# ખૂણાનો મુખ્ય પથ્થર, ખૂણાના મુખ્ય પથ્થરો ## વ્યાખ્યા: “ખૂણાનો મુખ્ય પથ્થર” શબ્દ મોટો પથ્થર કે, જે વિશેષ રીતે કાપીને મકાનના પાયાના ખૂણામાં મુકવામાં આવેલો હોય છે, તેને દર્શાવે છે. * ત્યારબાદ મકાનના બીજા બધા પથ્થરોને માપીને મુખ્ય પથ્થરના સંબંધમાં મૂકવામાં આવે છે. * તે પુરા માળખાની તાકાત અને સ્થિરતા માટે ખુબજ અગત્યનો ભાગ ભજવે છે. * નવા કરારમાં, મંડળીઓના વિશ્વાસીઓને રૂપક રીતે ઇમારતની સાથે સરખાવવામાં આવે છે, જેમાં ઈસુ ખ્રિસ્ત જે “ખૂણાનો મુખ્ય પત્થર” છે. જે રીતે ખૂણાનો મુખ્ય પત્થર આખા મકાનને આધાર આપે છે અને તેની સ્થિતિ નક્કી કરેછે, તેવી રીતે ઈસુ ખ્રિસ્ત ખૂણાનો મુખ્ય પથ્થર છે કે જેના ઉપર મંડળીના વિશ્વાસીઓની સ્થાપના અને આધાર છે. ## ભાષાંતરના સૂચનો: * “ખૂણાના મુખ્ય પથ્થર” શબ્દનું ભાષાંતર, “મકાનનો મુખ્ય પથ્થર” અથવા “પાયાનો પથ્થર” તરીકે કરી શકાય છે. * ધ્યાન રાખો કે લક્ષ્ય ભાષાનો કયો શબ્દ છે કે, જે ઇમારત માટે પાયાનો ભાગ અને મુખ્ય આધાર છે. જો એમ હોય તો આ શબ્દ વાપરી શકાય છે. * વિવિધ રીતે ભાષાંતર કરવામાં આવે તો, “મકાનના ખૂણાના પાયા માટે વપરાતો પથ્થર, એમ થઇ શકે છે. * તે મહત્વની હકીકત છે કે, આ મોટો પથ્થર છે જે મકાનની સામગ્રીને મજબૂત અને સુરક્ષિત રાખવા માટે વપરાય છે. જો મકાનના નિર્માણ માટે પથ્થરો વપરાયા નથી, તો તેના માટે કદાચ બીજો શબ્દ, જેનો અર્થ “મોટો પત્થર” (જેવો કે “શિલાખંડ”) વાપરી શકાય છે, પણ તે સારી રીતે રચાયેલો અને બંધ બેસતો હોવો જોઈએ. ## બાઈબલની કલમો: * [પ્રેરિતો 4:11-12](rc://gu/tn/help/act/04/11) * [એફેસીઓ 2:19-22](rc://gu/tn/help/eph/02/19) * [માથ્થી 21:42](rc://gu/tn/help/mat/21/42) * [ગીતશાસ્ત્ર 118:22-23](rc://gu/tn/help/psa/118/022) ## શબ્દ માહિતી: * Strong's: H68, H6438, H7218, G204, G1137, G2776, G3037