# ત્યાગ, ત્યાગ કરે છે, ત્યજાયેલો, ત્યજાઈ ગયેલું ## વ્યાખ્યા: “ત્યાગ” શબ્દનો અર્થ કોઈને છોડી દેવું અથવા કશાકનો પરિત્યાગ કરવો. કોઈ કે જે “ત્યજાયેલો” છે, તે કોઈ બીજા દ્વારા ત્યજેલો અથવા છોડી દીધેલો છે. * જયારે લોકો દેવને ત્યજી દે છે, ત્યારે તેઓ તેનો અનાદર કરીને તેને અવિશ્વાસુ બને છે. * જયારે દેવ લોકોનો “ત્યાગ કરે છે,” ત્યારે તે તેઓને મદદ કરવાનું બંધ કરે છે અને તેઓને તેની પાસે પાછા ફરે માટે તેઓને પીડાનો અનુભવ કરવા દે છે. * આ શબ્દનો અર્થ વસ્તુઓનો ત્યાગ કરવો પણ હોઈ શકે છે, જેવું કે કાંઈક પરિત્યાગ કરવું, અથવા દેવના શિક્ષણને અનુસરવું નહીં * “ત્યજાયેલો” શબ્દનો ભૂતકાળ તરીકે ઉપયોગ થઈ શકે છે જેમકે, “તેણે તમને દીધા છે” અથવા કોઈ કે જેને “ત્યજી દેવામાં” આવ્યો છે, એમ કરી શકાય છે. ## ભાષાંતરના સૂચનો: * આ શબ્દના વિવિધ ભાષાંતરમાં, “ત્યાગ” અથવા “ઉપેક્ષા” અથવા “(તે)નો પરિત્યાગ કરવો” અથવા “તેનાથી દૂર જતા રહો” અથવા “પાછળ છોડવું” જેવા શબ્દો વાપરી સંદર્ભ પ્રમાણે તેનું (ભાષાંતર) કરી શકાય છે. * “દેવના કાયદાનો ત્યાગ કરવો” શબ્દનું ભાષાંતર, “દેવના કાયદાનો અનાદર કરવો” થઈ શકે છે. તેનું ભાષાંતર “ત્યાગ કરવો” અથવા “પરિત્યાગ કરવો” અથવા “આજ્ઞા પાળવાનું બંધ કરવું” તેનું શિક્ષણ અથવા તેના કાયદા “પાળવાનું બંધ કરવું” પણ થઈ શકે છે. * “ત્યજાયેલ હોવું” શબ્દસમૂહનું ભાષાંતર, “છોડી દીધેલું હોવું” અથવા “ત્યજી દીધેલું હોવું” તરીકે કરી શકાય છે. * આ શબ્દના ભાષાંતરને વધારે સ્પષ્ટ કરવા અલગ શબ્દો વાપરવા, જેમકે શું આ લખાણ વસ્તુને અથવા વ્યક્તિના ત્યાગને વર્ણવે છે. ## બાઈબલની કલમો: * [1 રાજા 6:11-13](rc://gu/tn/help/1ki/06/11) * [દાનિયેલ 11:29-30](rc://gu/tn/help/dan/11/29) * [ઉત્પત્તિ 24:26-27](rc://gu/tn/help/gen/24/26) * [યહોશુઆ 24:16-18](rc://gu/tn/help/jos/24/16) * [માથ્થી 27:45-47](rc://gu/tn/help/mat/27/45) * [નીતિવચન 27:9-10](rc://gu/tn/help/pro/27/09) * [ગીતશાસ્ત્ર 71:17-18](rc://gu/tn/help/psa/071/017) ## શબ્દ માહિતી: * Strong's: H488, H2308, H5203, H5428, H5800, H5805, H7503, G646, G657, G863, G1459, G2641,