# બોધ, સલાહ (પ્રોત્સાહન) ## વ્યાખ્યા: “બોધ” શબ્દનો અર્થ કોઈને શું યોગ્ય છે તે કરવા માટે સખત રીતે પ્રોત્સાહિત કરવું અને અરજ કરવી. આવા પ્રોત્સાહનને “બોધ આપવો” કહેવામાં આવે છે. * પ્રોત્સાહનનો હેતુ પાપને ટાળવા, અને દેવની ઈચ્છાને અનુસરવા માટે તે બીજા લોકોને સમજાવે છે. * નવો કરાર ખ્રિસ્તીઓને શીખવે છે કે કઠોરતાથી અથવા તોછડી રીતે નહિ, પણ પ્રેમથી દરેકે એકબીજાને બોધ આપવો. ## ભાષાંતરના સૂચનો: * સંદર્ભ પર આધારિત, “બોધ” શબ્દનું ભાષાંતર, “સખત રીતે અરજ કરવી” અથવા “સમજાવવું” અથવા “સલાહ આપવી,” આ રીતે પણ કરી શકાય છે. * ખાતરી કરો કે આ શબ્દનું ભાષાંતર, બોધ આપનાર ગુસ્સે થઇ કહે છે તેવું સૂચિત ન થવું જોઈએ. શબ્દમાં તાકાત અને ગંભીરતા વ્યક્ત થવી જોઈએ, પણ ગુસ્સાવાળું ભાષણ હોવું જોઈએ નહિ. * મુખ્ય સંદર્ભોમાં, “બોધ” શબ્દનું ભાષાંતર, “પ્રોત્સાહિત” કરતા અલગ રીતે થવું જોઈએ,” જેનો અર્થ “પ્રેરણા, ખાતરી, અથવા કોઈને આશ્વાસન આપવું. * સામાન્ય રીતે આ શબ્દનું ભાષાંતર, “ચેતવણી” શબ્દથી અલગ રીતે પણ થઈ શકે, કેમકે તેનો અર્થ કોઈકને તેના અયોગ્ય વર્તન માટે ચેતવણી અથવા સુધારવા માટે કહેવામાં આવે છે. ## બાઈબલની કલમો: * [1 થેસ્સલોનિકી 2:3-4](rc://gu/tn/help/1th/02/03) * [1 થેસ્સલોનિકી 2:10-12](rc://gu/tn/help/1th/02/10) * [1 તિમોથી 5:1-2](rc://gu/tn/help/1ti/05/01) * [લૂક 3:18-20](rc://gu/tn/help/luk/03/18) ## શબ્દ માહિતી: * Strong's: G3867, G3870, G3874, G4389