# સંગત ## વ્યાખ્યા: સામાન્ય રીતે, “સંગત” શબ્દ, લોકોના જૂથના સભ્યો વચ્ચે મૈત્રીપૂર્ણ વાર્તાલાપ કે જેઓ સમાન રૂચિ અને અનુભવોની આપ લે કરે છે. * બાઈબલમાં, સામાન્ય રીતે “સંગત” શબ્દ, ખ્રિસ્તના વિશ્વાસીઓની એકતા માટે દર્શાવાયો છે. * ખ્રિસ્તી સંગત એ સંબંધોની આપ લે છે કે, જે વિશ્વાસીઓને એકબીજા સાથે તેઓના ખ્રિસ્ત અને પવિત્ર આત્માના સંબંધના કારણે હોય છે. * શરૂઆતના ખ્રિસ્તીઓ દેવના વચનના શિક્ષણને સાંભળી અને એકસાથે પ્રાર્થના દ્વારા, તેઓના સામાનની આપલે કરીને, અને એકસાથે ભોજન કરીને વ્યક્ત કરતા હતા. * ખ્રિસ્તીઓ તેઓના ઈસુમાં વિશ્વાસ અને તેના વધસ્તંભ પરના તેના બલિદાનના મૃત્યુ દ્વારા કે જે દેવ અને લોકો વચ્ચેનો અવરોધ દૂર કરે છે તે દ્વારા દેવની સાથે સંગત થાય છે. ## ભાષાંતરના સૂચનો: * “સંગત” શબ્દના ભાષાંતરમાં, “એકસાથે વહેંચીને ખાવું” અથવા “સંબંધ” અથવા “સોબત” અથવા “ખ્રિસ્તી સમાજ” એવા શબ્દોનો સમાવેશ કરી શકાય છે. ## બાઈબલની કલમો: * [1 યોહાન 1:3-4](rc://gu/tn/help/1jn/01/03) * [પ્રેરિતો 2:40-42](rc://gu/tn/help/act/02/40) * [ફિલિપ્પી 1:3-6](rc://gu/tn/help/php/01/03) * [ફિલિપ્પી 2:1-2](rc://gu/tn/help/php/02/01) * [ફિલિપ્પી 3:8-11](rc://gu/tn/help/php/03/08) * [ગીતશાસ્ત્ર 55:12-14](rc://gu/tn/help/psa/055/012) ## શબ્દ માહિતી: * Strong's: H2266, H8667, G2842, G2844, G3352, G4790