initial upload

This commit is contained in:
Larry Versaw 2017-11-21 09:16:29 -07:00
parent 05afcde29e
commit 5c5f8166a3
600 changed files with 3876 additions and 1 deletions

View File

@ -1,4 +1,4 @@
# gu_obs-tn
Gujarati OBS translation notes for publishing as source text. Content converted from https://git.door43.org/BCS-OBS/gu_tn_obs and information from
Translation notes for Gujarati OBS. Content from https://git.door43.org/BCS-OBS/gu_tn_obs with information from
https://git.door43.org/Door43/SourceTextRequestForm/issues/41

15
content/01/01.md Normal file
View File

@ -0,0 +1,15 @@
# આરંભ
એટલે કે, "દરેક વસ્તુઓનો આરંભ," દેવ સિવાય કોઈપણ વસ્તુ અસ્તિત્વમાં આવી એ પહેલા.
# રચ્યું/ઘડ્યું
કશું પણ ન હતું એમાંથી સર્જવામાં આવ્યું હોય એવા ભાવ રૂપે આ અહિં વપરાયું છે.
# સૃષ્ટિ
આમાં એ બધાનો સમાવેશ થાય છે, જે દ્રશ્ય અને અદ્રશ્ય હોય એવું દરેક જે દેવે પૃથ્વી અને આકાશમાં રચ્યુ હતું.
# અંધારું
ત્યારે સંપુર્ણ અંધકાર હતો. ત્યારે બિલકુલ પ્રકાશ જ ન હતો, કેમ કે દેવે ત્યારે પ્રકાશ ઉત્પન્ન કર્યો ન હતો.
# ખાલી
દેવે ત્યારે કશું પણ રચ્યું ન હતું સિવાય પાણીથી ઢંકાયેલી વેરાન ભૂમિ.
# કશું પણ સર્જવામાં આવ્યું ન હતું
ત્યારે કોઈ પણ મહત્વની રચના ન હતી, ફક્ત જળ દરેક બાબત પર છવાયેલું હતું.
# દેવનો આત્મા
દેવનો આત્મા, મોટે ભાગે પવિત્ર આત્મા તરીકે ઓળખાય છે, એ આરંભમાં હયાત હતા, જે એમણે બધું સર્જવાની યોજનાને લઈને પૃથ્વી ઉપર અહીં તહીં સ્વતંત્ર રીતે ફરતા હતા.

11
content/01/02.md Normal file
View File

@ -0,0 +1,11 @@
# દેવે કહ્યું
દેવે અજવાળાની રચના ફક્ત સામાન્ય મૌખિક આદેશ દ્વારા કરી હતી.
# થઈ જાઓ
આ એ આદેશ છે જે તરત જ અમલ કરે છે કેમ કે એ દેવ દ્વારા ઉચ્ચારાયેલો હતો. આને આવી રીતે ભાષાંતર કરવું વધુ સ્વાભાવિક કહેવાશે કે ચોક્કસતાનો આ આદેશ જે ખરેખર (કહ્યું એ જ) કરશે. ઉદાહરણ તરીકે, તમે એને આવી રીતે અનુવાદ કરી શકો છો, "દેવે કહ્યું, 'ત્યાં અજવાળું થશે."
# અજવાળું
આ ખાસ અજવાળું છે જે દેવે રચ્યું છે, "સુર્ય રચાયો ન હતો ત્યાર પછી સુધી.
# સારું હતું
આ વાક્ય સર્જનની વાર્તા દરમ્યાન વારંવાર વપરાયો છે, અને ખાસ ભાર આપે છે કે સર્જનના દરેક પગથીયા દેવને આનંદદાયક અને એમની યોજના અને હેતુને પૂર્ણ કરનાર હતા.
# સર્જન
આ શબ્દ અહિં છ દિવસનો સમયગાળો જે દરમ્યાન દેવે અત્યારે અસ્તિત્વ ધરાવે છે એ દરેક બાબતનું સર્જન કર્યું એ માટે વપરાયો છે

9
content/01/03.md Normal file
View File

@ -0,0 +1,9 @@
# બીજો દિવસ
દેવનું સર્જનનું કાર્ય શિસ્તબધ્ધ, હિતુસભર અને ક્રમિક હતું. દરેક દિવસે એમણે જે બાબતનું સર્જન કર્યું હતું એ પાછલા દિવસના સર્જન અને કાર્યો પર આધારિત હતું.
# દેવ બોલ્યા
દેવે આકાશનું સર્જન આદેશ આપીને કર્યું હતું.
# રચ્યું
દેવે આકાશની રચના શુન્યમાંથી કરી.
# આકાશ
આ શબ્દ પૃથ્વીની ઉપરના અવકાશનો ઉલ્લેખ કરે છે, જેમાં આપણે લઈએ છીએ એ હવાનો શ્વાસ અને આકાશનો સમાવેશ છે.

9
content/01/04.md Normal file
View File

@ -0,0 +1,9 @@
# ત્રીજો દિવસ
ક્રમિક દિવસોમાંના પછીના દિવસ, જેમાં દેવે જીવન જીવવા લાયક ભૂમિનું સર્જન કર્યું.
# દેવ બોલ્યા
દેવે આદેશ આપીને સુકી ભૂમિનું સર્જન કર્યું.
# પૃથ્વી
આ શબ્દ ધુળ અથવા માટી, જેનાથી આ કોરી ભૂમિ સર્જવામાં આવી છે એનો ઉલ્લેખ કરવા માટે વપરાયો છે. [01-01](../01/01.md) "પૃથ્વી" શબ્દમાં એ સંપુર્ણ જગત જેમાં મનુષ્યો જીવે છે એનો ઉલ્લેખ કરાયો છે.
# રચના કરી
અહીં આ શબ્દ, શુન્યમાંથી જે સર્જાયું એનો ઉલ્લેખ કરે છે.

11
content/01/05.md Normal file
View File

@ -0,0 +1,11 @@
# દેવે કહ્યું
દેવે દરેક વનસ્પતિની રચના આદેશ આપીને કરી.
# ભૂમિ ઉત્પન્ન કરો
આ એ આદેશ છે જે તરત જ અમલમાં મુકાઈ ગયો કેમ કે દેવે ઉચ્ચાર્યો હતો.
# દરેક પ્રકારના
અસંખ્ય જાતિના, અથવા પ્રકારના, છોડવાઓ અથવા વૃક્ષો.
# સર્જન કર્યું
અહીં આ શબ્દ શુન્યમાંથી કંઇક સર્જવા માટે વપરાયો છે.
# સારું હતું
આ વાક્ય સર્જનની વાર્તા દરમ્યાન વારંવાર વપરાયો છે, અને ખાસ ભાર આપે છે કે સર્જનના દરેક તબક્કા દેવને આનંદદાયક અને એમની યોજના અને ઈચ્છાને પુરી કરનાર હતા.

11
content/01/06.md Normal file
View File

@ -0,0 +1,11 @@
# ચોથો દિવસ
દેવે સર્જેલા ક્રમિક દિવસોની હારમાળામાં આગળના દિવસે.
# દેવ બોલ્યા
દેવે આદેશ આપીને સૂર્ય, ચંદ્ર અને તારાઓનું સર્જન કર્યું.
# પ્રકાશ
આકાશમાં ચમકતાપદાર્થો હવે પૃથ્વીને અજવાળું આપે છે.
# દિવસ અને રાત્રિ, ઋતુઓ અને વર્ષો
દેવે અલગ અલગ પ્રકારની જ્યોતિઓ રચી જે સમયના દરેક, નાનાથી લઈને મોટા ભાગને દર્શાવે, અને સમયના અંત સુધી એ વારંવાર ફરી
# સર્જન કર્યું
આ શબ્દ અહીં શુન્યમાંથી કશુંક સર્જવા માટે વપરાયો છે.

13
content/01/07.md Normal file
View File

@ -0,0 +1,13 @@
# પાંચમો દિવસ
દેવ એમના ક્રમિક સર્જનની હારમાળા જે એમણે પાછલા ચાર દિવસથી શરૂ કરી હતી એને ચાલુ રાખે છે.
# દેવ બોલ્યા
દેવે પક્ષી અને જળના જીવોનું સર્જન ઉચ્ચારેલા આદેશ દ્વારા કર્યું હતું.
# દરેક જે તરે છે
દેવે ફક્ત માછલાંઓ જ નહિ, પરંતુ દરેક પ્રકારના સજીવ વસ્તુ જે પાણીમાં જીવે છે તેમનું સર્જન કર્યું હતું. દરેક અસ્તિત્વ ધરાવે છે કેમ કે દેવે એનું સર્જન કરવાનું પસંદ કર્યું હતું.
# દરેક પક્ષીઓ
દેવે ફક્ત એક જ પ્રકારના પક્ષીઓનું સર્જન કર્યું ન હતું, પરંતુ દરેક અદભુત પ્રકારના, આકારના, રંગના અને જાતિના પક્ષીઓ.
# એ સારું હતું
આ વાક્ય આખી રચનાની પ્રક્રિયા દરમ્યાન, દરેક પગથિયું દેવની ડાહપણ ભરેલી યોજના અને હેતુ મુજબ થઈ રહ્યુ હતું એ દર્શાવવા વપરાયું છે.
# તેઓને આશીર્વાદ આપ્યા
દેવ એમની ઈચ્છા બોલી રહ્યા છે કે જે જગતમાં તેઓને મુક્યાં છે તેમાં તેઓ સમૃધ્ધ બને અને દરેક બાબતો તેઓ માટે સારી બની રહે.

17
content/01/08.md Normal file
View File

@ -0,0 +1,17 @@
# છઠ્ઠો દિવસ
વણથંભ્યા, ક્રમિક હારમાળા પ્રમાણેના દિવસો અને સર્જનના કાર્યમાંનો આગળનો કાર્યક્રમ.
# દેવે કહ્યું
દેવ દ્વારા ઉચ્ચારેલા શબ્દો જેના થકી પ્રાણીઓનું સર્જન થયું હતું.
# દરેક પ્રકારના
આ વિશાળ વૈવિધ્ય, અને ક્રમિકતા પણ દર્શાવે છે
# ભૂમિના પ્રાણીઓ
પક્ષીઓ સિવાયના ભૂમિ પર રહેતા દરેક જાતના પ્રાણીઓ, અથવા પાણીમાં રહેનાર પ્રાણીઓ.
# પાલતું પ્રાણીઓ
એક પ્રકારના પ્રાણીઓ જે સામાન્ય રીતે શાંતિથી મનુષ્યો સાથે જીવે છે જેવી રીતે કે પાળેલા અથવા શિખવેલા જાનવરો.
# જમીન પર સરકીને ચાલતા હતા
આમાં પેટે સરકીને ચાલનારા અને સંભવિત રીતે જંતુઓનો સમાવેશ થાય છે.
# જંગલી
એ પ્રકારના પ્રાણીઓ જે સામાન્ય રીતે મનુષ્યો સાથે શાંતિપુર્વક નથી રહેતા, કારણે કે, તેઓ મનુષ્યોથી ડરતા હોય છે, અથવા એમને માટે જીવનું જોખમ હોય છે.
# એ સારું હતુ
આ વાક્ય આખી સર્જનની પ્રક્રિયા દરમ્યાન દરેક તબક્કે દેવની યોજના અને હેતુ મુજબ થઈ રહ્યુ હતું એ દર્શાવવા વપરાયો છે

11
content/01/09.md Normal file
View File

@ -0,0 +1,11 @@
# આવો આપણે
આ દેવના ઈરાદા પ્રમાણે, ખાસ રીતે ખાસ ઉદ્દેશ પ્રમાણે મનુષ્યનું સર્જન કરવામાં ઈચ્છીત નિર્ણયને દર્શાવે છે. તમે આને આવી રીતે પણ અનુવાદ કરી શકો છો, "આપણે સર્જન કરીશું."
# આપણે¦આપણું¦આપણને
બાઈબલ એક જ દેવ હોવાનું શીખવે છે, પરંતુ જુનો કરારનો શબ્દ "દેવ" એ બહુવચન રૂપી છે, અને દેવ પોતાને સંબોધવા માટે બહુવચનીય સર્વનામ વાપરે છે. કેટલાક લોકો આને દેવની મહિમાના વર્ણનને ખાસ રીતે કહેવાની રીત માને છે, અને કેટલાક લોકો માને છે કે આવી રીતે પિતા દેવ પુત્ર અને આત્મા જોડે વાર્તાલાપ કરે છે, જે બધા જ દેવ છે.
# આપણા પોતાના સ્વરૂપમાં
સ્વરૂપ એ કોઈ વસ્તુ અથવા કોઈ વ્યક્તિનુ એક શારીરિક નિદર્શન છે. મનુષ્ય એવી રીતે રચવામાં આવ્યા છે કે આપણે દેવના અમુક લક્ષણો અથવા ગુણ પ્રદર્શિત કરીએ છીએ.
# આપણા જેવા
મનુષ્યો દેવના દરેક ગુણો નહીં, પણ અમુક લક્ષણો ધરાવે છે. આ વાક્ય એવા શબ્દો વડે ભાષાંતર કરી શકાય જે મનુષ્યોને દેવ સમાન દર્શાવે, પરંતુ એવી રીતે નહિ કે તેઓ દેવ સરખા અથવા દેવ પોતે જેવા છે તેવા .
# અધિકાર
દેવે મનુષ્યોને પૃથ્વી અને પ્રાણીઓ પર અમલચલાવવાની , માર્ગદર્શક અને અંકુશ રાખવાનો અધિકાર અને સામર્થ્ય પ્રદાન કર્યા છે

17
content/01/10.md Normal file
View File

@ -0,0 +1,17 @@
# થોડી માટી લીધી
દેવે મનુષ્યને માટીમાંથી બનાવ્યો, અથવા જમીનમાની કોરી ભૂમિમાંથી. ભૂમિ માટે વપરાતા શબ્દો કરતા આ શબ્દ ખાસ રીતે અલગ પ્રકારનો હોવો જોઈએ.
# એને બનાવ્યો
આ શબ્દ સુચવે છે કે દેવે સ્વયં પોતે આદમનું સર્જન કર્યું, જેને માણસની હાથેબનાવેલી કૃતિઓ સાથે સરખાવી શકાય. ખાસ ધ્યાન રાખો કે “સર્જન” કરતા અલગ શબ્દ વપરાયો હોય. એ નોંધો કે એમણે કેવી રીતે બાકીનું આ બધું ફક્ત આદેશ આપીને રચ્યું એનાથી આ ખુબ જ અલગ છે.
# એક માણસ
અત્યાર સુધી ફક્ત માણસનું સર્જન કરવામાં આવ્યું હતું; સ્ત્રીનું સર્જન રચના ત્યાર બાદ અલગ રીતે કરવામાં આવ્યું હતું.
# જીવનનો શ્વાસ ફુંક્યો
આ વાક્ય દેવનું એકદમ વ્યક્તિગત, ખૂબજ અંગત કાર્ય વર્ણવે છે જેમ કે તેમણે પોતાનામાંથી જીવન આદમના શરીરમાં પસાર કરાવી દિધુ, એની સરખામણી કરો કે કેવી રીતે મનુષ્યો હવામાંથી શ્વાસ લઈ રહ્યા છે.
# જીવન
આ પ્રસંગમાં, દેવે આદમમાં, શારીરિક અને આત્મિક બન્ને પ્રકારનું જીવન ફૂંક્યું.
# આદમ
આદમનું નામ જુના કરાર પ્રમાણેનો શબ્દ “માણસ” જ છે, અને ભૂમિ માટેનો શબ્દ “માટી” સમાન જ છે જેમાંથી એ રચવામાં આવ્યો.
# વાડી
જમીનનો હિસ્સો જેમાં વૃક્ષો અને ઝાડવાઓ ખોરાક અથવા સુંદરતા માટે ઉગાડવામાં આવ્યા હોય.
# એની સંભાળ રાખે
ધ્યાન રાખીને, બીજ રોપીને, પાણી પાઈને, લણણી કાપીને, રોપાઓ ઉગાડીને વાડીની સંભાળ રાખે.

15
content/01/11.md Normal file
View File

@ -0,0 +1,15 @@
# ની મધ્યે
મધ્ય ભાગ જે બે વૃક્ષોના મહત્વ પર ભારે મૂકે છે.
# વાડી
જમીનનો તમામ હિસ્સો જેમાં વૃક્ષો અને ઝાડવાઓ ખોરાક અથવા સુંદરતાના ઉદ્દેશ માટે ઉગાડવામાં આવ્યા હોય.
# જીવનનું વૃક્ષ
જે કોઈપણ આ વૃક્ષનું ફળ ખાશે એ કદી પણ મરણ નહિ પામે.
# સારા અને ભુંડાનુ જ્ઞાન આપતું વૃક્ષ
આ વૃક્ષનું ફળ કોઈપણ વ્યક્તિને, સારું અને નરસું બંને સમજવાની શક્તિ પ્રદાન કરે છે.
# જ્ઞાન
વ્યક્તિગત અનુભવને આધારે જાણવું અથવા સમજવું.
# સારું અને નરસું
નરસું એ સારાપણાની વિરુધ્ધ નો શબ્દ છે. જેવી રીતે “સારું” એ દેવને આનંદદાયક હોય એ દર્શાવે છે, એવી રીતે “ભુંડુ” એ દેવને નાપસંદ હોય એવી દરેક બાબતને દર્શાવે છે.
# મરણ પામીશ
આ ઉદાહરણમાં, એ બન્ને રીતે, શારીરિક અને આત્મિક રીતે મરણ પામશે.

7
content/01/12.md Normal file
View File

@ -0,0 +1,7 @@
# સારુ નથી
સર્જનની પ્રક્રિયામાં આ પહેલી વખત કોઇ વસ્તુ સારી ન હતી. એનો અર્થ એ છે કે “હજુ સારુ નથી” કેમ કે દેવે મનુષ્યોની રચના પૂર્ણકરી ન હતી.
# એકલો
આદમ એકલો મનુષ્ય હતો, બીજા અન્ય વ્યક્તિ જોડે સંબંધની કોઈ શક્યતા જ ન હતી, અને બાળકો પેદા કરીને સંખ્યામાં વધારો એ અશક્ય હતું
# આદમનો મદદનીશ
ત્યારે ત્યાં અન્ય કોઈ જ ન હતુ જે આદમ સમાન હોય જે તેની સાથે જોડાઈને દેવે સોંપેલું કાર્ય પૂરું કરી શકે. કોઈ પણ પ્રાણી એ કરી શકવા અસમર્થ હતું.

9
content/01/13.md Normal file
View File

@ -0,0 +1,9 @@
# ગાઢ નિંદ્રા
સામાન્ય કરતા આ ઘેરી નિંદ્રા હતી.
# આદમની એક પાંસળી લીધી અને સર્જન કર્યું
આ પ્રક્રિયા, આદમમાંથી કાઢેલી એક પાંસળીને એક સ્ત્રીમાં બદલી નાંખી દેવના ખુબ જ વિશિષ્ટ કાર્યનો નિર્દેશ કરે છે
# એક સ્ત્રી
એ પ્રથમ સ્ત્રી હતી, અત્યાર સુધી સ્ત્રી રૂપ હયાત ન હતું.
# તેણીને આદમની પાસે લાવ્યા
દેવે સ્વયં તેઓની ઓળખાણ કરાવી. એક ખાસ ભેટ સમર્પિતકરીએ એ રીતે, એમણે સ્ત્રીને આદમ સમક્ષ રજુ કરી.

13
content/01/14.md Normal file
View File

@ -0,0 +1,13 @@
# છેવટે!
આદમનું આશ્ચર્ય નિર્દેશ કરે છે કે એ પોતે સ્ત્રી જેવું જ કઈંક ઈચ્છતો હતો.
# મારા જેવું
બન્ને વચ્ચે મહત્વના ઘણા ફેરફારો હોવા છતાં પણ, સ્ત્રી એ આદમ જેવું જ એક સજીવ હતું,
# સ્ત્રી
આ શબ્દ એ માણસ જાતિમાં સ્ત્રીને દર્શાવે છે.
# મનુષ્યમાંથી સર્જવામાં આવી
સ્ત્રીને આદમના શરીરમાંથી જ સીધી સર્જવામાં આવી.
# મનુષ્ય છોડી દે છે
ભવિષ્યમાં જે સામાન્ય સ્થિતિ બનવાની છે એ આ રીતે વર્તમાન કાળમાં દર્શાવાયું છે. આદમના માતા પિતા ન હતા, પરંતુ દરેક બાકીના માણસો હશે.
# એક બની ગયા
પતિ અને પત્નિ પ્રેમની એકતાનું નિકટનું બંધન ભોગવશે અને એકબીજા પ્રત્યે સમર્પિત રહેશે જે તેઓના અન્ય તમામ જોડેના સંબંધને કરતાં વધારે મહત્વનો હશે.

9
content/01/15.md Normal file
View File

@ -0,0 +1,9 @@
# દેવે રચ્યું
દેવે આદમ અને સ્ત્રીનું સર્જન ખૂબ અંગત રીતે કર્યું.
# એમની પોતાની પ્રતિકૃતિ મુજબ
પ્રતિકૃતિ એ કોઈ વ્યક્તિ અથવા વસ્તુનું નિદર્શન છે. દેવે એમની સંપુર્ણ સમાનતામાં નહિ, પરંતુ એમના કેટલાંક ગુણો અને લક્ષણો પ્રદર્શિત કરવા માટે મનુષ્યનું સર્જન કર્યું.
# ખુબ જ સારું
પાછલા દિવસો કરતા વધુ ભાવુકતા પ્રદર્શિત કરતું વાક્ય "એ ખુબ જ સારું હતું" "ખુબ જ સારું" એ દરેક સર્જન તરફ નિર્દેશ કરે છે, ફ્કત પુરુષ અને સ્ત્રી જ નહિ, બધું જ દેવની જે ઈચ્છા હતી એ પ્રમાણે હતું.
# સર્જન
છ દિવસના સમયગાળા દરમ્યાન દેવે (આત્યારે) જે અસ્તિત્વ ધરાવે છે એનું સર્જન કર્યું હતું.

15
content/01/16.md Normal file
View File

@ -0,0 +1,15 @@
# સાતમો દિવસ
સર્જનના છ દિવસ પછીનો દિવસ.
# એમનું કાર્ય પૂર્ણ કર્યું
ચોક્કસ રીતે, દેવે સર્જન કરવાનું કાર્ય પૂર્ણ કર્યું. દેવ હજુ પણ અન્ય કાર્યો કરી રહ્યા છે.
# દેવે આરામ કર્યો
દેવે "વિશ્રામ કર્યો" એ અર્થમાં કે એમણે કાર્ય કરવાનું બંધ કર્યું કેમ કે સૃષ્ટીનું સર્જન કરવાનું કાર્ય પૂર્ણ થઈ ગયું હતું. દેવ ના તો થાકી ગયા હતા કે ના તો કાર્ય ચાલુ રાખવા અસમર્થ હતા.
# સાતમા દિવસને આશીષિત કર્યો
દેવ પાસે સાતમા દિવસ માટે વિશેષ, હકારાત્મક યોજના હતી, જે દરેક સાતમા દિવસે પાળવાની હતી.
# તેને પવિત્ર બનાવ્યો
એટલે કે, દેવે એ દિવસને ખાસ દિવસ તરીક "અલગ કર્યો" એ બાકીના અન્ય છ દિવસો પ્રમાણે એ દિવસ વ્યતીત ન થાય.
# બ્રહ્માંડ
એમાં પૃથ્વી અને આકાશમાં, દેવનું સર્જેલ, દ્રશ્ય અને અદ્રશ્ય દરેક બાબતોનો સમાવેશ થાય છે.
# બાઈબલની એક વાર્તા
આ સંદર્ભો કેટલાક બાઈબલના ભાષાંતર કરતા થોડાક અલગ હોઈ શકે.

7
content/02/01.md Normal file
View File

@ -0,0 +1,7 @@
# વાડી
આદમ અને હવા માટે દેવે ખાસ વૃક્ષો અને છોડવાઓ બનાવ્યા હતા જેનાથી તેઓ આનંદ અને ભોજન મેળવે. આ [01-11](../01/11.md)માં વપરાયો હતો એ મુજબનો સમાન શબ્દ હોવો જોઈએ. જુઓ ત્યાં તમે તેને કેવી રીતે ભાષાંતર કર્યું હતું.
# દેવ જોડે વાર્તાલાપ કરતાં હતાં
"વાર્તાલાપ" માટેનો શબ્દ એ મનુષ્યો જોડે વાર્તાલાપ માટે વાપરીએ છીએ એવો જ સમાન શબ્દ હોવો જોઈએ. પુરુષ અને સ્ત્રી જોડે વાર્તાલાપ કરવા માટે દેવે કદાચ શારીરિક સ્વરૂપ લીધું હશે કેમ કે લખાણ એવો નિર્દેશ કરે છે કે તેઓ એમની જોડે સામસામે વાતો કરતાં હતાં.
# શરમ
આ ભાવ ત્યારે ઉપજે છે જ્યારે એવું લાગે કે આપણે પાપ કર્યું છે અથવા આપણે કોઈ વાતમાં ઉણા ઉતરીએ છીએ. પાપ આ જગતમાં પ્રવેશ્યું એ પહેલા, નગ્ન હોવા પ્રત્યે શરમનો ભાવ ન હતો.

9
content/02/02.md Normal file
View File

@ -0,0 +1,9 @@
# ચાલાક
હોંશિયર અને કપટી, છેતરામણી ઈચ્છાઓ સભર.
# સાપ
એક લાંબું, પગ વગરનું ભૂમિ પરનું જીવજે ધીરેથી એના પેટથી સરકીને ચાલે છે. જો કે વાર્તામાં ત્યારબાદ એ જાહેર થયું કે સાપ એ શેતાન છે, તો પણ આ માળખામાં એવું અત્યારે અહીં ન કહેવું.
# શું દેવે તને ખરેખર કહ્યું છે
સાપે સ્ત્રીને પુંછ્યું કે શું દેવે ખરેખર આ વાડીના કોઈપણ વૃક્ષનું ફળ ખાવાની મનાઈ ફરમાવી છે. પરંતુ એ ફક્ત દેખાડો કરી રહ્યો હતો કે દેવે જે આજ્ઞા આપી હતી એ એને એ ખબર ન હતી, કેમ કે એ સ્ત્રીના મનમાં શંકા ઉત્પન્ન કરવા ઈચ્છતો હતો. એ તેણીને દેવની ભલાઈ વિશે પ્રશ્ન ઉભો કરવા ઈચ્છતો હતો.
# કોઈ પણ વૃક્ષના ફળ
બગીચામાંના અલગ અલગ વૃક્ષોમાંથી દરેક અલગ અલગ પ્રકારના ફળો.

7
content/02/03.md Normal file
View File

@ -0,0 +1,7 @@
# ફળ
આપણે નથી જાણતાં કે એ કેવા પ્રકારનું ફળ હતું. આપણે ફક્ત એ જાણીએ છીએ કે તે આ વૃક્ષ પર ઉગ્યું હતું. શક્ય હોય તો એ સારું રહેશે કે ફળ માટેનો સામાન્ય શબ્દ વાપરવો, અને કોઈ ખાસ પ્રકારના ફળનો નહિ.
# સારા અને નરસા જ્ઞાનનું વૃક્ષ   
સ્ત્રી યોગ્ય રીતે સમજી ગઈ છે કે આ એક એવું વૃક્ષ છે કે જે તેમને નરસું તેમજ સારું સમજવા માટે શક્તિમાન કરશે એ ખાવાની મંજૂરી ન હતી.
# તમે મૃત્યુ પામશો  
એક વ્યક્તિનું શારીરિક જીવન સમાપ્ત કરનાર મૃત્યુ માટે તમારો સામાન્ય શબ્દ વાપરો. મરણનો વિચાર આકરો લાગે છે તેટલા જ કારણથી તે શબ્દને ન ટાળો.

5
content/02/04.md Normal file
View File

@ -0,0 +1,5 @@
# દેવ જેવા 
પુરુષ અને સ્ત્રી, પહેલેથી જ દેવની પ્રતિમા પ્રમાણે બનાવવામાં આવ્યા હતા. સાપ સૂચવે છે કે સ્ત્રી વધારે દેવ જેવી બની જશે જો તેણી દુષ્ટતા સમજી જશે તો. જો કે, દેવ, તેઓને આ જ્ઞાન હોય એવું ઈચ્છતા ન હતાં.
# સારું અને અનિષ્ટ સમજવું 
વ્યક્તિગત અનુભવ પરથી જાણે કે કઈ બાબતો સારી છે અને કઈ બાબતો ખરાબ, અથવા કઈ બાબત સારી છે અથવા ખરાબ તે જાણવા શક્તિમાન બનવું.

5
content/02/05.md Normal file
View File

@ -0,0 +1,5 @@
# બુદ્ધિશાળી 
સ્ત્રી આંતર સૂઝ અને સમજ મેળવવા ઈચ્છતી હતી જેવી સાપ ધરાવતો હોય તેવું લાગતું હતું, અને જેવી દેવ પાસે છે.
# જે તેની સાથે હતો
આ મહત્વપૂર્ણ માહિતી છે કારણ કે તે બતાવે છે કે આદમ જ્યારે સ્ત્રીએ ફળ ખાવાનો નિર્ણય કર્યો ત્યારે હાજર હતો.

7
content/02/06.md Normal file
View File

@ -0,0 +1,7 @@
# તેમની આંખો ખુલી ગઈ
આ આવી રીતે ભાષાંતર કરી શકાય કે, "તેઓનો જોવાનો દૃષ્ટીકોણ બદલાઇ ગયો." આ સમીકરણનો અર્થ થાય છે કે તેઓ હવે પ્રથમ વખત કંઈક સમજ્યાં. તમારી ભાષામાં, સમાન અર્થનું વાક્ય હશે જે તમે આ ભાષાંતર કરવા ઉપયોગ કરી શકો છો.
# તેઓને ભાન થયું કે તેઓ વસ્ત્રહીન હતા 
જ્યારે આદમે અને તેની સ્ત્રીએ દેવની આજ્ઞા તોડી, તેઓને શરમ આવી કે, તેઓ વસ્રહીન હતાં. એટલા માટે તેઓએ પાંદડા દ્વારા તેમના નગ્ન શરીરને ઢાંકવાનો પ્રયાસ કર્યો.
# તેમણે પોતાનું શરીર ઢાંક્યું
આદમ અને સ્ત્રીએ પાંદડાનો ઉપયોગ કરી પોતાની જાતને દેવથી છુપાવવાનો પ્રયાસ કર્યો.

5
content/02/07.md Normal file
View File

@ -0,0 +1,5 @@
# દેવ ચાલ્યા 
એવું લાગે છે કે દેવ નિયમિત ફરવા અને આદમ અને સ્ત્રી સાથે વાત કરવા માટે વાડીમાં આવતા હતા. આપણે એ જાણતા નથી કે એ કેવું દેખાતું હશે.. જો શક્ય હોય તો, એ ઘણું સારૂ રહેશે કે તે જ શબ્દ વપરાય કે જે વ્યક્તિ ચાલતો હોય એ દર્શાવવા માટે ઉપયોગ થતો હોય.
# તમે ક્યાં છો? 
દેવ પહેલેથી જ આ પ્રશ્નનો જવાબ જાણતા હતા. પ્રશ્નનો હેતુ પુરુષ અને સ્ત્રીને એ સમજાવવા તે માટે હતો કે શા માટે તેઓ સંતાતા હતા.

9
content/02/08.md Normal file
View File

@ -0,0 +1,9 @@
# તમને કોણે જણાવ્યું કે તમે નગ્ન છો? 
અથવા, "તમે કેવી રીતે જાણ્યું કે તમે નગ્ન છો?" દેવ પહેલેથી જ તેમના બધા પ્રશ્નોના જવાબ જાણે છે. આ પ્રશ્ન અને પછીનો પ્રશ્નનો પૂછીને, તેમણે આદમને આજ્ઞાભંગ કરવાના તેમના પાપને કબૂલ કરવાની તક આપી. નગ્ન હોવું એ પાપ ન હતું. દેવે તેમને એવી રીતે જ બનાવ્યાં હતાં. તેમની નગ્નતાનું તેઓને ભાન થવું એ સમસ્યા હતી. તેમની શરમ દર્શાવે છે કે તેઓએ પાપ કર્યું હતું.
# તેણીએ મને ફળ આપ્યું 
આદમ તેમની આજ્ઞાભંગ કબૂલ કરવાની અને દેવની આજ્ઞા તોડવાની જવાબદારી સ્વીકારવાને બદલે સ્ત્રી પર આક્ષેપ કરે છે.
# શું કર્યું તમે? 
અથવા, "શા માટે તમે આ કર્યું?" દેવ પહેલેથી આ પ્રશ્નનો જવાબ જાણતા હતા. આ પ્રશ્ન પૂછીને તે સ્ત્રીને તેનો અપરાધ સ્વીકારવાની તક આપતા હતા. તેમણે એમ પણ જણાવ્યું કે જે તેણે કર્યું તે તેણે કરવું જોઈતું ન હતું.
# સાપે મને છેતરી 
સાપે તેણીને છેતરી અથવા તેણીને ગેરમાર્ગે દોરી છે. તે ખોટું બોલ્યો હતો. એ શબ્દ ન વાપરવો કે એણે તેણી પર સંમોહન કર્યું અથવા તેણી પર જાદુનો ઉપયોગ કર્યો. સ્ત્રી તેની અનઆજ્ઞાકારીતાને કબૂલ કરીને દેવની આજ્ઞા તોડવાની જવાબદારી સ્વીકારવાને બદલે સાપ પર આક્ષેપ મુકે છે.

11
content/02/09.md Normal file
View File

@ -0,0 +1,11 @@
# તું શ્રાપિત છે 
આ રીતે પણ ભાષાંતર કરી શકાય કે, "હું તને શાપ આપું છું" અથવા, " મોટું નુકસાન તારી પર આવશે." જે “જાદુ” સૂચિત કરે એવા શબ્દનો ઉપયોગ કરશો નહીં.
# પ્રત્યેક એકબીજાને ઘૃણા કરશે 
સ્ત્રી સાપને ધિક્કારશે અને સાપ સ્ત્રીનો ધિક્કાર કરશે. મહિલાના વંશજો પણ સાપના વંશજોને ધિક્કારશે, અને સાપના વંશજો તેમને ધિક્કાર કરશે.
# સ્ત્રીનો વંશજ 
તેણીના એક ખાસ વંશજનો ઉલ્લેખ કરે છે.
# તારું માથું છુંદશે 
સ્ત્રીના વંશજ સાપના વંશજનો નાશ કરશે.
# તેની એડી છુંદશે  
સાપના વંશજ સ્ત્રીના વંશજ પર ઘા કરશે.

3
content/02/10.md Normal file
View File

@ -0,0 +1,3 @@
# પીડાદાયક પ્રસુતિ  
આ વ્યક્ત કરવા માટે કેટલીક ભાષાઓને તેનો ક્રિયાપદ તરીકે જરૂર પડી શકે છે. તમે કહી શકો છો, " જ્યારે તું બાળકોને જન્મ આપીશ ત્યારે હું તને તે વધુ પીડાદાયક બનાવીશ.

11
content/02/11.md Normal file
View File

@ -0,0 +1,11 @@
# જમીન શ્રાપિત છે 
આદમની આજ્ઞાભંગ માટેની શિક્ષા તરીકે, પૃથ્વી લાંબા સમય સુધી ફળદાયી નહિ રહેશે. પૂરતો ખોરાક ઉત્પન્ન કરવા માટે આદમે ખૂબ જ ભારે શારીરિક કામ કરવું પડશે.
# તું મૃત્યુ પામીશ 
તેના આજ્ઞાભંગની અંતિમ સજા મૃત્યુ હતી. આત્મિક મૃત્યુ એટલે કે દેવથી આપણી અલગતા. શારીરિક મૃત્યુ એ આપણું આપણા શરીરથી અલગ થવું એ છે.
# ધૂળમાં પાછો મળી જઈશ 
દેવે ધૂળ અથવા માટીમાંથી આદમને રચ્યો અને તેને જીવન આપ્યું હતું. પાપના પરિણામે, તેનું જીવન તેની પાસેથી લઈ લેવામાં આવશે અને તેનું શરીર કોહવાઈ જશે અને ફરી ધૂળ બની જશે.
# હવા, જેનો અર્થ થાય છે 'જીવન
આપનાર' 
# બધા લોકોની માતા 
આનો અર્થ એ થાય કે તે બધા લોકોની સ્ત્રી પૂર્વજ હશે. કેટલીક ભાષાઓમાં કહે છે, "તે બધા લોકોની દાદી હશે."

9
content/02/12.md Normal file
View File

@ -0,0 +1,9 @@
# આપણી જેમ સારું અને નરસુ જાણનાર
અહીં આ શબ્દસમૂહ એક નવા માર્ગ તરફ ઈશારો કરે છે કે આદમ અને હવા દેવ જેવા હશે. કારણ કે તેઓએ પાપ કર્યુ હતું, તેઓ દુષ્ટતાથી પરિચિત હતા અને તે અનુભવ કરી શકે છે. તમે કહી શકો છો કે "કારણ કે હવે તેઓ બંને સારા અને અનિષ્ટના જાણકાર છે."
# ફળ 
ચોક્કસ કયા પ્રકારનું ફળ છે તે જાહેર નથી થયું, તેથી તે શ્રેષ્ઠ છે કે આ ફળ માટે સામાન્ય શબ્દ નો ઉપયોગ કરીને ભાષાંતર કરવું.
# જીવન વૃક્ષ 
આ ફળ સાથેનું વાસ્તવિક વૃક્ષ હતું. જુઓ    [01-11](../01/11.md) . જો કોઈ વ્યક્તિ આ ફળ ખાય છે, તો તે સતત જીવિત રહે છે અને ક્યારેય મૃત્યુ નહિ પામે.
# માંથી બાઇબલ વાર્તા   
આ સંદર્ભો બાઇબલના કેટલાક ભાષાંતરમાં સહેજ અલગ હોઈ શકે છે.

11
content/03/01.md Normal file
View File

@ -0,0 +1,11 @@
# લાંબા સમય પછી 
આ વાર્તા સૃષ્ટીની રચના પછી ઘણી પેઢીઓ (સેંકડો વર્ષ) બાદ થાય છે.
# ખૂબ જ હિંસક અને દુષ્ટ 
આમ કહેવું વધુ સરળ હોઈ શકે છે, "દુષ્ટ બની ગયા હતા અને હિંસક કાર્યો કરતા હતા".
# તે અતિશય ખરાબ બની ગયા હતા
આમ કહેવું સ્પષ્ટ હોઈ શકે કે "​​લોકો હાનિકારક અને દુષ્ટ રીતે વર્તન કરતા હતા."
# દેવે નાશ કરવાનું નક્કી કર્યું 
 આનો અર્થ એ નથી કે પૃથ્વીનો સંપૂર્ણપણે નાશ થશે. દેવે એ તમામ લોકોનો નાશ કરવાનું આયોજન કર્યું જેઓએ તેમની સામે બળવો કર્યો હતો અને જેઓ આવા અનિષ્ટ અને હિંસાનું કારણ હતા. આ જળપ્રલયના કારણે ભૂમિના દરેક પ્રાણીઓ અને પક્ષીઓ મરી જશે.
# વિશાળ જળપ્રલય 
ખૂબ ઊંડુ પાણી જે પૃથ્વી પર છવાઈ ગયું છે, એ સ્થાનોમાં પણ જ્યાં જમીન સામાન્ય રીતે કોરીસૂકી રહેતી હતી, તેમજ સૌથી ઉંચા પર્વતોના શિખરો પર છવાયેલું હતું.

6
content/03/02.md Normal file
View File

@ -0,0 +1,6 @@
# કુપા મળી 
દેવ નૂહ સાથે ખુશ હતા કારણ કે તે દેવનું ભય રાખતો હતો અને દેવની આજ્ઞાનું પાલન કરતો હતો. તેથી ભલે નૂહ નિષ્પાપ ન હતો, દેવ તેની પ્રત્યે દયાળુ હતા અને વિનાશક પૂરમાંથી તેના કુટુંબને બચાવવાની એક યોજના બનાવી હતી. ખાતરી કરો કે આનાથી એવું પુરવાર નથી થતું કે નૂહ નશીબદાર હતો કે ફક્ત તે બચી ગયો. તેના બદલે, તેનું બચવું, દેવની પસંદગી હતી.
# જળપ્રલય
જુઓ કે કેવી રીતે તમે આ અનુવાદ કર્યા    [03-01](../03/01.md) .
# મોકલવા માટે આયોજન 
પુષ્કળ વરસાદ મોકલીને દેવે પૃથ્વીને ઢાંકી લેવા માટે જળપ્રલયનું આયોજન કર્યું. એટલે કે, તેમણે એવું કર્યું કર્યું કે જેથી ઘણો વરસાદ પડે જેના કારણે જળપ્રલય પેદા થાય.

3
content/03/03.md Normal file
View File

@ -0,0 +1,3 @@
# જહાજ 
જહાજ આઠ લોકો, દરેક પ્રકારના સજીવોની જોડી, અને લગભગ એક વર્ષ માટે તેમની દરેક વ્યવસ્થાઓ તેમાં થઇ શકે તે પ્રમાણે પૂરતું મોટું હતું.

5
content/03/04.md Normal file
View File

@ -0,0 +1,5 @@
# નૂહે ચેતવણી આપી 
નૂહે દરેકને કહ્યું કે દેવે પાપને કારણે પૃથ્વીનો નાશ કરવાનું આયોજન કર્યું છે.
# દેવ તરફ ફરો 
આનો અર્થ એ થાય કે તેઓ પાપ કરવાનું બંધ કરી અને દેવના ઇચ્છા પ્રમાણે જીવે.

1
content/03/05.md Normal file
View File

@ -0,0 +1 @@
(આ માળખા માટે કોઈ નોંધો નથી.)

7
content/03/06.md Normal file
View File

@ -0,0 +1,7 @@
# દેવે મોકલ્યા 
નૂહને પ્રાણીઓ શોધવાની જરૂર ન હતી. દેવ તેમને તેની પાસે મોકલ્યાં હતાં.
# બલિદાન માટે વપરાય
કેટલીક ભાષાઓમાં માટે આમ વધુ સારી રીતે કહી શકાય કે " જે પ્રાણીઓ બલિદાન માટે દેવને સસ્વીકાર્ય હતા." દેવે નિર્ણય કર્યો હતો કે લોકો તેમને પ્રાણીઓ બલિદાન રુપે ચડાવે, પરંતુ તેમણે માત્ર અમુક પ્રકારના પ્રાણીઓનું બલિદાન ચડાવવાની તેઓને પરવાનગી આપી હતી.
# દેવે પોતે બારણું બંધ કર્યું  
આ એના પર ભાર મૂકે છે કે તે દેવ હતા જેમણે બારણું બંધ કર્યું.

7
content/03/07.md Normal file
View File

@ -0,0 +1,7 @@
# વરસાદ, અને વરસાદ, અને વરસાદ  
આ એના પર ભાર મૂકે છે કે અસામાન્ય, પુષ્કળ વરસાદ હતો. અન્ય ભાષાઓમાં આ ભાર અલગ રીતે હોઈ શકે છે.
# ધસી આવવું  
આ સૂચવે છે ત્યાં પાણીનો મોટ્ટો જથ્થો બહાર આવ્યો.
# સમગ્ર પૃથ્વીને આવરી લેવામાં આવી હતી  
આ સંપુર્ણપણે પૃથ્વી જળપ્રલયના પાણીથી ઢંકાઈ ગઈ હતી એવો ઉલ્લેખ કરે છે.

1
content/03/08.md Normal file
View File

@ -0,0 +1 @@
*(આ માળખા પર કોઈ નોંધો નથી.)

9
content/03/09.md Normal file
View File

@ -0,0 +1,9 @@
# વરસાદ બંધ થયો
"આ રીતે ભાષાંતર કરી શકાય કે," વરસાદ વરસવાનું બંધ થયું. "
# જહાજ સ્થિર થયું
પુષ્કળ વરસાદ વરસ્યો અને વરસાદના પાણીએ પર્વતોને ઢાંકી દીધા હતા. જહાજ પર્વતો પર તરતું હતું, અને જ્યારે પાણી ઓછું થવાનું શરૂ થયું, જહાજ પાણી સાથે નીચે ઉતરી ગયું અને એક પર્વત પર અટકી ગયું.
# વધુ ત્રણ મહિના 
આગામી ત્રણ મહિના દરમિયાન, પાણી ઓછું થતું રહ્યું.
# પર્વતો દૃશ્યમાન થયા 
અન્ય રીતે ભાષાંતર આવું હશે "દર્શાવતા હતા" અથવા, "દેખાયા" અથવા, "જોઇ શકાયા." આવી રીતે કહેવું વધુ સ્પષ્ટ હોઈ શકે, "ત્રણ મહિના પછી, પાણી પૂરતું નીચે ઉતરી ગયું હતું જેથી નૂહ અને તેમનું કુટુંબ સ્પષ્ટ રીતે પર્વતો જોઈ શકતા હતા.

3
content/03/10.md Normal file
View File

@ -0,0 +1,3 @@
# કાગડો 
એક કાળું પક્ષી જે ઉડે અને વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓનો તથા મૃત પ્રાણીઓના સડેલા માંસને ખાય છે.

7
content/03/11.md Normal file
View File

@ -0,0 +1,7 @@
# કબૂતર 
એક, નાનું સફેદ અથવા ભુરા રંગનુ ઉડતું પક્ષી જે બીજ અથવા ફળ ખાય છે.
# જૈતુન (ઓલિવ) શાખા 
જૈતુન વૃક્ષનું ફળ જે તેલથી સભર હોય છે, અને લોકો રસોઈ કે તેમની ચામડી પર લગાડવા માટે ઉપયોગ કરતાં હોય છે. તમારી ભાષામાં "જૈતુનની ડાળી," કોઈ શબ્દ ન હોય તો તમે તેને, "એક વૃક્ષ જે 'જૈતુન' કહેવાય તેની ડાળી " ભાષાંતર કરી શકો છો અથવા, "એક તૈલી વૃક્ષની ડાળી."
# પાણી ઓછું થઈ રહ્યું હતું 
તમારી ભાષામાં આમ કહેવું વધુ સ્વાભાવિક લાગશે કે, "પાણી દૂર થઇ રહ્યા હતા" અથવા "પાણીના સ્તર નીચા જઈ રહ્યા હતા."

3
content/03/12.md Normal file
View File

@ -0,0 +1,3 @@
# સપ્તાહભર રાહ જોઈ 
તમે કહી શકો છો "વધુ સાત દિવસ રાહ જોઈ." આ શબ્દ "રાહ જોઈ" બતાવે છે કે નૂહ ફરીથી કબૂતર બહાર મોકલતા પહેલા પાણીને નીચે જતાં રહેવા માટે આટલા સમયને પસાર થવા દે છે.

7
content/03/13.md Normal file
View File

@ -0,0 +1,7 @@
# બે મહિના પછી 
આનો અર્થ છે નૂહે કબૂતરને બહાર મોકલ્યું તેના બે મહિના પછી સ્વતંત્ર કર્યું. જો તે સ્પષ્ટ ન હોય તો આવું સ્પષ્ટપણે કહેવું જરૂરી હોઈ શકે છે
# ઘણા બાળકો હોય 
આ દેવની ઇચ્છાહતી તેને સ્પષ્ટ કરવા, તમે કહી શકો છો કે "તને ઘણા બાળકો હોય." અથવા," તને ઘણા બાળકો હોય એવું હું ઈચ્છું છું."
# પૃથ્વી ભરી દો 
જો આ સ્પષ્ટ ન હોય, તો આમ કહેવું જરૂરી હોઇ શકે છે, "અને પૃથ્વીને લોકોથી ભરી દો" અથવા "જેથી પૃથ્વી પર ઘણા લોકો રહેતા હશે."

5
content/03/14.md Normal file
View File

@ -0,0 +1,5 @@
# પ્રાણી કે જે બલિદાન માટે ઉપયોગ કરી શકાય 
આ બીજી રીતે કહી શકાય કે " કે જેને લોકો બલિદાન તરીકે ઉપયોગ કરી શકે."
# દેવ પ્રસન્ન હતા 
દેવ આ પ્રાણીઓના બલિદાન આપવા માટે નૂહ પ્રત્યે પ્રસન્ન હતા.

9
content/03/15.md Normal file
View File

@ -0,0 +1,9 @@
# ફરી ક્યારેય નહિ 
આનો અર્થ એ થાય કે, "ફરી ક્યારેય નહિ" અથવા, "ફરીથી કોઈપણ સમયે નહિ" અથવા, "ખરેખર ફરીથી નહિ". ઉદાહરણો: "હું ફરી ક્યારેય ભૂમિને શાપ નહિ આપું" અથવા, "હું કોઈપણ સમયે ફરીથી ભૂમિને શાપ નહીં આપું" અથવા, "હું ખરેખર ફરીથી ભૂમિને શાપ નહીં આપું".
# ભૂમિને શાપ 
આદમના પાપને કારણે પૃથ્વી અને અન્ય જીવોએ ભોગવવું પડ્યું.
# વિશ્વ 
 આ પૃથ્વી અને એની પર વસવાટ કરનારા દરેક જીવોનો ઉલ્લેખ કરે છે.
# લોકો પોતાના જન્મ સમયથી પાપી છે 
આ બીજી રીતે કહીએ તો "લોકો તેમના સમગ્ર જીવન દરમ્યાન પાપી કામો કરે છે."

13
content/03/16.md Normal file
View File

@ -0,0 +1,13 @@
# મેઘધનુષ 
આ વિવિધરંગી પ્રકાશનું ધનુષ છે જે ઘણીવાર વરસાદ પછી આકાશમાં દેખાય છે.
# નિશાની 
એક ચિન્હ જે કંઈક (જેમ કે એક પદાર્થ કે ઘટના) ચોક્કસ અર્થ આપે છે અથવા જે કંઈક છે જે સાચું છે અથવા થશે એવો નિર્દેશ કરે છે.
# તેમના વચનની નિશાની તરીકે 
અમુક ભાષાઓમાં તે વધુ સારી રીતે કહી શકાય કે "તે દર્શાવવા તેમણે વચન આપ્યું હતું."
# દર વખતે 
 સ્પષ્ટ કરે છે કે ત્યારથી માંડીને દર વખતે મેઘધનુષ દેખાય છે. એ ઉમેરવું જરૂરી હોઈ શકે છે "ત્યાર પછી, દરેક સમયે."
# તેમણે કયું વચન આપ્યું 
આ અગાઉના માળખાનો ઉલ્લેખ કરે છે કે જેમાં દેવે ફરી જળપ્રલય સાથે પૃથ્વીનો નાશ ન કરવાનું વચન આપ્યું હતું.
# માંથી એક બાઇબલ વાર્તા  
આ સંદર્ભો કેટલાક બાઇબલ ભાષાંતરમાં સહેજ અલગ હોઈ શકે છે.

9
content/04/01.md Normal file
View File

@ -0,0 +1,9 @@
# જળપ્રલયના ઘણા વર્ષો પછી 
જળપ્રલય બાદ અસંખ્ય પેઢીઓ પસાર થઇ ગઈ.
# ફરીથી ઘણા લોકો 
નૂહનું કુટુંબ દ્વારા પૂરતી સંખ્યામાં લોકો વધ્ય જેમણે શહેરને ભરપૂર કર્યું.
# સમાન ભાષા 
આનો અર્થ એ થાય કે માત્ર એક જ ભાષા હતી, જેથી તેઓ બધા એકબીજાને સમજી શકતા હતા.
# એક શહેર 
તે ઉત્તમ ગણાશે કે સામાન્ય શબ્દ "શહેર" માટે વપરાય, કારણ કે લખાણ ચોક્કસ નામ નથી આપતું.

5
content/04/02.md Normal file
View File

@ -0,0 +1,5 @@
# સ્વર્ગ સુધી પહોંચવા માટે ઊંચો બુરજ
આ બાંધકામ એટલું ઉંચું હતું કે તેની ટોચ આકાશમાં હતી.
# સ્વર્ગ 
આ, ભાષાંતર કરી શકાય, " આકાશ"

11
content/04/03.md Normal file
View File

@ -0,0 +1,11 @@
# તેમની ભાષા બદલી 
તરત જ, દેવે ચમત્કારિક રીતે તેમને બોલવા માટે વિવિધ ભાષાઓ પ્રદાન કરી જેથી તેઓ એકબીજાની વાત સમજવા માટે સક્ષમ ન રહ્યાં.
# ઘણી વિવિધ ભાષાઓમાં 
કોઈ એક જ ભાષા બોલતા એક મોટા જૂથને બદલે, ત્યાં હવે ઘણા નાના જૂથોના દરેક લોકો તેની પોતાની અલગ અલગ ભાષા બોલતા હતા.
# લોકોનો ફેલાવો 
જ્યારે દેવે તેમની ભાષાઓ બદલી, ત્યારે તેમણે લોકોના આ જૂથોને પૃથ્વી પર છૂટાછવાયા ફેલાવી દીધા અને દરેક જૂથ પોત
# બાબેલ 
આપણને આ શહેરના ચોક્કસ સ્થાન વિશે ખબર નથી, સિવાય કે તે પ્રાચીન મધ્ય પૂર્વમાં ક્યાંક હતું.
# ગેરસમજ 
આ એનો ઉલ્લેખ કરે છે કે, લોકોને કેવી રીતે ગુંચવી દેવામાં આવ્યા હતા અથવા "મિશ્ર થયા" જ્યારે દેવે તેમની ભાષા બદલી ત્યારે તેઓ લાંબા સમય સુધી એકબીજાને સમજી ન શક્યા.

13
content/04/04.md Normal file
View File

@ -0,0 +1,13 @@
# સેંકડો વર્ષ પછી 
​​આવી રીતે ભાષાંતર કરી શકાય છે ”લોકો બાબેલ પર વિવિધ ભાષા જૂથોમાં વિભાજિત થયા બાદ ઘણી પેઢીઓ પછી" અથવા "એ થયા પછી લાંબા સમય બાદ."
# તારો દેશ છોડી દે 
આ એ વિસ્તારનો ઉલ્લેખ કરે છે ( "ઉર" કહેવાય મધ્ય એશિયા માં એક પ્રદેશ) જ્યાં ઇબ્રામનો જન્મ અને ઉછેર થયો હતો. તે "મૂળ પ્રદેશ" અથવા, "વતન" અથવા કંઈક સમાનાર્થી ભાષાંતર કરી શકાય છે.
# અને કુટુંબ 
 દેવે ઇબ્રામને તેના સર્વ સંબંધીઓને છોડીને જવા બોલાવ્યો હતો. જો કે, દેવે ઇબ્રામને એ લોકોને છોડવા ન કહ્યું હતુ જેની જવાબદારી, તેની પત્ની સહિત જે લોકોની તેની પોતાની હતી.
# તને એક મહાન રાષ્ટ્ર બનાવીશ 
દેવ એવું કરશે કે ઇબ્રામને ઘણા વંશજો હોય, અને તે એક મોટું અને મહત્વપૂર્ણ રાષ્ટ્ર અથવા દેશ બની જશે.
# તારું નામ મહાન બનાવીશ 
આનો અર્થ એ થાય કે ઇબ્રામનું નામ અને કુટુંબ સમગ્ર વિશ્વમાં જાણીતું બનશે અને લોકો તેમને આશિષ આપ્યા કરશે.
# પૃથ્વી પર તમામ પરિવારો 
દેવને અનુસરવાનો ઇબ્રામનો નિર્ણય માત્ર પોતાના પરિવાર પુરતો નહિ પરંતુ પૃથ્વી પરના દરેક લોકોના જૂથના પરિવારોને પણ અસર કરશે.

7
content/04/05.md Normal file
View File

@ -0,0 +1,7 @@
# તેણે લીધો
 કેટલીક ભાષાઓ કહે છે, "તે લાવ્યો" અહીં. અન્ય અહીં બે અલગ અલગ ક્રિયાપદોનો ઉપયોગ કરશે, જેમ કે "તેણે તેની પત્નીને સાથે આવવા ફરજ પાડી" અને, "તેણે તેના નોકરો અને સંપત્તિ બધાને સાથે લાવ્યો હતો."
# દેવ તેને દર્શાવ્યું  
કોઈક રીતે દેવે ઇબ્રામને તે સ્પષ્ટ જણાવ્યું કે તેને ક્યાં જવાનું હતું. લખાણ કહેતું નથી કે દેવે તેને કેવી રીતે બતાવ્યું છે.
# કનાન દેશ 
આ પ્રદેશનું નામ "કનાન" હતું. આવી રીતે પણ ભાષાંતર કરી શકાય, "આ પ્રદેશ કનાન કહેવાય છે."

7
content/04/06.md Normal file
View File

@ -0,0 +1,7 @@
# બધી ભૂમિ વિસ્તાર જે તું જોઈ શકે છે 
જો ઇબ્રામ પર્વત પર ઉભો હશે, તો તે ખૂબ જ વિશાળ વિસ્તાર જોઈ શકતો હતો. વિવિધ પ્રસંગોએ દેવે ઇબ્રામને અને તેના વંશજોને કનાનની સમગ્ર જમીન આપવાનું વચન આપ્યું.
# વારસામાં 
પિતા જેવી રીતે તેમના બાળકોને જમીન અને સંપત્તિ આપે છે એવી જ રીતે દેવે ઇબ્રામ અને તેમના વંશજો માટે જમીન વિસ્તાર આપવા માટે વચન આપ્યું હતું.
# પછી ઇબ્રામ તે પ્રદેશમાં સ્થાયી થયો
ઇબ્રામ તે તમામ જે તેની સાથે ત્યાં ગયા હતા તેઓની સાથે ત્યાં રહેવા લાગ્યો.

5
content/04/07.md Normal file
View File

@ -0,0 +1,5 @@
# મલ્ખીસેદેક 
મલ્ખીસેદેકને કનાનની માન્ય ધાર્મિક સત્તા પ્રાપ્ત હતી જેને દેવ માટે અર્પણો સ્વિકારવા અને ધરાવવાનો અધિકાર હતો.
# પરાત્પર દેવ 
કનાનના લોકો ઘણા જૂઠા દેવોની આરાધના કરતા હતા. શીર્ષક, "સર્વોચ્ચ દેવ" સમજાવે છે કે દેવ જેની આ મલ્ખીસેદેક આરાધના કરે છે અત્યાર સુધી તે બધા કરતા ચઢિયાતા છે, અને તે જ દેવ છે જેની ઇબ્રામ આરાધના કરતાં હતા.

5
content/04/08.md Normal file
View File

@ -0,0 +1,5 @@
# ઘણા વર્ષો 
દેવે પ્રથમ વચન આપ્યું હતું કે ઇબ્રામને એક દીકરો થશે એ વાતને ઘણા વર્ષો પસાર થઈ ગયા હતા.
# આકાશના તારાઓ જેટલા 
આ અભિવ્યક્તિનો અર્થ એ થાય કે ઇબ્રામના વંશજો ઘણા હશે જેની કોઈપણ ગણતરી નહિ કરી શકે.

9
content/04/09.md Normal file
View File

@ -0,0 +1,9 @@
# બે પક્ષો 
પક્ષો, બે વ્યક્તિ, લોકોના બે જૂથો, અથવા એક વ્યક્તિ અને લોકોનું એક જૂથ હોઈ શકે છે. આ કિસ્સામાં કરાર દેવ અને ઇબ્રામ વચ્ચે હતો.
# તારા પોતાના શરીરમાંથી 
પોતાના દ્વારા ઇબ્રામ પોતાની પત્નીને ગર્ભવતી બનાવશે, કે જેથી સાથે મળીને તેઓ તેમનો પોતાનો કુદરતી પુત્ર ધરાવવાનું કારણ બની શકે છે. આ એક અદભુત વચન હતું કેમ કે ઇબ્રામ અને સરાઈ ખૂબ જ વૃધ્ધ હતા.
# એક પણ પુત્ર ન હતો 
ઇબ્રામને હજુ પણ ભૂમિના વારસ બની શકે તેવા કોઇ વંશજો ન હતા.
# માંથી એક બાઇબલ વાર્તા  
આ સંદર્ભો બાઇબલના કેટલાક અનુવાદમાં સહેજ અલગ હોઈ શકે છે.

7
content/05/01.md Normal file
View File

@ -0,0 +1,7 @@
# હજુ સુધી પણ બાળક ન હતું 
બાળક વિના, ઇબ્રામ દ્વારા મહાન દેશજાતિ બને એવા કોઈ વંશજો ન હતા.
# તેની જોડે પણ લગ્ન કર
ઇબ્રામ હાગારને એક બીજી પત્ની તરીકે લેશે, પરંતુ હાગારને સંપૂર્ણ પત્નીનો દરજ્જો ન હશે, સરાય જેવો. તે હજુ પણ સરાઈની દાસી હતી.
# મારા માટે એક બાળક હોય 
હાગાર સરાઈની સેવિકા હોવાથી, સરાય કોઇ પણ બાળકો જે હાગાર ધરાવશે, એની માતા ગણવામાં આવશે.

5
content/05/02.md Normal file
View File

@ -0,0 +1,5 @@
# લગ્ન કર્યા 
હાગાર જે નીચલા દરજ્જાની ગણાય તેવી ઇબ્રામની "બીજી પત્ની" બની ગઈ હતી. હાગાર હજુ સારાયની દાસી હતી.
# હાગારની ઇર્ષ્યા થઈ 
સરાઈ હાગારની ઈર્ષ્યા કરતી હતી કેમ કે હાગાર બાળકો જન્મ આપી શકે છે અને સરાઈથી એ શક્ય નથી.

7
content/05/03.md Normal file
View File

@ -0,0 +1,7 @@
# અનેક પ્રજાઓનો પિતા 
ઇબ્રામને ઘણા વંશજો હશે, અને તેઓને તેમના પોતાના દેશ હશે અને તેઓ પોતાની રીતે રાજ કરશે. તેઓ અને અન્ય યાદ રાખશે કે ઇબ્રામ તેમનો પૂર્વજ હતો અને તેનું સન્માન કરશે.
# હું તેમનો દેવ થઇશ 
આ બીજી રીતે કહી શકાય કે "હું દેવ ઠરીશ જેની તેઓ આરાધના કરશે"
# તારા કુટુંબનાં દરેક પુરૂષ 
આ રીતે, ભાષાંતર કરી શકાય છે કે "તારા કુટુંબના દરેક છોકરો અને પુરુષ." આમાં ઇબ્રામના સેવકો અને તેમના વંશજોનો સમાવેશ થાય છે.

9
content/05/04.md Normal file
View File

@ -0,0 +1,9 @@
(દેવ ઇબ્રાહિમ સાથે વાત કરવાનું ચાલુ રાખે છે.)
# વચનનો પુત્ર 
ઇસહાક એ પુત્ર હશે જે વિષે દેવે સરાઈ અને ઇબ્રામને વચન આપ્યું હતું. તે એ પણ પુત્ર હશે જેનો દેવ ઇબ્રામના ઘણા વંશજો આપવા માટે ઉપયોગ કરશે.
# હું તેની સાથે મારો કરાર કરીશ 
આ એ જ કરાર હશે જે દેવે ઇબ્રામ સાથે કર્યો હતો.
# ઘણાઓનો પિતા 
દેવે વચન આપ્યું હતું, કે ઇબ્રાહિમ ઘણા લોકોનો પૂર્વજ બની જશે તેમ તેઓના ઘણા દેશો પણ બનશે.
# રાજકુમારી 
રાજકુમારી રાજાની દીકરી હોય છે. બન્ને નામો સરાઈ અને સારા દેખીતી રીતે બન્નેનો અર્થ "રાજકુમારી" થાય છે. પરંતુ દેવ તેના નામનો અર્થ બદલે છે કે તે ઘણા દેશોની માતા બનશે, અને તેના વંશજો કેટલાક રાજાઓ થશે.

3
content/05/05.md Normal file
View File

@ -0,0 +1,3 @@
# તેના ઘરના દરેક પુરુષો 
દરેક પુરુષો અને છોકરાઓ જેની જવાબદારી ઇબ્રાહિમની હતી, તેમના પુરુષ નોકરો, યુવાન અને વૃદ્ધો સહિત તમામ.

7
content/05/06.md Normal file
View File

@ -0,0 +1,7 @@
# યહોવાએ ઇબ્રાહિમના વિશ્વાસની કસોટી કરી 
દેવની ઇબ્રાહિમ માટે એ ઇચ્છા હતી કે તે બતાવે કે તે દેવને પૂરેપૂરો સમર્પિત છે અને દેવ જે કહેશે તે તે કરશે.
# તેને મારી નાંખ 
દેવ માનવનું બલિદાન ચાહતા નથી. દેવ જોવા ઈચ્છતા હતા કે ઇબ્રાહિમ દેવને તેના પુત્ર કરતા વધારે પ્રેમ કરે છે અને દેવ માંગે ત્યારે પોતાના પુત્રને પાછો આપવા પણ તૈયાર છે.
# બલિદાન ને માટે તૈયાર કર્યું 
ઇબ્રાહિમ તેના પુત્રને બલિદાન રૂપે આપવા માટે તૈયાર થઈ ગયો. તે તેના પુત્રને મારે એ પહેલા જ દેવે તેને અટકાવ્યો.

9
content/05/07.md Normal file
View File

@ -0,0 +1,9 @@
# બલિદાન સ્થળ સુધી ચાલતા જતા હતા 
દેવે ઇબ્રાહિમને ઇસહાકને ખાસ ઊંચી ટેકરી પર બલિદાન આપવા કહ્યું હતું, જ્યાં તેઓ રહેતા હતા ત્યાંથી ત્રણ દિવસનો રસ્તો હતો.
# બલિદાન માટે લાકડું 
એક બલિદાન માટે, સામાન્ય રીતે ઘેટાંને લાકડા ઉપર મૂકવામાં આવતું હતું કે જેથી લાકડું અને ઘેટાંને આગ સાથે સળગાવી શકાય.
# ઘેટું 
યુવાન ઘેટાં અથવા બકરા બલિદાન માટે સામાન્ય પ્રાણી હોય છે.
# પૂરૂ પાડે છે 
ઇબ્રાહિમ માનતો હોઈ શકે છે કે ઇસહાક "હલવાન" હતો જે દેવ પૂરૂ પાડે છે, તેમ છતાં દેવ ઇસહાકની જગ્યાએ બલિદાન માટે ઘેટું આપીને ઇબ્રાહિમના શબ્દો પૂર્ણ કર્યા.

9
content/05/08.md Normal file
View File

@ -0,0 +1,9 @@
# તેના પુત્રને મારવા 
દેવ માનવ બલિદાન માંગતા ન હતાં. દેવ એ જોવા ઇચ્છતા કે ઇબ્રાહિમ દેવને તેના પુત્ર કરતા વધારે પ્રેમ કરે છે અને પછી પણ તે દેવની આજ્ઞા પાળે છે કે નહિ જ્યારે દેવે તેને કહ્યું હતું કે તેના પુત્રને દેવને પાછો આપ. થોભી જા!
# છોકરાને કોઈ ઈજા ન કરીશ ! 
દેવે ઇસહાકને સુરક્ષિત રાખ્યોં અને ઇબ્રાહિમને હત્યા કરવાથી દુર રાખ્યોં.
# તું મારો ડર રાખે છે
ઇબ્રાહિમ દેવનો ભય રાખે છે, જેમાં દેવ માટે આદર અને સન્માનનો સમાવેશ થાય છે. તે વસ્તુઓને કારણે, તે દેવની આજ્ઞાનું પાલન કરતો હતો.
# તારો એકમાત્ર પુત્ર 
ઇશ્માએલ પણ ઇબ્રાહિમનો પુત્ર હતો, પરંતુ ઇસહાક ઇબ્રાહિમ અને સારાહનો એકમાત્ર પુત્ર હતો. દેવનો કરાર ઇસહાક સાથે હતો અને ઇસહાક મારફતે દેવ તેમના વચન પરિપૂર્ણ કરશે.

5
content/05/09.md Normal file
View File

@ -0,0 +1,5 @@
# એક ઘેટો 
એક નર ઘેટો છે. બકરા એ પ્રાણીઓ હતા કે જેને લોકો દેવને બલિદાન કરી શકતા હતા.
# દેવે ઘેટો આપ્યો હતો 
બરાબર યોગ્ય સમયે, દેવે બકરાને ઝાડીમાં ફસાઈ જવા દીધો.

10
content/05/10.md Normal file
View File

@ -0,0 +1,10 @@
# તારો એકમાત્ર પુત્ર 
[05-08](../05/08.md) માં સમજૂતી જુઓ.
# આકાશમાંના તારાઓ
[04-05](../04/05.md) માં સમજૂતી જુઓ.
# વિશ્વના તમામ કુટુંબો 
અહીં, "પરિવારો" નો અર્થ દરેક માતા
# તારા કુટુંબ દ્વારા આશીર્વાદ 
અહીં, "કુટુંબ" નો ઉલ્લેખ ઇબ્રાહિમના ઘણા વંશજો હશે, એવો કરે છે. વિશ્વની ભવિષ્યની પેઢી ઇબ્રાહિમના વંશજો દ્વારા આશીર્વાદ પામશે. સૌથી મોટો આશીર્વાદ ઘણી પેઢીઓ પછી દેવના પસંદ કરાયેલા સેવક મસીહ દ્વારા આવશે.
# બાઇબલની એક વાર્તા  
આ સંદર્ભો બાઇબલના કેટલાક અનુવાદમાં સહેજ અલગ હોઈ શકે છે.

7
content/06/01.md Normal file
View File

@ -0,0 +1,7 @@
# પોતાના એક સેવકને પાછો મોકલ્યોં 
 આને આવી રીતે અનુવાદ કરી શકાય છે, "(તેના સગાઓના દેશમાં) પાછા જવા માટે તેના એક નોકરને કહ્યું." આ શબ્દ "પાછા" નો અર્થ એ થાય કે એનો સેવક એ જ જગ્યાએ જાય છે જ્યાં ઇબ્રાહિમ લાંબા સમય પહેલા ત્યાંથી રહેવા માટે કનાન આવ્યો. ખાતરી કરો કે આ શબ્દસમૂહ અનુવાદ સ્પષ્ટ બનાવે.
# પ્રદેશ 
હવે ઇબ્રાહિમ જ્યાં રહેતો હતો, ત્યાંથી તે પ્રદેશ પૂર્વમાં હતો.
# તેના પુત્ર ઇસ્હાક માટે પત્ની લાવવા માટે 
 આ, આવી રીતે ભાષાંતર કરી શકાય છે "તેના પુત્ર ઇસહાકના લગ્ન કરવા માટે કુંવારી કન્યા લાવવા માટે."

3
content/06/02.md Normal file
View File

@ -0,0 +1,3 @@
# ઇબ્રાહિમના ભાઈની પૌત્રી 
ખાસ કરીને, તે ઇબ્રાહિમના ભાઈના પુત્રની પુત્રી હતી. તેના દાદા ઇબ્રાહિમના ભાઈ હતા.

3
content/06/03.md Normal file
View File

@ -0,0 +1,3 @@
# રિબકાની સંમતિ 
રિબકાના માતાપિતા દ્વારા તેના લગ્નની વ્યવસ્થા કરવામાં આવી હતી, તેમ છતાં તેઓએ ઇસહાક સાથે લગ્ન કરવા માટે તેના પર દબાણ કર્યું ન હતું.

5
content/06/04.md Normal file
View File

@ -0,0 +1,5 @@
# વચનો¦પસાર કરવામાં આવ્યા
જે કરાર ઇબ્રાહિમ સાથે દેવ દ્વારા કરાયા હતા એ ફક્ત તેના પુરતા જ નહિ, પણ તેના વંશજો માટે પણ હતા.
# અગણિત 
આ આવી રીતે પણ ભાષાંતર કરી શકાય છે "ઘણા." આ શબ્દ "અસંખ્ય" નો અર્થ એ થાય કે તેના ઘણા વંશજો હશે જેની લોકો ગણતરી કરી શકવા માટે સમર્થ નહિં હોઈ શકે.

3
content/06/05.md Normal file
View File

@ -0,0 +1,3 @@
# રિબકાના પેટમાં 
એટલે કે, "તેના ગર્ભની અંદર."

9
content/06/06.md Normal file
View File

@ -0,0 +1,9 @@
# બે પુત્રોમાંથી 
એટલે કે, "બે પુત્રોના વંશજોમાંથી"
# તેઓ એકબીજા સાથે સંઘર્ષ કરશે 
બંને બે પુત્રો અને દેશો જે તેમનામાથી પાસેથી આવશે સતત એકબીજા સાથે લડ્યા કરશે. સરખાવો   [06-05](../06/05.md) .
# મોટો પુત્ર 
બાળકો જોડિયા હતા તેમ છતાં, બાળક જે પ્રથમ બહાર આવ્યું તે મોટા પુત્ર તરીકે ગણવામાં આવ્યું.
# નાનાની સેવા કરશે
આ, અનુવાદ કરી શકાય, "મોટા પુત્રને, નાનો જે કહે તે કરવું પડશે."

11
content/06/07.md Normal file
View File

@ -0,0 +1,11 @@
# રિબકાને બાળકો જન્મ્યાં 
કેટલીક ભાષાઓ આ વધુ પરોક્ષ રીતે કહે છે જેમ કે, "જ્યારે રિબકાએ જોયું અને તેઓને ઉઠાવ્યાં" અથવા,"જ્યારે રિબકાએ તેઓને અજવાળામાં લાવ્યા."
# મોટો પુત્ર ¦ નાનો પુત્ર 
આ, આવી રીતે અનુવાદ કરી શકાય "બહાર આવનાર પ્રથમ પુત્ર, બહાર આવનાર બીજો પુત્ર" ખાતરી કરો કે જેવી રીતે "મોટો" અને "નાના" નો અનુવાદ હજુ પણ બન્ને જોડિયા છે તેવો અર્થ દર્શાવે છે.
# લાલ 
આનો અર્થ એ થાય કે તેની ત્વચા ખૂબ જ લાલ હતી અથવા તેના શરીર પરના વાળ લાલ હતા.
# રુવાંટીવાળું 
એસાવના શરીર પર ઘણા વાળ હતા. તમે કહી શકો છો કે, "મોટા પુત્રનું શરીર ઘણાં બધાં વાળ સાથે, લાલ હતું."
# બાઇબલની વાર્તા   
આ સંદર્ભો બાઇબલના કેટલાક અનુવાદમાં સહેજ અલગ હોઈ શકે છે.

7
content/07/01.md Normal file
View File

@ -0,0 +1,7 @@
# ઘરમાં રહેવાનું પસંદ હતું ¦ શિકાર કરવાનું પસંદ હતું.
કેટલીક ભાષાઓ અહિં "પ્રેમ" માટે એક શબ્દ ઉપયોગ કરશે, જે "રિબકાને યાકૂબને પ્રેમ કરે છે તેનાથી જુદો છે. ઉદાહરણ તરીકે, આ આવી રીતે ભાષાંતર કરી શકાય છે, કારણ કે " એકને ઘરે રહેવાનું ગમ્યું | શિકાર કરવાનું ગમ્યું" અથવા, " એકને ઘરમાં રહેવાનું પસંદ | બીજાને શિકાર કરવાનું પસંદ"
# ઘરે 
આ અભિવ્યક્તિ કૌટુંબિક નિવાસોના આસપાસના વિસ્તારનો ઉલ્લેખ કરે છે. જ્યાં તંબુઓ હતા ત્યાં નજીકમાં યાકૂબે રહેવાનું પસંદ કર્યું. "ઘરમાં" કેટલીક ભાષાઓ માટે ખાસ અભિવ્યક્તિ ધરાવે છે,.'
# રિબકા યાકૂબને પ્રેમ કરતી હતી, પરંતુ ઇસહાક એસાવને પ્રેમ કરતો હતો 
આ રીતે પણ અનુવાદ કરી શકાય, "રિબકાને યાકૂબ વધુ ગમતો હતો, અને ઇસહાકને એસાવ વધુ ગમતો હતો" આ અર્થ એ નથી કે રિબકાને અને ઇસહાક અન્ય પુત્રને પ્રેમ ન કરતા હતા, પરંતુ દરેક માં બાપને એક પ્રિય હોય છે.

5
content/07/02.md Normal file
View File

@ -0,0 +1,5 @@
# મને થોડુંક જમવાનું આપ ¦ મને તારા અધિકારો આપી દે 
કેટલીક ભાષાઓ "આપી દે" માટે બે અલગ અલગ શબ્દો વાપરવા પસંદ કરી શકે છે. છેલ્લા બે વાક્યોમાં, "એસાવે આપ્યો¦યાકૂબે આપ્યો" આ પણ લાગુ પડે છ.
# સૌથી મોટા પુત્ર તરીકેના અધિકારો 
તેઓના રીતીરીવાજ મુજબ, જ્યારે તેઓના પિતાનું અવસાન થાય ત્યારે એસાવ મોટો પુત્ર હતો, માટે એને એના પિતાના વારસામાંથી બેગુણો હિસ્સો મળવો જોઈતો હતો. યાકૂબનો વિચાર, એસાવ પાસેથી સૌથી મોટા પુત્રના આ અધિકારો છીનવી લેવા માટેનો હતો.

9
content/07/03.md Normal file
View File

@ -0,0 +1,9 @@
# તેમના આશીર્વાદ આપ્યાં 
તે રિવાજ હતો કે પિતા ઔપચારિક રીતે તેમના બાળકો માટે સારી વસ્તુઓ થાય તેવી ઇચ્છા વ્યક્ત કરે. સામાન્ય રીતે મોટો પુત્ર શ્રેષ્ઠ વચન મેળવતો હતો. ઇસહાક આ વધારાની સમૃદ્ધિ એસાવને થાય તેવું ઇચ્છતા હતા.
# તેને છેતર્યો 
શબ્દ "યુક્તિ" કંઈક જાણી જોઈને કોઈને છેતરવા માટે થાય છે. રિબકા ઇસહાકને છેતરવા માટે એક યોજના સાથે આવી હતી જેથી યાકૂબ એસાવને બદલે ખાસ આશીર્વાદ મેળવે.
# ડોળ કરવો 
શબ્દ "ડોળ" બતાવે છે કે કેવી રીતે યાકૂબ તેના પિતાને (જે પોતાની વૃદ્ધાવસ્થામાં ખૂબ જ નબળી દ્રષ્ટિ ધરાવતો હતો) છેતરે છે.
# બકરાનું ચામડું  
બકરાના ચામડાની રૂવાટીંઓ યાકૂબને એસાવ જેવો બનાવશે.

5
content/07/04.md Normal file
View File

@ -0,0 +1,5 @@
# યાકૂબ ઇસહાક પાસે આવ્યો 
કેટલીક ભાષાઓમાં તે કહેવું વધુ સ્વાભાવિક હોઇ શકે છે "યાકૂબ ઇસહાક પાસે ગયો."
# તેણે વિચાર્યું કે તે એસાવ હતો 
તેણે વિચાર્યું જે વ્યક્તિને એ સ્પર્શ કરી રહ્યોં છે અને એની ગંધ લઈ રહ્યો છે તે એસાવ છે.

5
content/07/05.md Normal file
View File

@ -0,0 +1,5 @@
# સૌથી મોટા પુત્ર તરીકેના અધિકારો 
યાકૂબે તેના પિતાની સંપત્તિનો મોટો હિસ્સો જે મોટા પુત્ર તરીકે એસાવને જેવો જોઈએ તે મેળવવા માટે માર્ગ શોધ્યો. નોંધ પણ જુઓ   [07-02](../07/02.md) .
# તેમના આશીર્વાદ 
તેને વધારાની સમૃદ્ધિના વચન જે ઇસહાક એસાવને આપવા માંગતો હતો એ મેળવવા માટે યાકૂબે, તેના પિતાને છેતર્યા. નોંધ પણ જુઓ  [07-03](../07/03.md) .

9
content/07/06.md Normal file
View File

@ -0,0 +1,9 @@
# એસાવની યોજના 
એસાવની યોજના તેના પિતા મૃત્યુ પામ્યા પછી યાકૂબને મારી નાંખવાની હતી.
# તેણીએ અને ઇસહાકે યાકૂબને મોકલ્યો 
 "રિબકાને એસાવથી યાકૂબને બચાવવો હતો, એટલે તે યાકૂબને દૂર મોકલવા વિશે ઇસહાક સાથે વાત કરી હતી.
# દૂર તેના સંબંધીઓ સાથે રહેવા માટે 
જયારે ઇબ્રાહીમનો ચાકર ઇસહાકની પત્ની બનાવવા માટે રીબ્કાને મળ્યો ત્યારે તે જ્યાં રહેતી હતી તેજ જ સ્થળ આ હતું. આ સ્પષ્ટ કરવા માટે, તમે ઉમેરી શકો છો, "એ જ ભૂમિ જ્યાં તેણી તેના સંબંધીઓ સાથે રહેતી હતી." તે દેશ પૂર્વમાં હતો, સેંકડો માઇલ દૂર.
# તેના સંબંધીઓ 
આવી રીતે પણ, ભાષાંતર કરી શકે છે "તેમના સંબંધીઓ." ઇબ્રાહિમના ભાઈ રિબકાના દાદા હતા, માટે તેના સંબંધીઓ પણ ઇસહાકના સંબંધીઓ હતા.

3
content/07/07.md Normal file
View File

@ -0,0 +1,3 @@
# શ્રીમંત 
"આમાં નાણાં, પ્રાણીઓના મોટા ટોળાંઓ અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે.

3
content/07/08.md Normal file
View File

@ -0,0 +1,3 @@
# વીસ વર્ષ પછી 
યાકૂબની માતા જે દેશની હતી ત્યાં તે વીસ વર્ષ સુધી રહ્યો. જો તે સ્પષ્ટ ન હોય તો તમે કહી શકો છો " એ દેશ જ્યાં તેમના સંબંધીઓ હતા રહેતા ત્યાં વીસ વર્ષ સુધી વાસ કરીને પછી."

3
content/07/09.md Normal file
View File

@ -0,0 +1,3 @@
# તમારા સેવક યાકૂબને 
યાકૂબ ખરેખર એસાવનો નોકર ન હતો. પરંતુ યાકૂબે તેના સેવકોને આમ કહેવા કહ્યું, કારણ કે તે એસાવને બતાવવા માંગતો હતો કે તે તેના તરફ નમ્રતાપૂર્વક અને સાદરભાવથી આવી રહ્યો હતો, જેથી એસાવ હવે તેની સાથે ગુસ્સે ન રહે એવું ઈચ્છે છે.

11
content/07/10.md Normal file
View File

@ -0,0 +1,11 @@
# શાંતિપૂર્ણ રહેતા હતા 
આ એ હકીકતનો ઉલ્લેખ કરે છે કે, એસાવ અને યાકૂબ એકબીજા પર ગુસ્સે ન હતા અને એકબીજા સાથે લડવા ચાહતા ન હતા.
# તેને દફનાવ્યો 
આનો અર્થ આવો કરી શકાય છે કે તેઓ જમીનમાં એક ખાડો ખોદે છે, તેમાં ઇસહાકના શરીરને મૂકવામાં આવે છે, અને માટી અથવા પત્થરો સાથે ખાડો પુરી દે છે. અથવા આવું બની શકે છે કે તેઓ એક ગુફામાં ઇસહાકના શરીરને મૂકે અને એનું મુખ બંધ કરી દે.
# કરારના વચનો
આ એ વચનો છે જે દેવે ઇબ્રાહિમ સાથે કરેલા કરારમાં કરવામાં આવ્યા હતા.
# ઇસહાક પરથી યાકૂબ પર આવ્યા 
આ વચનો ઇબ્રાહિમ પરથી તેના પુત્ર ઇસહાક પર અને હવે એના પુત્ર યાકૂબ પર ઊતરી રહ્યાં હતા. એસાવને વચનો પ્રાપ્ત નથી થયા. આ પણ જુઓ    [06-04](../06/04.md) .
# બાઇબલની એક વાર્તા   
આ સંદર્ભો બાઇબલના કેટલાક અનુવાદમાં સહેજ અલગ હોઈ શકે છે.

11
content/08/01.md Normal file
View File

@ -0,0 +1,11 @@
# મોકલ્યો 
 "આ શબ્દનો અર્થ એ થાય કે યાકૂબે જવા માટે યૂસફને જણાવ્યું હતું અને યૂસફ ગયો હતો.
# પ્રિય પુત્ર 
આ આવી રીતે ભાષાંતર કરી શકાય છે કે "એ પુત્ર જેને તેણે તેના કોઈપણ અન્ય બાળકો કરતાં વધુ પ્રેમ કર્યો હતો."
# તપાસ કર 
આનો અર્થ એ થાય કે યુસુફે જઈને બધું પોતાના ભાઇઓ સાથે ઠીક્ઠાક છે ને એ તપાસ કરે. કેટલીક ભાષાઓ કંઈક આ રીતે કહી શકે છે, કે "તેના ભાઇઓની 'સુખાકારી જોવા માટે."
# ભાઈઓ 
આ યૂસફના મોટા ભાઈઓ હતા.
# ટોળાંઓની કાળજી લેવા
કેમ કે આ કેટલાક દિવસનો પ્રવાસ હોય એટલું દુર હતું, આમ કહેવું જરુરી છે કે, "જેઓ ખુબ જ દુર હતા તેઓની ખબર જોવાને."

7
content/08/02.md Normal file
View File

@ -0,0 +1,7 @@
# તેના ભાઇઓ પાસે આવ્યો 
 અન્ય રીતે આ ભાષાંતર કરી શકાય છે," જ્યાં તેના ભાઈઓ હતા તે જગાએ પહોંચી ગયો."
# અપહરણ 
તેઓએ તેને તેની ઇચ્છા વિરુધ્ધ પકડી લીધો હતો. તેમને માટે આવું કરવું યોગ્ય ન હતું.
# ગુલામ વેપારીઓ 
આ લોકો એક માલિક પાસેથી માણસો ખરીદી અને તેમને અન્ય માલિકને ગુલામો તરીકે વેચવાનો એક ધંધો કરતા હતા.

3
content/08/03.md Normal file
View File

@ -0,0 +1,3 @@
# બકરીનું રક્ત 
ભાઈઓ ઈચ્છતા હતા કે યાકૂબને લાગે કે કપડાં પરનું લોહી યૂસફનું રક્ત હતું.

3
content/08/04.md Normal file
View File

@ -0,0 +1,3 @@
# સરકારી અધિકારી 
આ એક વ્યક્તિ છે જે મિસરની સરકારનો ભાગ હતો. અન્ય રીતે આમ કહિ શકાય કે, "મિસર સરકારનો અધિકારી."

7
content/08/05.md Normal file
View File

@ -0,0 +1,7 @@
# યૂસફ સાથે સુવાનો પ્રયાસ કર્યો 
 "બીજી રીતે આ કહેવાનો અર્થ છે કે,"તેણે યૂસફને પોતાની સાથે શારીરિક સંબંધ બાંધવા લલચાવ્યો. " "સાથે સુવાનું" કહેવું એ અસભ્ય અથવા આક્રમક ન હોઈ આ રીતે વ્યક્ત કરવાનો એક રસ્તો છે.
# દેવ સામે પાપ 
જો કોઈ આપસમાં લગ્નથી જોડાયેલા ન હોય અને શારીરિક સંબંધ બાંધે તો તે દેવના કાયદા વિરુદ્ધ છે. યૂસફ દેવના કાયદાની અવજ્ઞા કરી પાપ કરવા ઈચ્છતો ન હતો.
# દેવને વફાદાર રહ્યો 
આ બીજી રીતે કહિએ તો "દેવની આજ્ઞા પાળવાનું ચાલુ રાખ્યું."

7
content/08/06.md Normal file
View File

@ -0,0 +1,7 @@
# તે ખૂબજ અશાંત બન્યો 
 "આનો અર્થ એ થાય કે રાજા ખૂબ જ ભયભીત અને (કારણ કે તે્ણે જે સ્વપ્નમાં જોયું હતું) ભ્રમીત થઈ ગયો.
# તેના સલાહકારો 
આ પુરુષો ખાસ શક્તિ અને જ્ઞાન ધરાવતા હતા જેઓ કહી શકે કે સ્વપ્નનો શું અર્થ થાય છે. કેટલાક અનુવાદો, તેમનો સંદર્ભ "શાણા માણસો" તરીકે કરે છે.
# સ્વપ્નનો અર્થ 
મિસરના લોકો માને છે કે સ્વપ્ન તેમને ભવિષ્યમાં શું થશે તે વિશે કહેતા દેવતાઓના સંદેશાઓ હોય છે. દેવે ફારુનના સ્વપ્નનો ઉપયોગ, શું થવાનું છે એ કહેવા માટે કર્યો હતો.

9
content/08/07.md Normal file
View File

@ -0,0 +1,9 @@
# સ્વપ્નનું અર્થઘટન 
"અર્થઘટન" નો અર્થ એ કહેવું કે "અમુક નો અર્થ શું છે" એવો થાય છે. તેથી યૂસફ લોકોને તેમના સ્વપ્નનો અર્થ કહેવા શક્તિમાન હતો.
# તેઓ યૂસફને તેની પાસે લાવ્યા 
તેણે યૂસફને લાવવા તેના સેવકોને આદેશ આપ્યો" બીજી રીતે આમ કહિ શકાય છે,
# દેવ મોકલી રહ્યા છે 
દેવ સાત વર્ષ માટે પાક સારી રીતે ઉગે તેવું કરશે, અને તે પછીના સાત વર્ષ એવુ કરશે કે ખૂબ જ ઓછો પાક ઉત્પન્ન થાય જેથી લોકો અને પ્રાણીઓને ખાવા માટે પૂરતો ખોરાક ન હોય.
# દુકાળ 
વાડીઓ અને ખેતરો થોડો પાક પેદા કરશે કે જેથી લોકો અને પ્રાણીઓને ખાવા માટે પૂરતું ભોજન ન હોય.

5
content/08/08.md Normal file
View File

@ -0,0 +1,5 @@
# થી પ્રભાવિત 
ફારુન યૂસફના ડહાપણ દ્વારા પ્રભાવિત થયો અને તેને માટે આદર ઉપજ્યું હતું; લોકોનું ભલું થાય એવા તેના ડહાપણભર્યા નિર્ણયો લેવાની આવડત ઉપર તેણે યૂસફ ઉપર સંપુર્ણ ભરોસો મુક્યો. આમ કહેવું સ્પષ્ટ હોઈ શકે, "યૂસફની બુદ્ધિથી પ્રભાવિત."
# બીજો સૌથી વધુ શક્તિશાળી માણસ 
ફારુને યૂસફને મિસરની તમામ બાબતો ઉપર ખૂબ જ શક્તિશાળી અને મહત્વનો શાસક બનાવી દીધો. અને યૂસફ કરતાં ફક્ત ફારૂન જ વધુ શક્તિશાળી અને મહત્વની હતી.

4
content/08/09.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# અનાજનો મોટા પ્રમાણમાં સંગ્રહ 
તેઓએ વિપુલ પાકમાંથી અનાજ ભેગું કરી અને તેને શહેરોમાં લઈ જઈ ત્યાં ભંડારોમાં સંગ્રહ કર્યો. ત્યારબાદ અનાજ ફારુનની રાજકિય સંપત્તિ બની ગયું.
# દુષ્કાળ
જુઓ કે કેવી રીતે તમે એનો અનુવાદ કર્યો છે   [08-07](../08/07.md) .

5
content/08/10.md Normal file
View File

@ -0,0 +1,5 @@
# મિસર, કનાન પણ 
કેટલીક ભાષાઓ માટે આ વધુ સ્પષ્ટ લાગશે અથવા વધુ પ્રાકૃતિક હોઈ શકે છે, "મિસર દેશમાં, કનાન દેશમાં પણ."
# દુષ્કાળ ગંભીર હતો 
દુકાળ ખૂબ જ ભયંકર હતો. ખોરાક ખૂબ જ ઓછો હતો અને મિસરની બહાર પણ ઘણા લોકો ભૂખે મરતા હતા.

5
content/08/11.md Normal file
View File

@ -0,0 +1,5 @@
# તેના મોટા પુત્રો 
આ યૂસફના મોટા ભાઈઓ હતા જેઓએ તેને ગુલામ તરીકે વેંચી માર્યો હતો.
# યૂસફને ઓળખ્યો ન હતો 
તેઓ જાણતા ન હતા કે એ માણસ યૂસફ હતો, કારણ કે યૂસફ જ્યારે તેઓએ છેલ્લે તેને જોયો હતો તે કરતાં વધારે વયસ્ક હતો અને તેણે ઇજિપ્તના એક શાસક તરીકેનો પોશાક પહેર્યો હતો.

9
content/08/12.md Normal file
View File

@ -0,0 +1,9 @@
# તેના ભાઇઓની પરીક્ષા 
યૂસફે તેમના મોટા ભાઈઓને એક મુશ્કેલ પરિસ્થિતિમાં મૂક્યાં એ જોવા માટે કે તેઓ તેમના સૌથી નાના ભાઈનું રક્ષણ કરે છે કે જેવી રીતે તેઓએ યૂસફની કરી હતી તેમ તેની ખરાબ રીતે દેખભાળ કરે છે. જ્યારે તેઓએ તેમના સૌથી નાના ભાઈને સુરક્ષિત રાખ્યો હતો, ત્યારે યૂસફને ખબર પડી ગઈ કે તેઓ બદલાઈ ગયા હતા.
# જો તેઓ બદલાઈ ગયા હશે તો 
અન્ય રીતે કહી શકાય કે, "જો તેઓ પહેલા હતા એવા ન હોઈને બદલાઈ ગયા હશે તો." વર્ષો પહેલાં યુસફના ભાઈઓએ તેને ગુલામીમાં વેચી દીધો હતો. યૂસફ એ જોવા માંગતો હતો કે તેઓ હવે જે યોગ્ય છે તે કરશે.
# ભયભીત ન થશો 
આ બીજી રીતે કહી શકાય કે, "તમારે સજાથી ડરવાની કોઇ પણ જરૂર નથી." યુસફના ભાઈઓ ભયભીત હતા, કારણ કે તેઓએ યૂસફને ખુબ જ અન્યાય કર્યો હતો અને તે હવે એક મહાન શાસક તરીકે તેની પાસે તેમને સજા કરવાની સત્તા હતી. યૂસફ તેઓને અનાજ વેચવાની મનાઈ ફરમાવી શકતો હતો અથવા તેઓને જેલમાં નાંખી શકતો હતો અથવા તેઓને મારી નાંખી શકતો હતો.
# ભલાઈને બદલે દુષ્ટતા
યૂસફના ભાઈઓએ દુષ્ટતા કરી જ્યારે તેઓએ યૂસફને એક ગુલામ તરીકે વેચી નાંખ્યો હતો અને ત્યાંથી તેને મિસર લઈ જવાયો હતો. પરંતુ દેવે આ બધુ થવા દેવાની પરવાનગી આપી જેથી યૂસફ હજારો લોકોને દુષ્કાળમાં ભુખમરાથી બચાવી શકે, પોતાના કુટુંબીઓને પણ. આ એક ઉમદા કાર્ય હતુ.

1
content/08/13.md Normal file
View File

@ -0,0 +1 @@
(આ માળખા માટે કોઈ નોંધ નથી)

5
content/08/14.md Normal file
View File

@ -0,0 +1,5 @@
# યાકૂબ વૃધ્ધ થઈ ગયો હતો છતાં પણ, એ મિસર ગયો
મિસર કનાનથી ખુબ જ દૂર હતું, અને એક વૃધ્ધ વ્યક્તિ માટે એટલે દૂર સુધી ચાલવું અથવા ગાડામાં સફર કરવી ખુબ જ મુશ્કેલ ભર્યું હતું.
# યાકૂબના મૃત્યુ પહેલા
યાકૂબ મિસરમાં મૃત્યુ પામ્યો. એ પાછો કનાન ન આવી શક્યો, કે જે પ્રદેશ એને અને એના વંશજોને આપવાનું દેવે વચન આપ્યું હતું.

9
content/08/15.md Normal file
View File

@ -0,0 +1,9 @@
# કરારના વચનો
ઘણા સમય પહેલા દેવે ઇબ્રાહિમ જોડે એક કરાર કર્યો હતો અને એને વચન આપ્યું હતુ કે તે એને અસંખ્ય વંશજો આપશે; તેઓ કનાન દેશની ભૂમિ પોતાની કરી લેશે અને તેઓ મહાન રાષ્ટ્ર બનશે. દેવે એ પણ વચન આપ્યું હતું કે દરેક લોકો ઇબ્રાહિમના વંશજો દ્વારા આશિર્વાદ પામશે. આ પણ જુઓ [07-10](../07/10.md)
# ને આપવું
બીજી રીતે આવું કહિ શકાય કે, “ને આપવામાં આવ્યું” અથવા, “ને આપી દેવાયું” અથવા, “ને આપ્યું.” ઇબ્રાહિમને દેવનું વચન એના સંતાનો, પ્રપૌત્રો અને ભવિષ્યના વંશોજો માટે પણ હતું. આ પણ જુઓ [06-04](../06/04.md)
# ઈસ્રાએલાના બાર કુળો
દેવે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને વચન આપ્યું હતુ કે તેઓના વંશજો એક મહાન રાષ્ટ્ર બનશે. દેવે ત્યારબાદ યાકૂબનું નામ બદલીને ઈસ્રાએલ રાખ્યું યાકૂબના બાર સંતાનોના વંશજો એ બાર મોટા કુળો બની ગયા. આ બાર જાતિઓએ પ્રાચીન રાષ્ટ્ર ઈસ્રાએલ રચ્યું, જે યાકૂબના નવા નામ પ્રમાણે બન્યું.
# માંથી બાઈબલની એક વાર્તા
આ સંદર્ભ અન્ય બાઈબલના ભાષાંતર કરતા થોડું અલગ હોઈ શકે.

3
content/09/01.md Normal file
View File

@ -0,0 +1,3 @@
# ઈસ્રાએલીઓ કહેવાયા
યાકૂબમાંથી જે લોકોનું જુથ ઉતરી આવ્યું તેઓ “ઈસ્રાએલ” કહેવાયા, જે નામ યાકૂબને દેવે આપ્યું હતું. એ જુથાના લોકો “ઈસ્રાએલીઓ” કહેવાયા.

5
content/09/02.md Normal file
View File

@ -0,0 +1,5 @@
# ફારુન
“ફારુન” એ એક મિસરી શબ્દ છે જે તેઓના રાજા માટેનો શબ્દ છે. ફારુન કદાચ એની પહેલાના ફારુનનો પુત્ર હશે જે મરી ગયો હતો, જે કદાચ એ ફારુનનો ઉત્તરાધિકારી હતો જેને યૂસફ જાણતો હતો.
# ઈસ્રાએલીઓને ગુલામ બનાવ્યા
એટલે કે, “ઈસ્રાએલીઓને તેઓની ઈચ્છા વિરુધ્ધ જબરદસ્તીથી સખત મજુરીનું કામ કરવા મજબુર કર્યા હતા અને તેઓની સાથે ઘણું કઠોર વર્તન કર્યું.

5
content/09/03.md Normal file
View File

@ -0,0 +1,5 @@
# બદતર
“આનો અર્થ એવો થાય છે કે તેઓએ ખુબ બદતરતા સહન કરવી પડી કેમ કે તેઓની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો હતો અને કેટલું સખત કામ તેઓએ જબરદસ્તીથી કરવું પડતું હતું. તેઓ ખુબ જ હતાશ થઈ ગયા હતા.
# દેવે તેઓને આશિર્વાદ આપ્યાં
દેવે તેઓની સંભાળ લીધી હતી, તેઓને અમાનવિય વ્યવહાર સહન કરવાની શક્તિ આપી અને એવુ અદભુત કાર્ય કરીને તેઓને અસંખ્ય સંતાનો આપ્યા.

3
content/09/04.md Normal file
View File

@ -0,0 +1,3 @@
# જોયું
આ બીજી રીતે કહીએ તો, “અનુભવ્યું” અથવા, “જાણ્યું.”

Some files were not shown because too many files have changed in this diff Show More