# હાદેસ, શેઓલ ## વ્યાખ્યા: “હાદેસ” અથવા “શેઓલ” શબ્દો, મૃત્યુને માટે અને જયારે લોકો મરણ પામે ત્યારે તેમના આત્માઓ જે જગ્યામાં જાય છે તે દર્શાવવા માટે (તે શબ્દો) બાઈબલમાં વાપરવામાં આવ્યા છે. તેઓના અર્થો સમાન છે. * જૂના કરારમાં મોટેભાગે હિબ્રૂ શબ્દ “શેઓલ” ને સામાન્ય રીતે મૃત્યુની જગ્યા દર્શાવવા વાપરવામાં આવ્યો છે. * નવા કરારમાં, ગ્રીક શબ્દ “હાદેસ” જેઓ દેવની વિરુદ્ધ બળવો કરે છે તેઓના આત્માઓ માટેની જગ્યાને દર્શાવે છે. આ આત્માઓ “નીચે” હાદેસમાં જાય છે, એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ક્યારેક આ શબ્દ “ઉપર” સ્વર્ગમાં જવાની બાબતથી વિરોધાભાસમાં દર્શાવવામાં આવ્યો છે કે, જ્યાં ઈસુમાં વિશ્વાસ કરનારા લોકોના આત્માઓ રહે છે. * “હાદેસ” શબ્દ પ્રકટીકરણના પુસ્તકમાં “મરણ” શબ્દ સાથે જોડી દેવામાં આવ્યો છે. અંતના સમયમાં, મરણ અને હાદેસ બંને અગ્નિની ખાઈ, કે જે નર્ક છે તેમાં નાંખી દેવામાં આવશે. ## ભાષાંતરના સૂચનો: * જૂના કરારનો શબ્દ “શેઓલ”નું ભાષાંતર, “મરેલાઓની જગ્યા” અથવા “મરેલા આત્માઓ માટેની જગ્યા” તરીકે (ભાષાંતર) કરી શકાય છે.કેટલાક ભાષાંતરોમાં આ શબ્દનું ભાષાંતર સંદર્ભ પર આધાર રાખીને, “ખાડો” અથવા “મરણ” તરીકે કરવામાં આવ્યું છે. * નવા કરારના “હાદેસ” શબ્દનું ભાષાંતર, “અવિશ્વાસી આત્માઓ માટેનું સ્થળ” અથવા “મરેલા માટે યાતનાની જગ્યા” અથવા “અવિશ્વાસી મરેલા લોકોના આત્માઓ માટેની જગ્યા” તરીકે પણ કરી શકાય છે. * કેટલાક ભાષાંતરો “શેઓલ” અને “હાદેસ” શબ્દો રાખે છે, જેથી તેની જોડણી ભાષાંતરની ભાષાની ધ્વની પ્રથાને બંધ બેસતી રાખવામાં આવે. (જુઓ: [અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-unknown). * તે દરેકને સમજાવવા શબ્દસમૂહને પણ ઉમેરી શકાય છે, ઉદાહરણો તરીકે, “શેઓલ, જ્ગ્યાકે જ્યાં મરેલા લોકો હોય છે” અને “હાદેસ, જે મરણની જગ્યા છે.” (ભાષાંતરના સૂચનો: [અજ્ઞાતોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-unknown) (આ પણ જુઓ: [મરણ](../other/death.md), [સ્વર્ગ](../kt/heaven.md), [નર્ક](../kt/hell.md), [કબર](../other/tomb.md)) ## બાઈબલની કલમો: * [પ્રેરિતો 2:29-31](rc://gu/tn/help/act/02/29) * [ઉત્પત્તિ 44:27-29](rc://gu/tn/help/gen/44/27) * [યૂના 2:1-2](rc://gu/tn/help/jon/02/01) * [લૂક 10:13-15](rc://gu/tn/help/luk/10/13) * [લૂક 16:22-23](rc://gu/tn/help/luk/16/22) * [માથ્થી 11:23-24](rc://gu/tn/help/mat/11/23) * [માથ્થી 16:17-18](rc://gu/tn/help/mat/16/17) * [પ્રકટીકરણ 1:17-18](rc://gu/tn/help/rev/01/17) ## શબ્દ માહિતી: * Strong's: H7585, G86