# દુષ્ટ, દુષ્ટ, દુષ્ટતા ## વ્યાખ્યા: “દુષ્ટ” અથવા” ઘૃણાસ્પદ” બન્ને શબ્દો કઈંક કે જે દેવના પવિત્ર ચરિત્ર અને ઈચ્છાનો વિરોધ કરે છે, તે દર્શાવે છે. * કદાચ “દુષ્ટ” કે જે વ્યક્તિના ચારિત્ર્યનુ વર્ણન કરે છે, જયારે કદાચ “ઘૃણાસ્પદ” (શબ્દ) વ્યક્તિના વર્તનને દર્શાવે છે. જો કે, બન્ને શબ્દો અર્થમાં ખૂબજ સમાન છે * “દુષ્ટતા” શબ્દ દર્શાવે છે કે જયારે લોકો દુષ્ટ બાબતો કરે છે ત્યારે તેના અસ્તિત્વમાં રહેલી દુષ્ટતા (દેખાઈ આવે છે). * દુષ્ટતાનું પરિણામ સ્પષ્ટ બતાવે છે કે કેવી રીતે લોકો બીજાની સાથે ખરાબ વર્તન કરીને, મારી નાખે, ચોરી કરે, નિંદા કરી અને ક્રૂર બની અને નિર્દય બની જતા હોય છે. ## ભાષાંતરના સૂચનો: * સંદર્ભ પર આધાર રાખીને, “દુષ્ટ” અને “ઘૃણાસ્પદ” શબ્દોનું ભાષાંતર, “ખરાબ” અથવા “પાપી” અથવા “અનૈતિક” તરીકે કરી શકાય. * બીજી રીતે આ શબ્દનું ભાષાંતર કરવામાં આવે તો, “જે સારું નથી” અથવા “પ્રામાણિક નથી” અથવા “નૈતિક નથી” તેવા શબ્દોનો સમાવેશ કરી શકાય છે. * ખાતરી કરો કે આ શબ્દોનું ભાષાંતર કરવા માટે જે શબ્દો અથવા શબ્દસમૂહો જે સંદર્ભમાં વપરાયા છે તે લક્ષ્ય ભાષામાં તે કુદરતી રીતે બંધ બેસતું હોય. (આ પણ જુઓ: [આજ્ઞાભંગ](../other/disobey.md), [પાપ](../kt/sin.md), [સારું](../kt/good.md), [પ્રામાણિક](../kt/righteous.md), [ભૂત](../kt/demon.md)) ## બાઈબલની કલમો: * [1 શમુએલ 24:10-11](rc://gu/tn/help/1sa/24/10) * [1 તિમોથી 6:9-10](rc://gu/tn/help/1ti/06/09) * [3 યોહાન 1:9-10](rc://gu/tn/help/3jn/01/09) * [ઉત્પત્તિ 2:15-17](rc://gu/tn/help/gen/02/15) * [ઉત્પત્તિ 6:5-6](rc://gu/tn/help/gen/06/05) * [અયૂબ 1:1-3](rc://gu/tn/help/job/01/01) * [અયૂબ 8:19-20](rc://gu/tn/help/job/08/19) * [ન્યાયાધીશો 9:55-57](rc://gu/tn/help/jdg/09/55) * [લૂક 6:22-23](rc://gu/tn/help/luk/06/22) * [માથ્થી 7:11-12](rc://gu/tn/help/mat/07/11) * [નીતિવચન 3:7-8](rc://gu/tn/help/pro/03/07) * [ગીતશાસ્ત્ર 22:16-17](rc://gu/tn/help/psa/022/016) ## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો: * __[2:4](rc://gu/tn/help/obs/02/04)__ માત્ર દેવ જાણે છે કે જેવું તમે તે ખાશો, તમે દેવના જેવા અને તેના જેવું સારું અને __ભૂંડું__ જાણનાર થશો. * __[3:1](rc://gu/tn/help/obs/03/01)__ લાંબા સમય પછી, ઘણા લોકો જગતમાં રહેવા લાગ્યા. તેઓ ખૂબજ __દુષ્ટ__ અને હિંસક બન્યાં. * __[3:2](rc://gu/tn/help/obs/03/02)__ પણ નૂહને દેવથી કૃપા પ્રાપ્ત થઇ. તે __દુષ્ટ__ લોકોની વચ્ચે રહેતો એક પ્રામાણિક માણસ હતો. * __[4:2](rc://gu/tn/help/obs/04/02)__ દેવે જોયું કે જો તેઓ બધા સાથે મળીને __દુષ્ટતા__ કરવાનું ચાલુ રાખશે, તો તેઓ ઘણી પાપરૂપ બાબતો કરશે. * __[8:12](rc://gu/tn/help/obs/08/12)__ જયારે તમે મને ગુલામ તરીકે વેચ્યો ત્યારે તમે દુષ્ટતા કરવા પ્રયાસ કર્યો, પણ દેવે __દુષ્ટતા__ નો સારા માટે ઉપયોગ કર્યો. * __[14:2](rc://gu/tn/help/obs/14/02)__ તેઓ (કનાનીઓ) એ જૂઠા દેવોની પૂજા કરી અને ઘણી __દુષ્ટ__ બાબતો કરી. * __[17:1](rc://gu/tn/help/obs/17/01)__ પણ પછી તે માણસ (શાઉલ) __દુષ્ટ__ બન્યો કે જેણે દેવની આજ્ઞા પાળી નહિ, જેથી દેવે બીજો એક માણસ પસંદ કર્યો કે જે એક દિવસ તેની જગાએ રાજા થશે. * __[18:11](rc://gu/tn/help/obs/18/11)__ ઈઝરાએલના નવા રાજ્યમાં, બધાંજ રાજાઓ __દુષ્ટ__ હતા. * __[29:8](rc://gu/tn/help/obs/29/08)__ રાજા બહુજ ગુસ્સે થયો, કે જેથી __દુષ્ટ__ ચાકર જ્યાં સુધી તેનું બધું દેવું ભરપાઈ ન કરે ત્યાં સુધી તેને કેદખાનામાં નાંખ્યો. * __[45:2](rc://gu/tn/help/obs/45/02)__ તેઓએ કહ્યું, અમે તેને (સ્તેફન) ને મૂસા અને દેવ વિરુદ્ધ __દુષ્ટ__ બાબતો બોલતો સાંભળ્યો. * __[50:17](rc://gu/tn/help/obs/50/17)__ તે (ઈસુ) દરેક આસું લૂછી નાખશે, અને ત્યાં કોઈ વધુ પીડા, નિરાશા, રડવું, __દુષ્ટતા__, દર્દ, અથવા મરણ હશે નહીં. ## શબ્દ માહિતી: * Strong's: H205, H605, H1100, H1681, H1942, H2154, H2162, H2617, H3415, H4209, H4849, H5753, H5766, H5767, H5999, H6001, H6090, H7451, H7455, H7489, H7561, H7562, H7563, H7564, G92, G113, G459, G932, G987, G988, G1426, G2549, G2551, G2554, G2555, G2556, G2557, G2559, G2560, G2635, G2636, G4151, G4189, G4190, G4191, G5337