# અધિકાર,અધિકારીઓ ## વ્યાખ્યા: “અધિકાર” શબ્દ દર્શાવે છે કે જયારે કોઈ વ્યક્તિ બીજા ઉપર પોતાના અધિકાર જમાવે અને પ્રભાવ પાડે. * રાજાઓ અને બીજા શાસકોને લોકો, જેના પર તેઓ રાજ્ય કરે છે તેઓ પર શાસન કરવાનો અધિકાર હોય છે. “અધિકારીઓ” શબ્દ, લોકો, સરકારો અથવા સંસ્થાઓ કે જેઓ બીજા ઉપર પોતાનો અધિકાર ચલાવે છે તેઓને દર્શાવે છે. “અધિકારીઓ” શબ્દ, એવા આત્માઓને દર્શાવે છે કે જેઓને લોકો પર અધિકાર હોય છે પણ તેઓ ઈશ્વરના અધિકારને આધિન થતા નથી. * સ્વામીઓને તેમના સેવકો અથવા ગુલામો ઉપર અધિકાર હોય છે. માતા-પિતા ને તેમના બાળકો ઉપર અધિકાર હોય છે. * સરકારને તેના નાગરિકો ઉપર સત્તા ચલાવવા કાયદા બનાવવા અધિકાર અથવા હક હોય છે. ## ભાષાંતર ના સુચનો: * “અધિકાર” શબ્દનું ભાષાંતર “નિયંત્રણ” અથવા “હક” અથવા “લાયકાત” પણ કરી શકાય. * ક્યારેક “અધિકાર” એ “વર્ચસ્વ” અર્થ સાથે વપરાય છે. * જયારે “અધિકારીઓ” નો ઉલ્લેખ લોકો અથવા સંસ્થાઓ કે જે લોકો પર શાસન કરેછે તે માટે વપરાય છે, તેનું ભાષાંતર “આગેવાનો” અથવા “શાસકો” અથવા “સત્તા” આ રીતે પણ કરી શકાય. * “તેના પોતાના અધિકાર દ્વારા,” આ વાક્યનું ભાષાંતર “તેના પોતાના હક થી દોરવું” અથવા ‘તેની પોતાની લાયકાત પર આધારિત” એ રીતે પણ કરી શકાય. * ”અધિકાર હેઠળ” ની અભિવ્યક્તિનું ભાષાંતર “જવાબદાર હેઠળ” અથવા “હુકમોને પાળવા જવાબદાર” અથવા “બીજાઓની આજ્ઞાઓ પાળવા બંધાયેલ” થઇ શકે છે. (આ શબ્દો જુઓ: [નાગરિક](../other/citizen.md), [આજ્ઞા](../kt/command.md), [આજ્ઞાપાલન](../other/obey.md), [સામર્થ્ય](../kt/power.md), [શાસક](../other/ruler.md)) ## બાઈબલની કલમો: * [કલોસ્સી 2:10-12](rc://gu/tn/help/col/02/10) * [એસ્તર 9:29](rc://gu/tn/help/est/09/29) * [ઉત્પત્તિ 41:35-36](rc://gu/tn/help/gen/41/35) * [યૂના 3:6-7](rc://gu/tn/help/jon/03/06) * [લૂક 12:4-5](rc://gu/tn/help/luk/12/04) * [લૂક 20:1-2](rc://gu/tn/help/luk/20/01) * [માર્ક 1:21-22](rc://gu/tn/help/mrk/01/21) * [માથ્થી 8:8-10](rc://gu/tn/help/mat/08/08) * [માથ્થી 28:18-19](rc://gu/tn/help/mat/28/18) * [તિતસ 3:1-2](rc://gu/tn/help/tit/03/01) ## શબ્દ માહિતી: * Strong's: H8633, G831, G1413, G1849, G1850, G2003, G2715, G5247