# પવિત્ર આત્મા, દેવનો આત્મા, પ્રભુનો આત્મા, આત્મા ## હકીકતો: આ બધા શબ્દો પવિત્ર આત્માનો સંદર્ભ આપે છે, જે દેવ છે. એક સાચા દેવ પિતા, પુત્ર અને પવિત્ર આત્મા તરીકે સનાતન અસ્તિત્વ ધરાવે છે. * પવિત્ર આત્માને "આત્મા" અને "યહોવાનો આત્મા" અને "સત્યનો આત્મા" તરીકે પણ ઓળખવામાં આવે છે. * કારણ કે પવિત્ર આત્મા દેવ છે, તે તેના તમામ સ્વભાવમાં અને તે જે કરે છે તેમાં સંપૂર્ણ પવિત્ર, અનંત શુદ્ધ અને નૈતિક રીતે સંપૂર્ણ છે. * પિતા અને પુત્રની સાથે, પવિત્ર આત્મા વિશ્વની રચનામાં સક્રિય હતો. * જ્યારે દેવના પુત્ર, ઈસુ સ્વર્ગમાં પાછા ફર્યા, ત્યારે દેવે પવિત્ર આત્માને તેમના લોકો પાસે મોકલ્યો, તેઓનું નેતૃત્વ કરવા, તેઓને શીખવવા, તેમને દિલાસો આપવા અને ઈશ્વરની ઈચ્છા પૂરી કરવા સક્ષમ બનાવવા. * પવિત્ર આત્માએ ઈસુને માર્ગદર્શન આપ્યું અને તે ઈસુમાં વિશ્વાસ કરનારાઓને માર્ગદર્શન આપે છે. ## અનુવાદ સૂચનો: * આ શબ્દનું ભાષાંતર ફક્ત "પવિત્ર" અને "આત્મા" માટે ઉપયોગમાં લેવાતા શબ્દો સાથે કરી શકાય છે. * આ શબ્દનું ભાષાંતર કરવાની રીતોમાં "શુદ્ધ આત્મા" અથવા "આત્મા જે પવિત્ર છે" અથવા "દેવ આત્મા" પણ શામેલ હોઈ શકે છે. (આ પણ જુઓ: [પવિત્ર], [આત્મા], [દેવ], [પ્રભુ], [દેવ પિતા], [દેવનો પુત્ર], [ભેટ]) ## બાઈબલ સંદર્ભો: * [૧ શમુએલ ૧૦:૧૦] * [૧ થેસ્સાલોનીકી ૪:૭-૮] * [પ્રેરિતોનાં કૃત્યો ૮:૧૭] * [ગલાતી ૫:૨૫] * [ઉત્પત્તિ ૧:૧-૨] * [યશાયા ૬૩:૧૦] * [અયુબ ૩૩:૪] * [માથ્થી ૧૨:૩૧] * [માથ્થી ૨૮:૧૮-૧૯] * [ગીતશાસ્ત્ર ૫૧:૧૦-૧૧] ## બાઈબલ વાર્તાઓમાંથી ઉદાહરણો: * _[૧:૧]_ પરંતુ _દેવનો આત્મા_ ત્યાં પાણી ઉપર હતો. * _[૨૪:૮]_ જ્યારે ઈસુ બાપ્તિસ્મા લીધા પછી પાણીમાંથી બહાર આવ્યા, ત્યારે _દેવનો આત્મા_ કબૂતરના રૂપમાં પ્રગટ થયો અને નીચે આવ્યો અને તેના પર ઊતર્યો. * _[૨૬:૧]_ શેતાનની પરીક્ષણ પર વિજય મેળવ્યા પછી, ઈસુ _પવિત્ર આત્માની શક્તિમાં_ ગલીલના પ્રદેશમાં જ્યાં તેઓ રહેતા હતા ત્યાં પાછા ફર્યા. * _[૨૬:૩]_ ઈસુએ વાંચ્યું, "દેવે મને _તેમનો આત્મા_ આપ્યો છે જેથી હું ગરીબોને વધામણી જાહેર કરી શકું, બંદીવાસીઓને સ્વતંત્રતા, અંધોને દૃષ્ટિની પુનઃપ્રાપ્તિ અને દલિતોને મુક્ત કરી શકું." * _[૪૨:૧૦]_ "તો જાઓ, પિતા, પુત્ર અને _પવિત્ર આત્મા_ના નામે બાપ્તિસ્મા આપીને અને મેં તમને જે આજ્ઞા આપી છે તેનું પાલન કરવાનું શીખવીને બધા લોકોના જૂથોને શિષ્ય બનાવો." * _[૪૩:૩]_ તેઓ બધા પવિત્ર આત્માથી ભરપૂર હતા અને તેઓ અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યા. 41 * _ [૪૩:૮]_ “અને ઈસુએ પવિત્ર આત્મા મોકલ્યો છે _ જેમ તેણે વચન આપ્યું હતું કે તે કરશે. પવિત્ર આત્મા _ તે દરેક બાબતોનુંકારણ બને છે જે તમે હવે જોઈ રહ્યા છો અને સાંભળી રહ્યા છો." * _[૪૩:૧૧]_ પિતરે તેમને જવાબ આપ્યો, “તમારામાંના દરેકે પસ્તાવો કરવો જોઈએ અને ઈસુ ખ્રિસ્તના નામે બાપ્તિસ્મા લેવું જોઈએ જેથી દેવ તમારા પાપોને માફ કરે. પછી તે તમને પવિત્ર આત્માની ભેટ પણ આપશે." * _[૪૫:૧]_ તેની (સ્તેફન) સારી પ્રતિષ્ઠા હતી અને તે _પવિત્ર આત્મા_ અને શાણપણથી ભરપૂર હતી. ## શબ્દ માહિતી: * સ્ટ્રોંગ્સ: H3068, H6944, H7307, G00400, G41510