# વિશ્વાસ ## વ્યાખ્યા: “વિશ્વાસ” શબ્દ, સામાન્ય રીતે, કોઈક પર અથવા કોઈક બાબતમાં માન્યતા, ભરોસો અથવા આત્મવિશ્વાસને દર્શાવે છે. * કોઈનામાં “વિશ્વાસ હોવો” એટલે, તે જે કહે છે અને કરે છે તે સાચું અને વિશ્વસનીય છે તેમ માનવું. * “ઈસુમાં વિશ્વાસ હોવો” તેનો અર્થ, દેવના ઈસુ વિશેના બધાજ શિક્ષણને માનવું. ખાસ કરીને તેનો અર્થ એમ કે લોકો ઈસુમાં વિશ્વાસ, અને તેના બલિદાન જે તેઓને તેમના પાપથી શુદ્ધ કરે છે, અને તેઓના પાપને કારણે જે સજાને લાયક હતા, તેમાંથી તેઓને છોડાવે છે. * ઈસુમાં સાચો વિશ્વાસ અથવા માન્યતા વ્યક્તિને સારા આત્મિક ફળો અથવા સારું વર્તન કરવામાં મદદરૂપ થશે, કારણકે પવિત્ર આત્મા તેનામાં રહે છે. * ક્યારેક “વિશ્વાસ” શબ્દ, સામાન્ય રીતે ઈસુ વિશેના સઘળા શિક્ષણને દર્શાવે છે, અને તેને “વિશ્વાસના સત્યો” તરીકે અભિવ્યક્તિ કરે છે. * “વિશ્વાસ રાખવો” અથવા “વિશ્વાસ મૂકી દેવા,” તેવા સંદર્ભમાં, “વિશ્વાસ” શબ્દ ઈસુ વિશેના સઘળા શિક્ષણમાં વિશ્વાસ કરવાની સ્થિતિને દર્શાવે છે. ## ભાષાંતરના સૂચનો: * કેટલાક સદર્ભોમાં, “વિશ્વાસ” શબ્દનું ભાષાંતર, “માન્યતા” અથવા “પ્રતીતિ” અથવા “આત્મવિશ્વાસ” અથવા “ભરોસો” કરી શકાય છે. * કેટલીક ભાષાઓ માટે આ શબ્દો ક્રિયાપદના સ્વરૂપમાં, જેમકે “વિશ્વાસ કરવો.” તેમ વાપરવામાં આવતા હશે. (જુઓ: [ભાવવાચક સંજ્ઞા](rc://gu/ta/man/translate/figs-abstractnouns)) * “વિશ્વાસ રાખો” તે અભિવ્યક્તિનું ભાષાંતર, “ઈસુમાં વિશ્વાસ રાખો” અથવા “ઈસુમાં માનવાનું ચાલુ રાખો,” એમ કરી શકાય છે. * આ વાક્ય, “તેઓ અવશ્ય વિશ્વાસના ઊંડા સત્યો પકડી રાખે” તેનું ભાષાંતર, “તેઓ ઈસુ વિશે ની સઘળી સાચી બાબતો છે કે જે તેઓને શીખવવામાં આવી છે તેમાં વિશ્વાસ રાખવાનું ચાલુ રાખે,” એમ કરી શકાય છે. * “વિશ્વાસમાં મારા સાચા દીકરા” અભિવ્યક્તિનું ભાષાંતર, “મારા જેવો દીકરો કોને છે કારણકે મેં તેને ઈસુમાં વિશ્વાસ કરવાનું શીખવ્યું છે” અથવા “મારા આત્મિક દીકરા, કે જે ઈસુમાં માને છે” એ પ્રમાણે (ભાષાંતર) કરી શકાય છે. (આ પણ જુઓ: [માનવું](../kt/believe.md), [વફાદાર](../kt/faithful.md)) ## બાઈબલની કલમો: * [2 તિમોથી 4:6-8](rc://gu/tn/help/2ti/04/06) * [પ્રેરિતો 6:7](rc://gu/tn/help/act/06/07) * [ગલાતી 2:20-21](rc://gu/tn/help/gal/02/20) * [યાકૂબ 2:18-20](rc://gu/tn/help/jas/02/18) ## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો: * __[5:6](rc://gu/tn/help/obs/05/06)__ જયારે ઈસહાક જુવાન માણસ હતો, ત્યારે દેવે ઈબ્રાહિમના __વિશ્વાસ__ ની પરીક્ષા કરી. * __[31:7](rc://gu/tn/help/obs/31/07)__ પછી તેણે (ઈસુ) એ પિતરને કહ્યું, “ઓ __અલ્પવિશ્વાસી__, તેં સંદેહ કેમ રાખ્યો?” * __[32:16](rc://gu/tn/help/obs/32/16)__ ઈસુએ તેણીને કહ્યું, “તારા __વિશ્વાસે__ તને સાજી કરી છે. શાંતિએ જા.” * __[38:9](rc://gu/tn/help/obs/38/09)__ પછી ઈસુએ પિતરને કહ્યું, શેતાન તારું બધું જ માંગે છે, પણ પિતર, મેં તારા માટે પ્રાર્થના કરી, કે તારો __વિશ્વાસ__ નિષ્ફળ ન જાય. ## શબ્દ માહિતી: * Strong's: H529, H530, G1680, G3640, G4102, G6066