Merge jinu-tc-create-1 into master by jinu (#10)

Co-authored-by: jinu <jinu@noreply.door43.org>
Co-committed-by: jinu <jinu@noreply.door43.org>
This commit is contained in:
jinu 2023-10-20 11:02:16 +00:00 committed by BCS_India
parent 6bbbc75194
commit fead95532f
1 changed files with 87 additions and 0 deletions

87
tq_GAL.tsv Normal file
View File

@ -0,0 +1,87 @@
Reference ID Tags Quote Occurrence Question Response
1:1 bh82 પાઉલ કેવી રીતે પ્રેરિત બન્યો? ઈસુ ખ્રિસ્ત અને ઈશ્વર પિતા દ્વારા પાઉલ, પ્રેરિત બન્યો.
1:4 q9lg ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરનારાઓને શેમાંથી મુક્ત કરવામાં આવ્યા છે? ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરનારાઓને આ વર્તમાન દુષ્ટ યુગમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
1:6 et4q ગલાતિયાની મંડળી/વિશ્વાસી સમુદાય સંબંધી પાઉલ શાનાથી આશ્ચર્યચકિત છે? પાઉલ આશ્ચર્યચકિત છે કે તેઓ આટલી ઝડપથી અલગ સુવાર્તા તરફ વળ્યા છે.
1:7 nnd7 સાચી સુવાર્તા કેટલી છે? માત્ર એક જ સાચી સુવાર્તા છે, ખ્રિસ્તની સુવાર્તા.
1:8-9 duup ખ્રિસ્તની સુવાર્તા કરતાં અલગ સુવાર્તા જાહેર કરનારને શું થવું જોઈએ તે વિષે પાઉલ શું કહે છે? પાઉલ કહે છે કે કોઈ પણ વ્યક્તિ જે કોઈ અલગ સુવાર્તા જાહેર કરે છે તે શાપિત થવો જોઈએ.
1:10 hguy ખ્રિસ્તના સેવકોએ સૌપ્રથમ કોના તરફથી માન્યતા મેળવવી જોઈએ? ખ્રિસ્તના સેવકોએ સૌપ્રથમ ઈશ્વર તરફથી માન્યતા મેળવવી જોઈએ.
1:12 etbx ખ્રિસ્તની સુવાર્તા વિષેનું જ્ઞાન પાઉલને કેવી રીતે મળ્યું? પાઉલે ખ્રિસ્તની સુવાર્તા ઈસુ ખ્રિસ્ત તરફથી સીધી જ પોતાને સાક્ષાત્કાર સ્વરૂપે પ્રાપ્ત કરી.
1:13-14 fmu8 ખ્રિસ્તની સુવાર્તાનો સાક્ષાત્કાર પ્રાપ્ત થયો તે પહેલાં પાઉલ તેના જીવનમાં શું કરી રહ્યો હતો? પાઉલ ઉત્સાહપૂર્વક યહુદી ધર્મને અનુસરતો હતો, ઈશ્વરના વિશ્વાસી સમુદાય/મંડળીને સતાવી તે તેનો નાશ કરવા પ્રયત્નશીલ હતો.
1:15 ws4e ઈશ્વરે ક્યારે પાઉલને પોતાના પ્રેરિત તરીકે પસંદ કર્યો? પાઉલને તેની માતાના ગર્ભમાંથી તેમના પ્રેરિત તરીકે પસંદ કરવામાં ઈશ્વર પ્રસન્ન હતા.
1:16 gv0o કયા હેતુ માટે ઈશ્વરે પાઉલને પોતાના પ્રેરિત તરીકે પસંદ કર્યો? ઈશ્વરે પાઉલને પોતાના પ્રેરિત તરીકે પસંદ કર્યો જેથી પાઉલ વિદેશીઓમાં ખ્રિસ્તની ઘોષણા કરે.
1:18-19 n7ls બીજા કેટલાક પ્રેરિતોને પાઉલ આખરે ક્યાં મળ્યો? અંતે, પાઉલ યરૂશાલેમ ગયો અને પ્રેરિતો કેફા અને યાકૂબને મળ્યો.
1:22-23 fxfg યહૂદિયામાંના વિશ્વાસી સમુદાયો/મંડળીઓ પાઉલ વિષે શું સાંભળતા હતા? યહૂદિયામાંના વિશ્વાસી સમુદાયો/મંડળીઓએ સાંભળ્યું હતું કે પાઉલ, જે એક સમયે મંડળીને સતાવતો હતો, તે હવે વિશ્વાસની ઘોષણા કરી રહ્યો હતો.
2:1-2 sg6l પાઉલ ૧૪ વર્ષ પછી યરૂશાલેમ ગયો ત્યારે તેણે શું કર્યું? પાઉલે વિશ્વાસી સમુદાયો/મંડળીઓના આગેવાનો સાથે એકાંતમાં વાત કરી, તેઓને તે સુવાર્તા સમજાવી જે તે પ્રગટ કરી રહ્યો હતો.
2:3 ryvx તિતસ, એક વિદેશીએ, શું કરવાની જરૂર ન હતી? તિતસને સુન્નત કરાવવાની જરૂર ન હતી.
2:4 n7kn જૂઠા ભાઈઓ શું કરવા ઈચ્છતા હતા? જૂઠા ભાઈઓ પાઉલ અને તેના સાથીઓને નિયમશાસ્ત્રના ગુલામ બનાવવા ઈચ્છતા હતા.
2:6 l735 શું યરૂશાલેમના ચર્ચના આગેવાનોએ પાઉલનો સંદેશ બદલ્યો હતો? ના, તેઓએ પાઉલના સંદેશામાં કંઈ ઉમેર્યું નહોતું.
2:7-8 gi1g સુવાર્તા જાહેર કરવા માટે મુખ્યત્વે પાઉલને કોની પાસે મોકલવામાં આવ્યો હતો? પાઉલને સુવાર્તાની ઘોષણા કરવા માટે મુખ્યત્વે બિનસુન્નતીઓ, વિદેશીઓ પાસે મોકલવામાં આવ્યો હતો.
2:7-8 u2cc સુવાર્તાની ઘોષણા કરવા માટે પિતરને મુખ્યત્વે કોની તરફ મોકલવામાં આવ્યો હતો? પિતરને મુખ્યત્વે સુન્નતીઓ, યહૂદીઓને સુવાર્તાની ઘોષણા કરવા માટે મોકલવામાં આવ્યો હતો.
2:9 bx0g યરૂશાલેમના આગેવાનોએ કઈ રીતે પાઉલના સેવાકાર્યને મંજૂરી આપી? યરૂશાલેમના આગેવાનોએ પાઉલ અને બાર્નાબાસને તેમની સંમતિ દર્શાવવા માટે સંગતનો જમણો હાથ આપ્યો.
2:11-12 gfg5 જ્યારે પિતર અંત્યોખ આવ્યો ત્યારે તેણે કઈ ભૂલ કરી? પીતરે બિનયહૂદીઓ સાથે ખાવાનું બંધ કર્યું, કારણ કે તે સુન્નત કરાયેલા પુરુષોથી ડરતો હતો.
2:14 q11q પાઉલે કેફાને બધાની સામે શું પૂછ્યું? પાઉલે કેફાને પૂછ્યું કે જ્યારે કેફા બિનયહૂદીઓની જેમ જીવતો હતો ત્યારે તે વિદેશીઓને યહૂદીઓની જેમ જીવવા માટે કેવી રીતે દબાણ કરી શકે.
2:16 zqqn પાઉલે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ શાનાથી ન્યાયી ઠરતો નથી? પાઉલે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ નિયમશાસ્ત્રના કાર્યોથી ન્યાયી ઠરતો નથી.
2:16 h9tg ઈશ્વર સમક્ષ વ્યક્તિ કેવી રીતે ન્યાયી ઠરે છે? ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસ દ્વારા વ્યક્તિ ઈશ્વર સમક્ષ ન્યાયી ઠરે છે.
2:18 eljf જો કોઈ વ્યક્તિ ખ્રિસ્તમાં વિશ્વાસ કર્યા પછી નિયમશાસ્ત્રનું પાલન કરવાનો પ્રયાસ કરવા પાછો ફરે છે, તો તે ખરેખર શું બન્યો છે? તે વિષે પાઉલ શું કહે છે પાઉલ કહે છે કે તે પોતાની જાતને વાસ્તવમાં નિયમશાસ્ત્ર તોડનાર તરીકે દર્શાવે છે.
2:20 c7ji પાઉલે કહ્યું કે હવે તેનામાં કોણ રહે છે? પાઉલે કહ્યું કે હવે તેનામાં ખ્રિસ્ત રહે છે.
2:20 stq0 ઈશ્વરના દીકરાએ તેના માટે શું કર્યું, તે વિષે પાઉલ શું કહે છે? પાઉલ કહે છે કે ઈશ્વરના પુત્રએ તેને પ્રેમ કર્યો અને પાઉલને માટે પોતાને અર્પણ કર્યો.
3:6 n5o2 ઇબ્રાહિમને ઈશ્વર સમક્ષ કઈ રીતે ન્યાયી ગણવામાં આવ્યો હતો? ઇબ્રાહિમેં ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને તે તેને લેખે ન્યાયીપણા તરીકે ગણવામાં આવ્યો હતો.
3:7 ihwt ઇબ્રાહિમના પુત્રો કોણ છે? જેઓ ઈશ્વરમાં વિશ્વાસ કરે છે તેઓ ઇબ્રાહિમના સંતાનો છે.
3:8 ibj7 શાસ્ત્રએ અગાઉથી જોયું કે વિદેશીઓને કઈ રીતે ન્યાયી ઠેરવવામાં આવશે? શાસ્ત્રએ અગાઉથી જોયું કે વિદેશીઓ વિશ્વાસ દ્વારા ન્યાયી ઠરશે.
3:10 t6yk જેઓ ન્યાયી થવા માટે નિયમશાસ્ત્રના કાર્યો પર આધાર રાખે છે તેઓ શેના હેઠળ છે? જેઓ ન્યાયી થવા માટે નિયમશાસ્ત્રના કાર્યો પર આધાર રાખે છે તેઓ શાપ હેઠળ છે.
3:11 wofi નિયમશાસ્ત્રના કાર્યો દ્વારા ઈશ્વર દ્વારા કેટલા લોકોને ન્યાયી ઠેરવવામાં આવ્યા છે? નિયમશાસ્ત્રના કાર્યો દ્વારા કોઈને ન્યાયી ઠેરવવામાં આવ્યા નથી.
3:14 ks37 શા માટે ખ્રિસ્તે આપણા માટે શાપ બનીને આપણો ઉધ્ધાર કર્યો? ખ્રિસ્તે આપણા માટે શ્રાપ બનીને આપણને છોડાવ્યા જેથી ઇબ્રાહિમ પરનો આશીર્વાદ બિનયહૂદીઓ પર આવે.
3:16 kljb ઇબ્રાહિમને આપેલા વચનમાં જે "વંશજ" વિષે વાત કરવામાં આવી હતી તે કોણ હતું? ઇબ્રાહિમને આપેલા વચનમાં જે "વંશજ" વિષે વાત કરવામાં આવી હતી તે ખ્રિસ્ત હતા.
3:17 rkbr શું ઇબ્રાહિમના ૪૩૦ વર્ષ પછી યહૂદી નિયમશાસ્ત્ર આવવાથી ઈશ્વરે ઇબ્રાહિમને આપેલું વચન રદબાતલ કર્યું? ના, નિયમશાસ્ત્રએ ઇબ્રાહિમને આપેલું વચન રદબાતલ કર્યું નથી.
3:19 r3x5 તો પછી નિયમશાસ્ત્ર શા માટે હતું? ઇબ્રાહિમના વંશજ આવ્યા ત્યાં સુધી નિયમશાસ્ત્ર ઉલ્લંઘનને કારણે આવ્યું.
3:22 jvvr શાસ્ત્રમાંના નિયમશાસ્ત્રએ દરેકને શેના હેઠળ કેદ કર્યા? શાસ્ત્રમાંનું નિયમશાસ્ત્ર દરેકને પાપ હેઠળ કેદ કરે છે.
3:23-26 vaww આપણે નિયમશાસ્ત્રની કેદમાંથી મુક્ત કેવી રીતે થયા? આપણે ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસ દ્વારા નિયમશાસ્ત્રની કેદમાંથી મુક્ત થયા છીએ.
3:27 dti9 ખ્રિસ્તમાં કોને વસ્ત્ર પહેરાવામાં આવ્યું છે? જેમણે ખ્રિસ્તમાં બાપ્તિસ્મા લીધું છે તે બધાને ખ્રિસ્તમાં વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે.
3:28 bp4h કેવા પ્રકારની વિભિન્ન વ્યક્તિઓને ખ્રિસ્ત ઈસુમાં એક કરવામાં આવે છે? યહૂદીઓ, ગ્રીક, ગુલામો, સ્વતંત્ર, પુરુષ અને સ્ત્રી, બધાને ખ્રિસ્ત ઈસુમાં એક કરવામાં આવ્યા છે.
4:1-2 kml9 મિલ્કતનો વારસદાર જ્યારે બાળક હોય ત્યારે તે કેવી રીતે જીવે છે? વારસદાર તેના પિતા દ્વારા નિર્ધારિત સમય સુધી વાલીઓ અને ટ્રસ્ટીઓ હેઠળ ગુલામની જેમ જીવે છે.
4:4-5 gsoo ઈતિહાસમાં ઈશ્વરે યોગ્ય સમયે શું કર્યું? યોગ્ય સમયે, ઈશ્વરે તેમના પુત્રને નિયમશાસ્ત્ર હેઠળના લોકોને છોડાવવા માટે મોકલ્યા.
4:5 aa5k જેઓ નિયમશાસ્ત્રને આધીન હતા તેઓને ઈશ્વર પોતાના કુટુંબમાં કેવી રીતે લાવ્યા? ઈશ્વરે નિયમશાસ્ત્ર હેઠળના બાળકોને પુત્ર તરીકે દત્તક લીધા.
4:6 ge9i ઈશ્વર તેમના બાળકોના હૃદયમાં શું મોકલે છે? ઈશ્વર તેમના પુત્રના આત્માને તેમના બાળકોના હૃદયમાં મોકલે છે.
4:8 lmva આપણે ઈશ્વરને ઓળખીએ તે પહેલાં આપણે કોના ગુલામ છીએ? આપણે ઈશ્વરને ઓળખીએ તે પહેલાં, આપણે એવા આત્માઓના ગુલામ છીએ જે જગત પર રાજ કરે છે, જેઓ બિલકુલ દેવતાઓ છે જ નહિ.
4:9 et22 પાઉલ મૂંઝવણમાં હતો કે ગલાતીઓ શાની તરફ પાઉલ મૂંઝવણમાં હતો કે ફરી રહ્યા હતા? પાઉલ મૂંઝવણમાં હતો કે ગલાતીઓ ફરીથી જગતના શાસક આત્માઓ તરફ પાછા ફરી રહ્યા હતા.
4:9-11 dcls જ્યારે તે ગલાતીઓને પાછા ફરતા જુએ છે, ત્યારે પાઉલ તેઓ માટે શાનો ડર અનુભવે છે? પાઉલને ડર છે કે ગલાતીઓ ફરીથી ગુલામ બની જશે, અને તેણે તેમના પર વ્યર્થ મહેનત કરી છે.
4:13 grkg પાઉલ ગલાતીઓ પાસે પહેલી વાર આવ્યો ત્યારે, તેને કઈ સમસ્યા હતી?When Paul first came to the Galatians, what problem did he have? જ્યારે પાઉલ ગલાતીઓ પાસે પ્રથમ વખત આવ્યો ત્યારે તેને શારીરિક બીમારી હતી.
4:14 v4yn પાઉલની સમસ્યા હોવા છતાં, ગલાતીઓએ તેને કેવી રીતે સ્વીકાર્યો હતો? પાઉલની સમસ્યા હોવા છતાં, ગલાતીઓએ પાઉલને ઈશ્વરના દેવદૂત તરીકે, ખ્રિસ્ત ઈસુ તરીકે સ્વીકાર્યો.
4:17 d3xb ગલાતિયામાંના ખોટા શિક્ષકો કોને અલગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે? ખોટા શિક્ષકો ગલાતીઓને પાઉલથી અલગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
4:20-21 s4s2 ખોટા શિક્ષકો ગલાતીઓને શેના હેઠળ મૂકવાનો પ્રયાસ કરી રહ્યા છે? ખોટા શિક્ષકો ગલાતીઓને નિયમશાસ્ત્ર હેઠળ પાછા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
4:22 tswh કઈ બે પ્રકારની સ્ત્રીઓમાંથી ઇબ્રાહિમને બે પુત્રો થયા? ઇબ્રાહિમને બે પુત્રો હતા, એક ગુલામ સ્ત્રીથી અને બીજો સ્વતંત્ર સ્ત્રીથી.
4:26 wwsm પાઉલ અને વિશ્વાસી ગલાતીઓની સાંકેતિક માતા કોણ છે? ઉપરના ભાગનું યરૂશાલેમ, મુક્ત સ્ત્રી પાઉલ અને વિશ્વાસી ગલાતીઓની પ્રતીકાત્મક માતા છે.
4:28 gz32 શું ખ્રિસ્તમાં વિશ્વાસ કરનારાઓ દેહના બાળકો છે કે વચનના બાળકો છે? ખ્રિસ્તમાં વિશ્વાસ કરનારાઓ વચનના બાળકો છે.
4:29 jmva વચનના બાળકોને કોણ સતાવે છે? દેહના બાળકો વચનના બાળકોને સતાવે છે.
4:30 sdh3 ગુલામ સ્ત્રીના બાળકોને શું વારસામાં નથી મળતું? ગુલામ સ્ત્રીના બાળકો સ્વતંત્ર સ્ત્રીના બાળકો સાથે વારસો મેળવતા નથી.
4:31 r7te શું ખ્રિસ્તમાં વિશ્વાસ કરનારાઓ ગુલામ સ્ત્રીના બાળકો છે કે સ્વતંત્ર સ્ત્રીના બાળકો? ખ્રિસ્તમાં વિશ્વાસીઓ મુક્ત સ્ત્રીના બાળકો છે.
5:1 rtss ખ્રિસ્તે આપણને કયા હેતુ માટે મુક્ત કર્યા છે? સ્વતંત્રતા માટે ખ્રિસ્તે આપણને મુક્ત કર્યા છે.
5:2 ow5t પાઉલે ગલાતીઓને શું ચેતવણી આપી જો તેઓ સુન્નત કરાવે તો? પાઉલે કહ્યું કે જો ગલાતીઓની સુન્નત થઈ જશે, તો ખ્રિસ્ત તેમને કોઈ રીતે લાભ કરશે નહિ.
5:4 unjp પાઉલે ચેતવણી આપી હતી કે નિયમશાસ્ત્રનું પાલન કરીને ન્યાયી ઠરવા માંગતા સઘળા ગલાતીઓનું શું થશે? પાઉલે ચેતવણી આપી હતી કે બધા ગલાતીઓ જેઓ નિયમશાસ્ત્રનું પાલન કરીને ન્યાયી ઠરવાનો પ્રયત્ન કરશે તેઓ ખ્રિસ્તથી દૂર થઈ જશે અને કૃપાથી દૂર થઈ જશે.
5:6 izs9 સુન્નત અને બેસુન્નતના વિરોધમાં, ખ્રિસ્ત ઈસુમાં ફક્ત એક જ બાબતનો અર્થ શું છે જે અર્થપૂર્ણ છે? ખ્રિસ્ત ઈસુમાં, પ્રેમ દ્વારા કાર્યરત એકમાત્ર વિશ્વાસનો અર્થ સર્વસ્વ મહત્વતા ધરાવે છે.
5:10 z2kn ગલાતીઓને સુવાર્તા વિષે મૂંઝવણમાં મૂકનાર વ્યક્તિ વિષે પાઉલને શું વિશ્વાસ છે? પાઉલને વિશ્વાસ છે કે જેણે ગલાતીઓને સુવાર્તા વિષે મૂંઝવણમાં મૂક્યા છે તેણે ઈશ્વરના ન્યાયાસનને સહન કરવું પડશે.
5:11 v9ve પાઉલ કહે છે કે સુન્નત જાહેર કરવાથી શું થાય છે? પાઉલ કહે છે કે સુન્નતની ઘોષણા કરવામાં, વધસ્તંભની ઠોકરનો નાશ થશે.
5:13 wgj2 કેવી રીતે વિશ્વાસીઓએ ખ્રિસ્તમાં તેમની સ્વતંત્રતાનો ઉપયોગ ન કરવો જોઈએ? વિશ્વાસીઓએ ખ્રિસ્તમાં તેમની સ્વતંત્રતાનો ઉપયોગ દેહની તક તરીકે ન કરવો જોઈએ.
5:13 hglc વિશ્વાસીઓએ ખ્રિસ્તમાં તેમની સ્વતંત્રતાનો ઉપયોગ કેવી રીતે કરવો? વિશ્વાસીઓએ પ્રેમમાં એકબીજાની સેવા કરવા ખ્રિસ્તમાં તેમની સ્વતંત્રતાનો ઉપયોગ કરવો જોઈએ.
5:14 dwbj આખું નિયમશાસ્ત્ર કઈ એક આજ્ઞામાં પરિપૂર્ણ થાય છે? આખું નિયમશાસ્ત્ર એક આજ્ઞામાં પરિપૂર્ણ થાય છે, "તારે તારા પડોશીને તારી જેમ પ્રેમ કરવો જોઈએ".
5:16 ympc વિશ્વાસીઓ કેવી રીતે દેહની વાસનાને પરિપૂર્ણ ના કરવી? વિશ્વાસીઓ આત્મા દ્વારા જીવી શકે છે, અને આમ, દેહની વાસનાને પરિપૂર્ણ ના કરે.
5:17 a5pf વિશ્વાસીની અંદર કઈ બે બાબતો એકબીજાના વિરોધમાં છે? વિશ્વાસીની અંદર આત્મા અને દેહ એકબીજાના વિરોધી છે.
5:20-21 cztb દેહના કાર્યોના ત્રણ ઉદાહરણો શું છે? દેહના કાર્યોના ત્રણ ઉદાહરણો નીચેની સૂચિમાંથી કોઈપણ ત્રણ છે: જાતીય અનૈતિકતા, અશુદ્ધતા, લંપટતા, મૂર્તિપૂજા, જાદુટોણા, દુશ્મનાવટ, ઝઘડો, ઈર્ષ્યા, ગુસ્સાનો વિસ્ફોટ, દુશ્મનાવટ, મતભેદ, સાંપ્રદાયિક વિભાજન, ઈર્ષ્યા, દારૂડિયાપણું અને નશામાં રમખાણો.
5:21 ubwn જેઓ દેહના કામો કર્યા કરે છે તેઓને શું નહિ મળે? જેઓ દેહના કાર્યો કરે છે તેઓ ઈશ્વરના રાજ્યનો વારસો પામશે નહિ.
5:22-23 k16e આત્માનું ફળ શું છે? આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, ધીરજ, દયા, ભલાઈ, વિશ્વાસ, નમ્રતા અને આત્મસંયમ છે.
5:24 q615 જેઓ ખ્રિસ્ત ઈસુના છે તેઓએ દેહ અને તેની વાસનાઓનું શું કર્યું છે? જેઓ ખ્રિસ્ત ઈસુના છે તેઓએ દેહ અને તેની વાસનાઓને વધસ્તંભે જડ્યા છે.
6:1 rthj જો કોઈ માણસ કોઈ અપરાધમાં પકડાઈ જાય તો જેઓ આત્મિક છે તેઓએ શું કરવું જોઈએ? જેઓ આત્મિક છે તેઓએ તે માણસને નમ્રતાની ભાવનામાં પુનઃસ્થાપિત કરવો જોઈએ.
6:1 xaix જેઓ આત્મિક છે તેઓએ કયા જોખમથી સાવધ રહેવું જોઈએ? જેઓ આત્મિક છે તેઓએ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ પણ પરીક્ષણમાં ન આવે.
6:2 c0kl વિશ્વાસીઓ ખ્રિસ્તના નિયમને કેવી રીતે પરિપૂર્ણ કરે છે? વિશ્વાસીઓ એકબીજાનો બોજો વહન કરીને ખ્રિસ્તના નિયમને પરિપૂર્ણ કરે છે.
6:4 uy96 કોઈ વ્યક્તિને પોતાના કામ વિષે ગર્વ કરવા જેવું કંઈક કેવી રીતે હોઈ શકે? વ્યક્તિ પોતાની જાતને બીજા કોઈની સાથે સરખાવ્યા વિના, પોતાના કામની તપાસ કરીને ગર્વ કરવા જેવું કંઈક ધરાવી શકે છે.
6:6 vqa1 જેને વચન શીખવવામાં આવે છે તેણે તેના શિક્ષક સાથે શું કરવું જોઈએ? જેને વચન શીખવવામાં આવે છે તેણે તેના શિક્ષક સાથે બધી સારી બાબતો વહેંચવી જોઈએ.
6:7 z414 માણસ આત્મિક રીતે જે કંઈ રોપશે તેનું શું થાય છે? માણસ આત્મિક રીતે જે પણ રોપશે તે લણશે.
6:8 onr9 પોતાના દેહ માટે રોપનાર માણસ શું લણશે? જે માણસ પોતાના દેહ માટે વાવેતર કરે છે તે તેના દેહમાંથી વિનાશની લણણી કરે છે.
6:8 q4vy આત્મા માટે રોપનાર માણસ શાની લણણી કરશે? આત્મામાંથી એક માણસ જે આત્માને વાવે છે તે શાશ્વત જીવનની લણણી કરે છે.
6:9 sx5e જો કોઈ વિશ્વાસી હાર ન માને અને સારું કરવાનું ચાલુ રાખે, તો તેને શું પ્રાપ્ત થશે? જે વિશ્વાસી સારું કરવાનું ચાલુ રાખે છે તે પાક લણશે.
6:10 kigw વિશ્વાસીઓએ ખાસ કરીને કોનું સારું કરવું જોઈએ? વિશ્વાસીઓએ ખાસ કરીને વિશ્વાસના ઘરના લોકોનું સારું કરવું જોઈએ.
6:12 tst8 જેઓ વિશ્વાસીઓને સુન્નત કરાવવાની ફરજ પાડવા માગે છે તેમની પ્રેરણા શું છે? જેઓ વિશ્વાસીઓને સુન્નત કરાવવાની ફરજ પાડવા માંગે છે તેઓ ખ્રિસ્તના વધસ્તંભ માટે સતાવણી સહન કરવા માંગતા નથી.
6:14 tx9g પાઉલે શું કહ્યું કે તેને ગર્વ હતો? પાઉલે કહ્યું કે તેને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ પર ગર્વ છે.
6:15 xubf સુન્નત અથવા બેસુન્નતને બદલે, શું મહત્વનું છે? જે મહત્વનું છે તે નવી ઉત્પત્તિ છે.
6:16 d3zg પાઉલ કોના પર શાંતિ અને દયા ઈચ્છે છે? પાઉલ જેઓ નવી ઉત્પત્તિના નિયમ પ્રમાણે જીવે છે અને ઈશ્વરના ઈઝરાયલ પર શાંતિ અને દયાની ઈચ્છા રાખે છે.
6:17 veyw પાઉલ તેના શરીર પર શું વહન કરે છે? પાઉલ તેના શરીર પર ઈસુના ચિહ્નોની નિશાનીઓને વહન કરે છે.
Can't render this file because it contains an unexpected character in line 34 and column 87.