# શિષ્ય, શિષ્યો ## વ્યાખ્યા: “શિષ્ય” શબ્દ, વ્યક્તિ કે જે શિક્ષક સાથે વધારે સમય વિતાવે છે, તે શિક્ષકના ચરિત્ર અને શિક્ષણથી શીખે છે તે માટે દર્શાવાયો છે. * જે લોકો ઈસુને અનુસરતા, તેનું શિક્ષણને સાંભળતા અને પાળતા, તેઓ તેના શિષ્યો કહેવાતા હતા. * યોહાન બાપ્તિસ્તને પણ શિષ્યો હતા. * ઈસુની સેવા, દરમ્યાન, ત્યાં ઘણા શિષ્યો હતા કે જેઓએ તેનું સાભળ્યું અને તેના શિક્ષણને અનુસર્યા. * ઈસુએ તેના બાર શિષ્યોને તેના નજીકના અનુયાયીઓ થવા સારું પસંદ કર્યા; આ માણસો તેના “પ્રેરિતો” તરીકે જાણીતા બન્યા. * ઈસુના બાર પ્રેરિતોએ તેના “શિષ્યો” અથવા “મુખ્ય બાર” હોવાનું ચાલુ રાખ્યું. * ઈસુના સ્વર્ગમાં ગયા અગાઉ, તેણે તેના શિષ્યોને બીજા લોકો ઈસુના શિષ્યો કેવી રીતે બનવું તે વિશે શિક્ષણ આપવાની આજ્ઞા આપી. * જેઓ ઈસુમાં માને છે અને તેના શિક્ષણને પાળે છે તેઓને ઈસુના શિષ્યો કહેવામાં આવે છે. ## ભાષાંતરના સૂચનો: * “શિષ્ય” શબ્દનું ભાષાંતર શબ્દ અથવા શબ્દસમૂહ દ્વારા કરવામાં આવે તો તેનો અર્થ, “અનુયાયી” અથવા “છાત્ર” અથવા “વિદ્યાર્થી” અથવા “શિખાઉ” તરીકે કરી શકાય છે. * ધ્યાન રાખો કે આ શબ્દનું ભાષાંતર ફક્ત વર્ગખંડમાં શીખતા વિદ્યાર્થીઓને દર્શાવતું નથી. * આ શબ્દનું ભાષાંતર “પ્રેરિત” શબ્દના ભાષાંતરથી અલગ હોવું જોઈએ. (આ પણ જુઓ: [પ્રેરિત](../kt/apostle.md), [માનવું](../kt/believe.md), [ઈસુ](../kt/jesus.md), [યોહાન (બાપ્તિસ્ત)](../names/johnthebaptist.md), [બાર](../kt/thetwelve.md)) ## બાઈબલની કલમો: * [પ્રેરિતો 6:1](rc://gu/tn/help/act/06/01) * [પ્રેરિતો 9:26-27](rc://gu/tn/help/act/09/26) * [પ્રેરિતો 11:25-26](rc://gu/tn/help/act/11/25) * [પ્રેરિતો 14:21-22](rc://gu/tn/help/act/14/21) * [યોહાન 13:23-25](rc://gu/tn/help/jhn/13/23) * [લૂક 6:39-40](rc://gu/tn/help/luk/06/39) * [માથ્થી 11:1-3](rc://gu/tn/help/mat/11/01) * [માથ્થી 26:33-35](rc://gu/tn/help/mat/26/33) * [માથ્થી 27:62-64](rc://gu/tn/help/mat/27/62) ## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો: * __[30:8](rc://gu/tn/help/obs/30/08)__ તેણે (ઈસુએ) તેના __શિષ્યોને__ લોકોને આપવા માટે ટુકડાઓ આપ્યા. __શિષ્યોએ__ ભોજન વહેંચવાનું ચાલુ રાખ્યું, અને તે કદી ખૂટ્યું નહીં. * __[38:1](rc://gu/tn/help/obs/38/01)__ લગભગ ત્રણ વર્ષ પછી ઈસુએ જાહેરમાં પ્રથમ શિક્ષણ અને પ્રચાર શરૂ કર્યું, ઈસુએ તેના_ શિષ્યોને_ કહ્યું કે તે યરૂશાલેમમાં તેઓની સાથે પાસ્ખા ની ઉજવણી કરવા માંગે છે,અને ત્યાં તેને મારવામાં આવશે. * __[38:11](rc://gu/tn/help/obs/38/11)__ પછી ઈસુ તેના __શિષ્યોની__ સાથે જે જગા ગેથસેમાને કહેવાય છે ત્યાં ગયો. ઈસુએ તેના __શિષ્યોને__ કહ્યું કે તમે પ્રાર્થના કરતા રહો જેથી તમે પરીક્ષણમાં નહિ પડો. * __[42:10](rc://gu/tn/help/obs/42/10)__ ઈસુએ તેના __શિષ્યો__ ને કહ્યું, “સ્વર્ગ અને પૃથ્વી પર બધો જ અધિકાર મને અપાયો છે. તેથી તમે જાઓ અને સર્વ જાતિના લોકોને શિષ્ય બનાવો અને તેમને પિતા, પુત્ર તથા પવિત્ર આત્માને નામે બાપ્તિસ્મા આપતા જાઓ અને જે મેં તમને આજ્ઞા આપી છે તે શીખવતા જાઓ. ## શબ્દ માહિતી: * Strong's: H3928, G3100, G3101, G3102