# દાન, દાનો ## વ્યાખ્યા: “દાન” શબ્દ કંઈક કે જે કોઈને આપવામાં અથવા અર્પણ કરવામાં આવે છે, તેને દર્શાવે છે. દાન એ કંઈપણ પાછું મળવાની અપેક્ષા વગર આપવામાં આવે છે. * પૈસા, ખોરાક, કપડાં, અથવા અન્ય વસ્તુઓ જે ગરીબ લોકોને આપવામાં આવે છે, તેને “દાનો” કહેવામાં આવે છે. * બાઈબલમાં, દેવને અર્પણ અથવા બલિદાન આપવામાં આવે છે, તેને પણ દાન કહેવામાં આવે છે. * કંઈક મુક્તિનું દાન છે જે ઈસુમાં વિશ્વાસ દ્વારા દેવ આપણને આપે છે. * નવા કરારમાં, “દાનો” શબ્દ એ ખાસ આત્મિક ક્ષમતાઓ (વરદાન) દર્શાવવા પણ વાપરવામાં આવ્યો છે કે જે દેવ બધા ખ્રિસ્તીઓને અન્ય લોકોની સેવા કરવા માટે આપે છે. ## ભાષાંતરના સૂચનો: * “દાન” માટેના સામાન્ય શબ્દનું ભાષાંતર શબ્દ અથવા શબ્દસમૂહ સાથે કરી શકાય કે જેનો અર્થ, “કંઈક કે જે આપવામાં આવે છે.” * કોઈને દેવ તરફથી દાન (વરદાન) અથવા ખાસ ક્ષમતા હોય તે સંદર્ભમાં, “આત્મા તરફથી દાન” શબ્દનું ભાષાંતર, “આત્મિક ક્ષમતા” અથવા “પવિત્ર આત્મા દ્વારા ખાસ ક્ષમતા” અથવા “ વિશેષ આત્મિક કૌશલ્ય કે જે દેવ આપે છે,” તરીકે (ભાષાંતર) કરી શકાય છે. (આ પણ જુઓ: [આત્મા](../kt/spirit.md), [પવિત્ર આત્મા](../kt/holyspirit.md)) ## બાઈબલની કલમો: * [1 કરિંથી 12:1-3](rc://gu/tn/help/1co/12/01) * [2 શમુએલ 11:6-8](rc://gu/tn/help/2sa/11/06) * [પ્રેરિતો 8:20-23](rc://gu/tn/help/act/08/20) * [પ્રેરિતો 10:3-6](rc://gu/tn/help/act/10/03) * [પ્રેરિતો 11:17-18](rc://gu/tn/help/act/11/17) * [પ્રેરિતો 24:17-19](rc://gu/tn/help/act/24/17) * [યાકૂબ 1:17-18](rc://gu/tn/help/jas/01/17) * [યોહાન 4:9-10](rc://gu/tn/help/jhn/04/09) * [માથ્થી 5:23-24](rc://gu/tn/help/mat/05/23) * [માથ્થી 8:4](rc://gu/tn/help/mat/08/04) ## શબ્દ માહિતી: * Strong's: H814, H4503, H4864, H4976, H4978, H4979, H4991, H5078, H5083, H5379, H7810, H8641, G334, G1390, G1394, G1431, G1434, G1435, G3311, G5486