# બાળકો, બાળક ## વ્યાખ્યા: બાઈબલમાં, મોટેભાગે “બાળક” શબ્દ, સામાન્ય રીતે કોઈક કે જે ઉંમરમાં નાનું હોય તેને દર્શાવે છે, જેમાં નાના શિશુનો પણ સમાવેશ થાય છે. “બાળકો” શબ્દ બહુવચનનું સ્વરૂપ છે અને તેના અનેક રૂપકાત્મક ઉપયોગો પણ હોય છે. * ક્યારેક બાઈબલમાં, શિષ્યો અથવા અનુયાયીઓને “બાળકો” કહીને બોલાવામાં આવ્યા છે. * મોટેભાગે વ્યક્તિના વંશજોને દર્શાવવા “બાળકો” શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. * “(તે)ના બાળકો” એ શબ્દ એવા પ્રકારના ચારિત્ર્યને વર્ગીકૃત કરવા માટે દર્શાવાયો છે. કેટલાક ઉદાહરણો હોઈ શકે: * પ્રકાશના બાળકો * આજ્ઞાપાલન ના બાળકો * શેતાનના બાળકો * જેઓ આત્મિક બાળકો જેવા છે તેવા લોકો માટે પણ આ શબ્દ દર્શાવી શકાય છે. ઉદાહરણ તરીકે, “દેવના બાળકો” લોકો કે જેઓ ઈસુમાં વિશ્વાસ કરી દેવના બનેલા છે, તેને દર્શાવે છે. ## ભાષાંતરના સૂચનો: * જયારે “બાળક” શબ્દનું ભાષાંતર ‘વંશજો” કરવામાં આવે ત્યારે તે વ્યક્તિના દોહિત્ર અને દોહિત્રના બાળકોને દર્શાવે છે. * સંદર્ભ પર આધાર રાખીને, “(તે)ના બાળકો” ભાષાંતર, “લોકો કે જેઓને તેવી લાક્ષણિકતા હોય છે” અથવા “લોકો કે જે એ પ્રકારનું વર્તન કરે છે” એમ થઈ શકે છે. શક્ય હોય તો “દેવના બાળકો” શબ્દસમૂહનું ભાષાંતર, શાબ્દિક રીતે થવું જોઈએ કારણકે તે બાઈબલમાં મહત્વનો વિષય છે, એટલે કે તેનું ભાષાંતર ઈશ્વર આપણો આકાશવાશી પિતા છે, એમ થવું જોઈએ. તેનું શક્ય વૈકલ્પિક ભાષાંતર, “લોકો કે જેઓ દેવના છે” અથવા “દેવના આત્મિક બાળકો” એમ થઇ શકે છે. * જયારે ઈસુએ શિષ્યો ને તેના “બાળકો” કહીને બોલાવ્યા તેનું ભાષાંતર “વ્હાલા મિત્રો” અથવા “મારા પ્રિય શિષ્યો”તરીકે પણ કરી શકાય. * જયારે પાઉલે અને યોહાને ઈસુમાં વિશ્વાસી “બાળકો” તરીકે દર્શાવ્યા છે ત્યારે તેનું ભાષાંતર, “વ્હાલા સાથી વિશ્વાસીઓ” તરીકે પણ કરી શકાય છે. * “વચનના બાળકો” શબ્દસમૂહનું ભાષાંતર, “લોકો કે જેઓને દેવનું વચન આપવામાં આવ્યું અને તેઓને તે પ્રાપ્ત થયું છે” એમ કરી શકાય છે. (આ પણ જુઓ : [વંશજ](../other/descendant.md), [વચન](../kt/promise.md), [પુત્ર](../kt/son.md), [આત્મા ](../kt/spirit.md), [માનવું](../kt/believe.md), [પ્રિય](../kt/beloved.md)) ## બાઈબલની કલમો: * [1 યોહાન 2:27-29](rc://gu/tn/help/1jn/02/27) * [3 યોહાન 1:1-4](rc://gu/tn/help/3jn/01/01) * [ગલાતી 4:19-20](rc://gu/tn/help/gal/04/19) * [ઉત્પત્તિ 45:9-11](rc://gu/tn/help/gen/45/09) * [યહોશુઆ 8:34-35](rc://gu/tn/help/jos/08/34) * [નહેમ્યા 5:4-5](rc://gu/tn/help/neh/05/04) ## શબ્દ માહિતી: * Strong's: H1069, H1121, H1123, H1129, H1323, H1397, H1580, H2029, H2030, H2056, H2138, H2145, H2233, H2945, H3173, H3205, H3206, H3208, H3211, H3243, H3490, H4392, H5271, H5288, H5290, H5759, H5764, H5768, H5953, H6185, H7908, H7909, H7921, G730, G815, G1025, G1064, G1471, G3439, G3515, G3516, G3808, G3812, G3813, G3816, G5040, G5041, G5042, G5043, G5044, G5206, G5207, G5388