓને ચિંતા હતી કે લોકોનું હુલ્લડ થાય. 14:3 lyx4 સિમોન કોઢિયાના ઘરે એક સ્ત્રીએ ઈસુને શું કર્યું? એક સ્ત્રીએ મૂલ્યવાન અત્તરની શીશી તોડી અને તે ઈસુના માથા પર રેડ્યું. 14:5 tn7q કેટલાક તે સ્ત્રીને કેમ ઠપકો આપતા હતા? કેટલાક તે સ્ત્રીને તે અત્તર નહીં વેચીને તે નાણાં દરિદ્રીઓને ના આપવા માટે ઠપકો આપતા હતા. 14:8 rqmp તે સ્ત્રીએ તેમના માટે શું કર્યું હતું તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે તે સ્ત્રીએ તેમના શરીરને તેમના દફનનાં માટે અત્તર ચોળ્યું હતું. 14:9 s2sy સ્ત્રીએ જે કર્યું તેના માટે ઈસુએ કયું વચન આપ્યું? ઈસુએ વચન આપ્યું કે આખા જગતમાં જ્યાં કહી સુવાર્તા પ્રગટ કરશે ત્યાં આ સ્ત્રીએ જે કર્યું તે તેની યાદગીરીમાં કહેવામા આવશે. 14:10 rueu યહુદા ઈશ્કરિયોત કેમ મુખ્ય યાજકો પાસે ગયો? યહુદા ઈશ્કરિયોત મુખ્ય મુખ્ય યાજકો પાસે ગયો કે જેથી તે તેમને ઈસુને પરસ્વાધીન કરાવે. 14:12-15 glcb કઈ રીતે શિષ્યોને એ જગ્યા મળી જ્યાં તેઓ બધા પાસ્ખા ખાઈ શકે? ઈસુએ તેમને શહેરમાં જવા અને એક માણસ પાણીની ગાગર લઈને જતો હોય તેની પાછળ જવા કહ્યું, અને પછી તેને પૂછવા કહ્યું કે મહેમાનોની ઓરડી ક્યાં છે કે તેઓ તેનો પાસ્ખા ખાવા માટે ઉપયોગ કરી શકે. 14:18 kkmc જ્યારે તેઓ મેજ પાસે બેસીને ખાતા હતા ત્યારે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે શિષ્યોમાનો એક જે તેમની સાથે ખાય ખાઈ રહ્યો છે તે તેમને પરસ્વાધીન કરશે. 14:20 grhr ઈસુએ કયા શિષ્ય માટે કહ્યું કે તે તેમને પરસ્વાધીન કરશે? ઈસુએ કહ્યું કે એ શિષ્ય કે જે થાળીમાં તેમની સાથે રોટલી બોળે છે તે તેમને પરસ્વાધીન કરશે. 14:21 lk7c જે શિષ્ય ઈસુને પરસ્વાધીન કરશે તેના ભાવિ માટે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે જો તે જન્મ્યો ના હોત તો તે તેના માટે સારું થાત. 14:22 jok6 જ્યારે ઈસુ શિષ્યોને ભાંગેલી રોટલી આપતા હતા ત્યારે તેમણે શું કહ્યું? ઈસુએ કહ્યું, “આ લો, આ મારુ શરીર છે.” 14:24 apk9 જ્યારે ઈસુએ શિષ્યોને પ્યાલો આપ્યો ત્યારે તેમણે શું કહ્યું? ઈસુએ કહ્યું, “ કરારનું આ મારુ રક્ત છે, જે ઘણાને માટે વહેવડાવવામાં આવ્યું છે.” 14:25 r9so ઈસુએ શું કહ્યું કે તે ક્યારે ફરીથી દ્રાક્ષાનો રસ પીશે? ઈસુએ કહ્યું કે તે જ્યારે ઈશ્વરના રાજયમાં નવો પીશે ત્યારે તે ફરી દ્રાક્ષાનો રસ પીશે. 14:27 yns3 જૈતૂનના પહાડ પર, ઈસુએ તેના શિષ્યો વિષે કયું ભવિષ્યવચન કહ્યું? ઈસુએ ભવિષયવચન કહ્યું કે તેમના શિષ્યો તેમના લીધે ઠોકર ખાશે. 14:30 gvoq જ્યારે પિત્તરે કહ્યું કે તે ક્યારેય ઠોકર ખાશે નહીં ત્યાર પછી ઈસુએ પિત્તરને શું કહ્યું? ઈસુએ પિત્તરને કહ્યું કે મરઘો બે વાર બોલે તે અગાઉ, પિત્તર ઈસુનો ત્રણ વાર નકાર કરશે. 14:32-34 v9za ઈસુ પ્રાર્થના કરતા હતા તે દરમિયાન તેમણે તેમના શિષ્યોને શું કરવા કહ્યું? ઈસુએ તેમણે ત્યાં રહેવા અને પ્રાર્થના કરવા કહ્યું. 14:35 uvgs ઈસુએ શાના માટે પ્રાર્થના કરી? ઈસુએ પ્રાર્થના કરી કે આ ઘડી તેમનાથી દૂર જાઓ. 14:36 u792 ઈસુ પિતાને કરેલી તેમની પ્રાર્થનાના જવાબ તરીકે શું સ્વીકારવા ઇચ્છતા હતા? ઈસુ તેમના માટે પિતાની જે કઇં ઇચ્છા હોય તે સ્વીકારવા ઇચ્છતા હતા. 14:37 vaa4 ઈસુ જ્યારે ત્રણ શિષ્યો પાસે પાછા ફર્યા ત્યારે તેમણે શું જોયું? ઈસુએ ત્રણ શિષ્યોને ઊંઘતા જોયા. 14:40 tadu ઈસુ પ્રાર્થના કરતાં બીજી વાર પાછા ફર્યા ત્યારે તેમણે શું જોયું. ઈસુએ ત્રણ શિષ્યોને ઊંઘતા જોયા. 14:41 yc6c ઈસુ ત્રીજી વખત પ્રાર્થના કરતાં પાછા ફર્યા ત્યારે તેમણે શું જોયું? ઈસુએ ત્રણ શિષ્યોને ઊંઘતા જોયા. 14:44-45 xku4 યહૂદાએ સૈનિકોને કયો વ્યક્તિ ઈસુ છે તે બતાવવા કઈ નિશાની આપી હતી? યહૂદાએ ઈસુ કયો વ્યક્તિ છે તે બતાવવા માટે તેને ચુંબન કર્યું. 14:48-49 afwa તેમની ધરપકડ દરમિયાન શાસ્ત્રવચન પૂર્ણ થવા માટે શું થવું જોઈએ તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે શાસ્ત્રવચન પૂર્ણ થયું કારણકે તેઓ તેમને પકડવા માટે જાણે લૂંટારાને પકડવા આવ્યા હોય તેમ, તરવારો અને સોટા સાથે આવ્યા આવ્યા. 14:50 v5q7 જ્યારે ઈસુને પકડવામાં આવ્યા ત્યારે જેઓ તેમની સાથે હતા તેમણે શું કર્યું? જેઓ ઈસુ સાથે હતા તેઓ તેમણે મૂકી અને નાસી ગયા. 14:51-52 xj5b જ્યારે ઈસુની ધરપકડ કરવામાં આવી ત્યારે એક જુવાન માણસ જે તેમની પાછળ ચાલતો હતો તેણે શું કર્યું? તે જુવાન માણસ પોતાનું શણનું લૂગડું ત્યાં મૂકીને નાગો જ નાસી ગયો. 14:53-54 mcjr જ્યારે ઈસુને પ્રમુખ યાજક પાસે લઈ જવામાં આવ્યા ત્યારે પિત્તર ક્યાં હતો? પિત્તર સૈનિકોની વચ્ચે, અગ્નિ પાસે તાપવા, બેઠો હતો. 14:55-56 k3gb ઈસુ વિરુધ્ધ ન્યાયસભાને આપવામાં આવેલી સાક્ષીમાં ખોટું શું હતું? ઈસુ વિરુધ્ધની સાક્ષી ખોટી હતી અને મળતી ન હતી. 14:61 g1ev પ્રમુખ યાજકે ઈસુ કોણ હતા તે વિષે કયો પ્રશ્ન પૂછ્યો? પ્રમુખ યાજકે ઈસુને પ્રશ્ન પૂછ્યો કે શું તે ખ્રિસ્ત, સ્તુતિમાનના દીકરા છે. 14:62 rabu પ્રમુખ યાજકના પ્રશ્નનો ઈસુનો જવાબ શું હતો? ઈસુએ “હું છુ”, કહીને જવાબ આપ્યો. 14:64 xher ઈસુનો જવાબ સાંભળીને, શાના માટે પ્રમુખ યાજકે કહ્યું કે ઈસુ દોષિત છે? પ્રમુખ યાજકે કહ્યું કે ઈસુ દુર્ભાષણ માટે દોષિત છે. 14:65 if4h એક વ્યક્તિ જે મરણદંડને લાયક હોય તે રીતે ઈસુને દોષિત ઠરાવ્યા પછી તેમણે ઈસુને શું કર્યું? તેઓ તેમના પર થૂંકયા, તેમને મુકકીઓ મારી અને તમાચા માર્યા. 14:66-68 tjt2 જે દાસી કહ્યું કે પિત્તર ઈસુની સાથે હતો તેને પિત્તરનો જવાબ કયો હતો? પિત્તરે જવાબ આપ્યો કે તે છોકરી જે કહે છે તે તે જાણતો નથી અને સમજતો નથી. 14:71 orue જ્યારે પિત્તરને ત્રીજી વાર પૂછવામાં આવ્યું કે તે પણ ઈસુની સાથે હતો ત્યારે તેનો જવાબ શું હતો? પિત્તર સમ ખાવા લાગ્યો અને શ્રાપ આપવા લાગ્યો કે તે ઈસુને ઓળખતો નથી. 14:72 dgcn પિત્તરે ત્રીજી વખત જવાબ આપ્યા પછી શું બન્યું? પિત્તરે ત્રીજી વખત જવાબ આપ્યા પછી, મરઘો બીજી વખત બોલ્યો. 14:72 wesn જ્યારે પિત્તરે મરઘો બોલતા સાંભળ્યો ત્યારે તેણે શું કર્યું? પિત્તરે મરઘો બોલતો સાંભળ્યા પછી, તે તૂટી ગયો અને રડ્યો. 15:1 myuo વહેલી સવારે મુખ્ય યાજકોએ ઈસુ સાથે શું કર્યું? વહેલી સવારે, તેઓએ ઈસુને બાંધ્યા અને તેમણે પિલાતને સોંપ્યા. 15:5 w0fh જ્યારે મુખ્ય યાજકો ઈસુ વિરુદ્ધ ઘણા આરોપો રજૂ કરતા હતા ત્યારે પિલાતને ઈસુ સંબધી શું આશ્ચર્ય થયું? પિલાતને આશ્ચર્ય થયું કે ઈસુએ તેને કોઈ જવાબ આપ્યો નહીં. 15:6 juii પિલાત સામાન્ય રીતે પર્વ વખતે લોકો માટે શું કરતો હતો? પિલાત સામાન્ય રીતે પર્વ વખતે લોકો જેના માટે વિનંતી કરે તે કેદીને છોડી મૂકતો હતો. 15:10 c38r પિલાત કેમ લોકો માટે ઈસુને છોડી દેવા માંગતો હતો? પિલાત જાણતો હતો કે મુખ્ય યાજકોએ ઈર્ષાને લીધે ઈસુને તેને સોંપ્યા હતા. 15:11 cjv6 લોકોએ કોને છોડી મૂકવા માટે બૂમો પાડી? લોકોએ બરબ્બાસને છોડી મૂકવા માટે બૂમો પાડી. 15:12-13 v1o8 યહૂદીઓના રાજા સાથે શું થવું જોઈએ તે વિષે લોકોએ શું કહ્યું? લોકોએ કહ્યું કે યહૂદીઓના રાજાને વધસ્તંભે જડાવો જોઈએ. 15:17 hku5 સૈનિકોની ટુકડીએ ઈસુને કેવા વસ્ત્રો પહેરાવ્યા? સૈનિકોએ ઈસુને જાંબુડા રંગનો ઝભ્ભો પહેરાવ્યો અને તેમના માથા પર કાંટાનો ગૂંથેલો મુગટ મૂક્યો. 15:21 vt0v ઈસુનો વધસ્તંભ કોણે ઊંચક્યો? એક વટેમાર્ગુ, કુરેનીના સિમોનને ઈસુનો વધસ્તંભ ઊંચકવા માટે ફરજ પાડવામાં આવી. 15:22 ekh7 જ્યાં સૈનિકો ઈસુને વધસ્તંભે જડવા માટે લાવ્યા તે જગ્યાનું નામ શું હતું? તે જગ્યાનું નામ ગુલગુથા હતું, જેનો અર્થ છે ખોપરીની જગ્યા. 15:24 osm6 ઈસુના લૂગડાંનું સિપાઈઓએ શું કર્યું? સિપાઈઓએ ઈસુના લૂગડાં માટે ચિઠ્ઠીઓ નાંખી. 15:26 pb4n સૈનિકોએ ઈસુના ઉપર કેવું તહોમતનામું લખ્યું? સૈનિકોએ તહોમતનામા પર “યહૂદીઓનો રાજા” લખ્યું. 15:29-30 dh4r જેઓ પાસે થઈને જતાં હતા તેમણે ઈસુને કયો પડકાર આપ્યો? જેઓ પાસે થઈને જતા હતા તેમણે ઈસુને પોતાની જાતને બચાવવા અને વધસ્તંભ પરથી નીચે ઉતરી આવવાનો પડકાર આપ્યો. 15:31-32 o4cc ઈસુએ શું કરવું જોઈએ જેથી તેઓ વિશ્વાસ કરે તે વિષે મુખ્ય યાજકોએ શું કહ્યું? મુખ્ય યાજકોએ ઈસુને કહ્યું કે ઈસુએ વધસ્તંભ પરથી નીચે ઉતારી આવવું જોઈએ જેથી તેઓ વિશ્વાસ કરે. 15:32 wdk2 જ્યારે મુખ્ય યાજકોએ ઈસુની મશ્કરી કરી ત્યારે તેમણે ઈસુ માટે કયા નામો વાપર્યા? મુખ્ય યાજકોએ ઈસુને ખ્રિસ્ત અને ઇસ્રાએલના રાજા કહ્યા. 15:33 ppto છઠ્ઠા કલ્લાકે શું થયું? છઠ્ઠા કલ્લાકે, આખા દેશ પર અંધકાર છવાઈ રહ્યો. 15:34 t3wi નવમા કલ્લાકે ઈસુએ શું બૂમ પાડી? ઈસુએ બૂમ પાડી કે, “મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ મૂકી દીધો છે?” 15:37 x92v ઈસુએ પ્રાણ છોડતા પહેલા શું કર્યું? ઈસુએ પ્રાણ છોડતા પહેલા મોટા અવાજે બૂમ પાડી. 15:38 jdq8 જ્યારે ઈસુ મૃત્યુ પામ્યા ત્યારે ભક્તિસ્થાનમાં શું થયું? જ્યારે ઈસુ મૃત્યુ પામ્યા ત્યારે ભક્તિસ્થાનનો પડદો ઉપરથી નીચે સુધી ફાટીને તેના બે ભાગ થઈ ગયા. 15:39 tf5m જ્યારે સૂબેદારે જોયું કે ઈસુ કઈ રીતે મૃત્યુ પામ્યા હતા ત્યારે તેણે શું સાક્ષી આપી? સૂબેદારે સાક્ષી આપી કે ખરેખર આ માણસ ઈશ્વરનો દીકરો હતો. 15:42 mthb ઈસુ કયા દિવસે મરણ પામ્યા? ઈસુ વિશ્રામવાર અગાઉના દિવસે મૃત્યુ પામ્યા. 15:43-46 yusf ઈસુ મરણ પામ્યા પછી અરિમથાઈના યુસફે શું કર્યું? અરિમથાઈના યુસફે ઈસુને વધસ્તંભપરથી નીચે ઉતાર્યા, તેમણે શણના લૂગડાંમાં લપેટયા, અને એક કબરમાં મૂક્યા, કબરના મુખ પર એક પથ્થર ગબડાવ્યો. 16:1-2 l3lc સ્ત્રીઓ ક્યારે ઈસુના શરીરને સુગંધી દ્રવ્યો ચોળવા માટે ગઈ? સ્ત્રીઓ અઠવાડિયાને પહેલે દહાડે સૂર્ય ઊગતે કબર પર ગઈ. 16:4 b2oz કબરના દરવાજે મોટો પથ્થર હતો તેમ છતાં સ્ત્રીઓ કઈ રીતે કબરમાં પ્રવેશી? કોઈએ કબરના દ્વાર પરથી પથ્થર ગબડાવી દીધો હતો. 16:5 habp જ્યારે સ્ત્રીઓ કબરમાં પ્રવેશી ત્યારે તેમણે શું જોયું? સ્ત્રીઓએ સફેદ ઝભ્ભો પહેરેલા એક જુવાન માણસને જમણી બાજુ પર બેઠેલો જોયો. 16:6 nvic તે જુવાન માણસે ઈસુ વિષે શું કહ્યું? તે જુવાન માણસે કહ્યું કે ઈસુ પાછા ઉઠ્યા છે અને ત્યાં નથી. 16:7 iqwx શિષ્યો ઈસુને ક્યાં મળશે તે વિષે જુવાન માણસે શું કહ્યું? જુવાન માણસે કહ્યું કે શિષ્યો ઈસુને ગાલીલમાં મળશે. 16:9 mgj4 ઈસુ પોતાના પુનરુત્થાન પછી પ્રથમ કોને દેખાયા? ઈસુ પ્રથમ મગ્દલાની મરિયમને દેખાયા. 16:11 ge9j જ્યારે મરિયમે કહ્યું કે તેણીએ ઈસુને જીવતા જોયા છે ત્યારે શિષ્યોનો પ્રતિભાવ કેવો હતો? શિષ્યોએ વિશ્વાસ ના કર્યો. 16:13 bhrb જ્યારે બીજા બે લોકોએ તેમણે કહ્યું કે તેમણે ઈસુને જીવતા જોયા છે ત્યારે ઈસુના શિષ્યોનો પ્રતિભાવ કેવો હતો? શિષ્યોએ વિશ્વાસ કર્યો નહીં. 16:14 f1b4 જ્યારે ઈસુ શિષ્યોને દેખાયા ત્યારે ઈસુએ તેમના અવિશ્વાસ વિશે તેમને શું કહ્યું? ઈસુએ તેમના અવિશ્વાસ માટે તેમને ઠપકો આપ્યો. 16:15 zvc5 ઈસુએ તેમના શિષ્યોને કઈ આજ્ઞા આપી? ઈસુએ તેમના શિષ્યોને આખા જગતમાં જઈને સુવાર્તા પ્રચાર કરવાની આજ્ઞા આપી. 16:16 p7ix કોણ તારણ પામશે તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે જેઓ વિશ્વાસ કરે અને બાપ્તિસ્મા લે તેઓ તારણ પામશે. 16:16 u11w કોણ અપરાધી ઠરશે તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે જેઓ વિશ્વાસ નહીં કરે તેઓ અપરાધી ઠરશે. 16:17-18 l58h વિશ્વાસ કરનારાઓના હાથે કેવા ચમત્કારો થશે તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે જેઓ વિશ્વાસ કરે તેઓ ભૂતોને કાઢશે, નવી ભાષાઓમાં બોલશે, તેમને કઇં પણ પ્રાણઘાતકથી ઇજા થશે નહીં, અને તેઓ બીજાઓને સાજા કરશે. 16:19 bac6 ઈસુ તેમના શિષ્યો સાથે વાત કરી રહ્યા પછી તેમનું શું થયું? ઈસુ તેમના શિષ્યો સાથે વાત કરી રહ્યા પછી તેમને આકાશમાં લઈ લેવામાં આવ્યા અને તે ઈશ્વરના જમણે હાથે બેઠા. 16:20 wd92 પછી શિષ્યોએ શું કર્યું? શિષ્યો ત્યાંથી ગયા અને દરેક જગ્યાએ ઉપદેશ કર્યો. 16:20 f45x પછી પ્રભુએ શું કર્યું? પ્રભુએ પછી શિષ્યો સાથે કામ કર્યું અને ચમત્કારિક ચિન્હો સાથે વચનની ખાતરી કરાવી આપી.