# પવિત્ર, પવિત્રતા, અપવિત્ર, પવિત્ર ## વ્યાખ્યા: “પવિત્ર” અને “પવિત્રતા” શબ્દો ઈશ્વરના ચરિત્રનું વર્ણન કરે છે, તે દેવને જે સર્વ પાપી અને અપૂર્ણ છે તેનાથી તેને તદ્દન નિરાળું અને અલગ કરે છે * ફક્ત દેવજ સંપૂર્ણપણે પવિત્ર છે. તે લોકો અને વસ્તુઓને પવિત્ર બનાવે છે. * વ્યક્તિ કે જે પવિત્ર છે તે દેવનો છે, અને દેવની સેવાના હેતુ માટે અને તેને મહિમા મળે માટે અલગ કરાયેલો છે. * જે વસ્તુ જેને ઈશ્વરે પવિત્ર જાહેર કર્યું છે, એટલે કે જેને તેના મહિમા અને તેના કાર્ય માટે અલગ કરવામાં આવ્યા છે, જેમકે જે વેદી જે બલિદાન ચઢાવવા વાપરવામાં આવે છે. * જ્યાં સુધી તે (દેવ) પરવાનગી ના આપે ત્યાં સુધી લોકો તેની નજીક જઈ શકતા નથી, કારણકે તે પવિત્ર છે અને તેઓ માત્ર મનુષ્ય, પાપી અને અપૂર્ણ છે. * જૂના કરારમાં, દેવે યાજકોને તેની સેવા માટે પવિત્ર તરીકે અલગ કર્યા છે. દેવની નજીક જવા માટે તેઓએ ધાર્મિક સંસ્કાર પ્રમાણે પાપથી શુદ્ધ થવું પડતું. * દેવે ચોક્કસ સ્થળો અને વસ્તુઓને પણ પવિત્ર કરીને અલગ કર્યા કે જે તેના છે અથવા તેમાં તે પોતાને પ્રગટ કરે છે, જેમકે કે તેનું મંદિર. શાબ્દિક રીતે, “અપવિત્ર” શબ્દનો અર્થ “જે પવિત્ર નથી.” તે કોઈક વ્યક્તિ અથવા કંઈક વસ્તુ કે જે દેવનું સન્માન કરતી નથી તેનું વર્ણન કરે છે. * આ શબ્દ કોઈ કે જે તેની વિરુદ્ધ બળવો કરી દેવનું અપમાન કરે છે, તેનું વર્ણન કરવા વાપરવામાં આવ્યો છે. * વસ્તુ જે સામાન્ય, અપવિત્ર અથવા અશુદ્ધ હોય તેને “અપવિત્ર” કહી શકાય છે. તે દેવનું નથી. “પવિત્ર” શબ્દ કંઈક કે જે દેવની આરાધના સંબંધિત અથવા જૂઠા દેવોની મૂર્તિપૂજાને વર્ણવે છે. * જૂના કરારમાં, “પવિત્ર” શબ્દ મોટેભાગે પત્થરના થાંભલાઓ અને બીજા વસ્તુઓ કે જે જૂઠા દેવોની આરાધનામાં વાપરવામાં આવતા હતા. તે શબ્દનું “ધાર્મિક” તરીકે પણ ભાષાંતર કરી શકાય છે. * “પવિત્ર ગીતો” અને “પવિત્ર સંગીત” કે જે દેવના મહિમા માટે જે ગાવામાં અથવા વગાડવામાં આવે છે, તેને દર્શાવે છે. તેનું ભાષાંતર, “યહોવાની આરાધના માટેનું સંગીત” અથવા “ગીતો કે જે દેવની પ્રશંસા કરે છે” તરીકે કરી શકાય છે. * “પવિત્ર ફરજો” શબ્દસમૂહ, “ધાર્મિક ફરજો” અથવા “વિધિ” કે જે લોકોને દેવની આરાધનામાં દોરવા માટે યાજક જે કરે છે, તેને દર્શાવે છે. તે વિધિ જૂઠા દેવની (આરાધના કરવા) માટે મૂર્તિપૂજક યાજક દ્વારા કરવામાં આવતી પૂજાને પણ દર્શાવે છે. ## ભાષાંતરના સૂચનો: * “પવિત્ર” શબ્દના ભાષાંતરમાં, “દેવ માટે અલગ કરાયેલું” અથવા “દેવનું” અથવા “સંપૂર્ણ શુદ્ધ” અથવા “સંપૂર્ણપણે પાપ રહિત” અથવા “પાપથી અલગ કરાયેલું” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે. * મોટેભાગે અંગ્રેજીમાં “પવિત્ર બનાવવા” શબ્દનું ભાષાંતર, “શુદ્ધ કરવું” તરીકે કરવામાં આવેલું છે. તેનું ભાષાંતર “દેવના મહિમા માટે કોઈને અલગ કરવું” તરીકે પણ કરી શકાય છે. * “અપવિત્ર” (શબ્દ)ના ભાષાંતરમાં જે, “પવિત્ર નથી” અથવા “જે દેવનું નથી તેવું” અથવા “દેવને માન આપતો નથી” અથવા “દૈવી નથી” તેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે. * કેટલાક સંદર્ભોમાં, “અપવિત્ર”નું ભાષાંતર “અશુદ્ધ” તરીકે કરી શકાય છે. (આ પણ જુઓ: [પવિત્ર આત્મા](../kt/holyspirit.md), [અભિષેક](../kt/consecrate.md), [શુદ્ધ](../kt/sanctify.md), [અલગ કરવું](../kt/setapart.md)) ## બાઈબલની કલમો: * [ઉત્પત્તિ 28:20-22](rc://gu/tn/help/gen/28/20) * [2 રાજા 3:1-3](rc://gu/tn/help/2ki/03/01) * [યર્મિયાનો વિલાપ 4:1-2](rc://gu/tn/help/lam/04/01) * [હઝકિયેલ 20:18-20](rc://gu/tn/help/ezk/20/18) * [માથ્થી 7:6](rc://gu/tn/help/mat/07/06) * [માર્ક 8:38](rc://gu/tn/help/mrk/08/38) * [પ્રેરિતો 7:33-34](rc://gu/tn/help/act/07/33) * [પ્રેરિતો 11:7-10](rc://gu/tn/help/act/11/07) * [રોમન 1:1-3](rc://gu/tn/help/rom/01/01) * [2 કરિંથી 12:3-5](rc://gu/tn/help/2co/12/03) * [કલોસ્સી 1:21-23](rc://gu/tn/help/col/01/21) * [1 થેસ્સલોનિકી 3:11-13](rc://gu/tn/help/1th/03/11) * [1 થેસ્સલોનિકી 4:7-8](rc://gu/tn/help/1th/04/07) * [2 તિમોથી 3:14-15](rc://gu/tn/help/2ti/03/14) ## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો: * __[1:16](rc://gu/tn/help/obs/01/16)__ તેણે (દેવે) સાતમા દિવસને આશીર્વાદ દીધો અને તેને __પવિત્ર__ ઠરાવ્યો, કારણકે આ દિવસે તે તેના કામથી સ્વસ્થ રહ્યો. * __[9:12](rc://gu/tn/help/obs/09/12)__ “તું __પવિત્ર__ જગા ઉપર ઊભો છે.” * __[13:1](rc://gu/tn/help/obs/13/01)__ “જો તમે મારી આજ્ઞા પાળશો અને મારો કરાર માનશો, તો તમે મારું કિંમતી દ્રવ્ય અને યાજકોનું રાજ્ય અને __પવિત્ર__ દેશ કહેવાશો. * __[13:5](rc://gu/tn/help/obs/13/05)__ “ હંમેશા સાબ્બાથ દિવસને __પવિત્ર__ રાખો.” * __[22:5](rc://gu/tn/help/obs/22/05)__ “જેથી તે બાળક જે દેવનો દીકરો છે, તે __પવિત્ર__ હશે,.” * __[50:2](rc://gu/tn/help/obs/50/02)__ જયારે આપણે ઈસુના પાછા આવવાની રાહ જોઈએ છીએ, ત્યારે દેવ ચાહે છે કે આપણે એવું __પવિત્ર__ જીવન જીવીએ કે જેથી તેને માન મળે. ## શબ્દ માહિતી: * Strong's: H430, H2455, H2623, H4676, H4720, H6918, H6922, H6942, H6944, H6948, G37, G38, G39, G40, G41, G42, G462, G1859, G2150, G2412, G2413, G2839, G3741, G3742