# વિશ્વાસ રાખવો, વિશ્વાસ રાખે છે, વિશ્વાસ રાખ્યો, વિશ્વાસી, વિશ્વાસ, અવિશ્વાસી, અવિશ્વાસીઓ, અવિશ્વાસ ## વ્યાખ્યા: “વિશ્વાસ રાખવો” અને “તેમાં વિશ્વાસ રાખવો” આ શબ્દોમાં નજીકનો સંબંધ રહેલો છે, પણ તેના અર્થ થોડો અલગ થાય છે. ## 1. વિશ્વાસ રાખવો કોઈ બાબત પર વિશ્વાસ કરવો એટલે તે સ્વીકારવું અથવા તે સાચું છે તેવો ભરોસો રાખવો. * કોઈકને માન્ય કરવું એટલે સ્વીકારવું કે જે તે વ્યક્તિ કહે છે તે સાચું છે. ## 2. તેમાં વિશ્વાસ રાખવો * ”કોઈકમાં વિશ્વાસ કરવો” એટલે કે તે વ્યક્તિ “પર ભરોસો કરવો.” એટલે કે તે વ્યક્તિ જે કહે છે તેના પર ભરોસો રાખવો, કે તે જે કહે છે તે હંમેશા સત્ય કહે છે, અને તેને જે વચન આપ્યું છે તે તેને પાળશે. * જયારે વ્યક્તિ કોઈ બાબતમાં ખરેખર વિશ્વાસ રાખે છે, ત્યારે તે એવું કાર્ય કરશે જે તેનો વિશ્વાસ બતાવી આપશે. * “તેમાં વિશ્વાસ હોવો” તે વાક્યનો સામાન્ય અર્થ “વિશ્વાસ કરવો” એમ જ થાય છે. * “ઈસુમાં વિશ્વાસ કરવો” એટલે કે તે દેવનો પુત્ર છે તેમ માનવું, કે જે પોતે દેવ છે, તે માણસ પણ બન્યો, અને તેણે આપણા પાપોના બલિદાન માટે મૃત્યુ દ્વારા કિંમત ચૂકવી. તેનો અર્થ, કે તે તારનાર છે તેવો વિશ્વાસ કરવો, અને એવી રીતે જીવવું કે તેને માન મળે. બાઈબલમાં, “વિશ્વાસી” શબ્દ એક એવા વ્યક્તિને દર્શાવે છે કે જે ઈસુ ખ્રિસ્ત વિશ્વાસ રાખી તેના પર ભરોસો રાખે છે. * “વિશ્વાસી” શબ્દનો શાબ્દિક અર્થ, “વ્યક્તિ કે જે તેના વિશ્વાસ કરે છે.” * “ખ્રિસ્તી” શબ્દ, આખરે વિશ્વાસીઓ માટે મુખ્ય શીર્ષક બની ગયો છે, કારણકે તે સૂચવે છે કે તેઓ ખ્રિસ્તમાં માને છે અને તેના શિક્ષણને પાળે છે. “અવિશ્વાસ” શબ્દ દર્શાવે છે, કે કોઈક બાબતમાં અથવા કોઈક પર વિશ્વાસ ન કરવો. * બાઈબલમાં “અવિશ્વાસ” શબ્દ દર્શાવે છે, કે તેમાં ન માનવું અથવા ઈસુ ખ્રિસ્ત પોતાનો તારનાર છે તેવું ન માનવું. * જે વ્યક્તિ ઈસુ ખ્રિસ્તમાં માનતો નથી તેને “અવિશ્વાસી” કહેવામાં આવે છે. ## ભાષાંતરના સુચનો: * “વિશ્વાસ કરવો” શબ્દનું ભાષાંતર, “સાચું હોવું તે જાણવું” અથવા “ઉચિત હોવું તે જાણવું.” તે રીતે કરી શકાય છે. * “તેમાં માનવું” તે શબ્દનું ભાષાંતર, “સંપૂર્ણપણે ભરોસો કરવો” અથવા “ભરોસો રાખવો અને આજ્ઞા પાળવી” અથવા “સંપૂર્ણપણે તેના પર આધાર રાખવો અને પાછળ ચાલવું,” એમ થઈ શકે છે. * કેટલાક ભાષાંતરમાં “ઈસુમાં વિશ્વાસી” અથવા “ખ્રિસ્તમાં વિશ્વાસી” શબ્દ પસંદ કરી શકાય. * આ શબ્દનું ભાષાંતર, કોઈ એક શબ્દ અથવા વાક્ય દ્વારા થઇ શકે છે જેનો અર્થ, “વ્યક્તિ કે જે ઈસુમાં વિશ્વાસ કરે છે” અથવા “કોઈક જે ઈસુને જાણે છે અને તેના માટે જીવે છે.” * “વિશ્વાસી” શબ્દનું બીજું ભાષાંતર “ઈસુને અનુસરનાર” અથવા “વ્યક્તિ કે જે ઈસુને ઓળખે છે અને તેની આજ્ઞા પાળે છે,” તે કરી શકાય. * “વિશ્વાસી” શબ્દ, ખ્રિસ્તના દરેક વિશ્વાસી માટે સામાન્ય શબ્દ છે, જયારે “શિષ્ય” અને “પ્રેરિત” શબ્દ, જયારે ઈસુ જીવતા હતા અને જે લોકો તેમને નિશ્ચિતપણે ઓળખતા હતા, તેઓ માટે વપરાયો હતો. આ દરેક શબ્દનું અલગ અલગ રીતે ભાષાંતર કરવું જેથી તેનો અર્થ જળવાઈ રહે. * “અવિશ્વાસ” શબ્દનું ભાષાંતર બીજી રીતે કરીએ તો, “વિશ્વાસનો અભાવ” અથવા “ન માનવું” તેમ થઇ શકે છે. * “અવિશ્વાસી” શબ્દનું ભાષાંતર, “વ્યક્તિ કે જે ઈસુમાં વિશ્વાસ કરતો નથી” અથવા “જેણે ઇસુ તારનાર છે તેવો ભરોસો કરતો નથી,” આ રીતે કરી શકાય છે. (આ પણ જુઓ: [માનવું](../kt/believe.md), [પ્રેરિત](../kt/apostle.md), [ખ્રિસ્તી](../kt/christian.md), [શિષ્ય](../kt/disciple.md), [વિશ્વાસ](../kt/faith.md), [ભરોસો](../kt/trust.md)) ## બાઈબલની કલમો: * [ઉત્પત્તિ 15:6-8](rc://gu/tn/help/gen/15/06) * [ઉત્પત્તિ 45:24-26](rc://gu/tn/help/gen/45/24) * [અયૂબ 9:16-18](rc://gu/tn/help/job/09/16) * [હબ્બાકૂક 1:5-7](rc://gu/tn/help/hab/01/05) * [માર્ક 6:4-6](rc://gu/tn/help/mrk/06/04) * [માર્ક 1:14-15](rc://gu/tn/help/mrk/01/14) * [લૂક 9:41-42](rc://gu/tn/help/luk/09/41) * [યોહાન 1:12-13](rc://gu/tn/help/jhn/01/12) * [પ્રેરિતો 6:5-6](rc://gu/tn/help/act/06/05) * [પ્રેરિતો 9:40-43](rc://gu/tn/help/act/09/40) * [પ્રેરિતો 28:23-24](rc://gu/tn/help/act/28/23) * [રોમનો 3:3-4](rc://gu/tn/help/rom/03/03) * [1 કરંથીઓ 6:1-3](rc://gu/tn/help/1co/06/01) * [1 કરંથીઓ 9:3-6](rc://gu/tn/help/1co/09/03) * [2 કરંથીઓ 6:14-16](rc://gu/tn/help/2co/06/14) * [હિબ્રુઓ 3:12-13](rc://gu/tn/help/heb/03/12) * [1 યોહાન 3:23-24](rc://gu/tn/help/1jn/03/23) ## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો: * __[3:4](rc://gu/tn/help/obs/03/04)__ નૂહે આવનાર જળપ્રલય વિશે લોકોને ચેતવણી આપી અને તેઓને દેવ તરફ ફરવા કહ્યું, પણ તેઓએ તેનું __માન્યું__ નહીં. * __[4:8](rc://gu/tn/help/obs/04/08)__ ઈબ્રાહિમે દેવનું વચન __માન્યું__. દેવે જાહેર કર્યું કે ઈબ્રાહિમ ન્યાયી હતો, કારણકે તેણે દેવનું વચન __માન્યું__. * __[11:2](rc://gu/tn/help/obs/11/02)__ જે તેના પર __વિશ્વાસ__ કરે છે, તેના પ્રથમજનિતને બચાવવા દેવે રસ્તો પૂરો પાડ્યો. * __[11:6](rc://gu/tn/help/obs/11/06)__ પણ મિસરીઓ દેવને અથવા તેની આજ્ઞાને __માની__ નહીં. * __[37:5](rc://gu/tn/help/obs/37/05)__ “ઈસુએ કહ્યું કે, પુનરુત્થાન તથા અને જીવન હું જ છું. જે કોઈ _મારામાં વિશ્વાસ_ કરે, જો તે મરી જાય તો પણ જીવશે. દરેક જણ કે જે મારામાં __વિશ્વાસ__ કરે છે, તે કદી મરશે નહીં. શું તમે આ __માનો__ છો?” * __[43:1](rc://gu/tn/help/obs/43/01)__ ઈસુ સ્વર્ગમાં પાછા ગયા પછી, ઈસુએ જેમ કરવાની શિષ્યોને આજ્ઞા આપી હતી તેમ તેઓ યરૂશાલેમમાં રહ્યા. ત્યાંના __વિશ્વાસીઓ__ પ્રાર્થના કરવા માટે હંમેશા એકઠા થતા. * __[43:3](rc://gu/tn/help/obs/43/03)__ જયારે __વિશ્વાસીઓ__ ભેગા થયા હતા, ત્યારે એકાએક સખત પવન જેવા અવાજ સાથે, તેઓ જે ઘરમાં રહેતા હતા તે ભરાઈ ગયું. ત્યારબાદ તેઓમાંના દરેક __વિશ્વાસી__ ના માથાં પર અગ્નિની જ્વાળા જેવું કાંઇક દેખાઈ આવ્યું. * __[43:13](rc://gu/tn/help/obs/43/13)__ દરરોજ __વિશ્વાસીઓની__ સંખ્યા વધતી ગઈ. * __[46:6](rc://gu/tn/help/obs/46/06)__ તે દિવસે યરૂશાલેમમાં ઈસુના અનુયાયીઓની સતાવણી થવાની શરૂઆત થઇ, તેથી __વિશ્વાસીઓ__ બીજી જગ્યામાં વિખેરાઈ ગયા. તેમ છતાં પણ તેઓ જ્યાં ગયા ત્યાં તેઓએ ઇસુ વિશે પ્રચાર કરવાનું ચાલું રાખ્યું. * __[46:1](rc://gu/tn/help/obs/46/01)__ શાઉલ એક યુવાન માણસ હતો કે જેણે સ્તેફેનને મારી નાખનારના ઝભ્ભા (લૂગડાં) એકઠા કર્યા. તેણે ઇસુ પર વિશ્વાસ કર્યો ન હતો, તેથી તેણે __વિશ્વાસીઓની__ સતાવણી કરી. * __[46:9](rc://gu/tn/help/obs/46/09)__ અમુક __વિશ્વાસીઓ__ જેઓ યરૂશાલેમની સતાવણીથી વિખેરાઈ ગયા હતા તેઓ અંત્યોખમાં જતા રહ્યા અને તેઓએ ત્યાં ઇસુ વિશે પ્રચાર કર્યો. એતો અંત્યોખ હતું કે જ્યાં _વિશ્વાસીઓ_ પ્રથમ “ખ્રિસ્તી” કહેવાયા. * __[47:14](rc://gu/tn/help/obs/47/14)__ તેઓએ મંડળીઓના __વિશ્વાસીઓને__ પ્રોત્સાહન તથા શિક્ષણ આપવા માટે ઘણાં પત્રો લખ્યા. ## શબ્દ માહિતી: * Strong's: H539, H540, G543, G544, G569, G570, G571, G3982, G4100, G4102, G4103, G4135