# વ્યભિચાર, વ્યભિચારી, વ્યભિચાર કરનાર, વ્યભિચારીણી, વ્યભિચારીઓ, લંપટો ## વ્યાખ્યા: “વ્યભિચાર” શબ્દ એ પ્રકારનું પાપ દર્શાવે છે કે જયારે લગ્ન કરેલી વ્યક્તિ પોતાના પતિ કે પત્નીને છોડીને બીજા કોઈની સાથે જાતીય સબંધો રાખે. બન્ને વ્યભિચારના પાપ માટે દોષિત છે. “વ્યભિચારી” શબ્દ એ પ્રકારનું વર્તન દર્શાવે છે અથવા એવી કોઈ વ્યક્તિ જે તે પાપ કરે છે. * “વ્યભિચારી” શબ્દ સામાન્ય રીતે એવી વ્યક્તિ દર્શાવે છે કે જે તે વ્યભિચારનું પાપ કરે છે. * અમુકવાર “વ્યભિચારીણી” શબ્દ એવી સ્ત્રીને દર્શાવે છે કે જેણે વ્યભિચારનું પાપ કર્યું હોય. * વ્યભિચાર એવા પ્રકારના પાપને દર્શાવે છે કે, જે પતિ અને પત્ની પોતાના લગ્નજીવનમાં ઈશ્વર સામે કરેલા કરારનો ભંગ કરી તેનું વચન તોડે છે. * દેવે ઇસ્રાએલપુત્રોને વ્યભિચારનું પાપ ન કરવા આજ્ઞા આપી હતી. * બાઈબલમાં ઘણીવાર “વ્યભિચારી” શબ્દનો ઉપયોગ ઇસ્રાએલ લોકોના ઈશ્વર પ્રત્યેના અવિશ્વાશીપણા વિશે દર્શાવે છે, ખાસ કરીને જયારે તેઓએ જુઠા દેવોનું ભજન કર્યું. ## ભાષાંતર માટે સૂચનો: * જો લક્ષ્ય ભાષામાં “વ્યભિચાર” શબ્દ ન હોય તો આ શબ્દનું ભાષાંતર આ રીતે થવું જોઈએ, જેમકે “બીજાની પત્ની સાથે જાતીયતાના સબંધો રાખવા” અથવા “બીજા કોઈની પત્ની સાથે વધુ નિકટતાના સબંધો રાખવા.” * બીજી ભાષાઓમાં આ શબ્દનો ઉપયોગ આડકતરી રીતે કરવામાં આવે છે.જેમકે “બીજા વ્યક્તિની પત્ની સાથે સુઈ જવું” અથવા “પોતાની પત્નીને અવિશ્વાસુ રહેવું” (જુઓ: [સૌમ્યોક્તિ](rc://gu/ta/man/translate/figs-euphemism) * બાઈબલમાં જયારે "વ્યભિચારી" શબ્દનો રૂપક રીતે ઉપયોગ કરવામાં આવ્યો ત્યારે આ શબ્દનું લાક્ષણિક અને શ્રેષ્ઠ ભાષાંતર એમ થાય કે, એક બેવફા પતિ કે પત્ની માફક ઈશ્વરની અવગણના કરવી. જો લક્ષ્ય ભાષામાં “વ્યભિચાર” શબ્દનું ભાષાંતર બરાબર રીતે ન થયું હોય તો તેને “અવિશ્વાશુ” અથવા “અનૈતિક” અથવા “એક બેવફા પતિ કે પત્ની સમાન” એવું ભાષાંતર કરવું. (જુઓ: [કરવું](../other/commit.md), [કરાર](../kt/covenant.md), [જાતીય અનૈતિકતા](../other/fornication.md), [સાથે સુઈ જવું](../other/sex.md), [વફાદાર](../kt/faithful.md)) ## બાઈબલની કલમો: * [નિર્ગમન 20:12-14](rc://gu/tn/help/exo/20/12) * [હોશિયા 4:1-2](rc://gu/tn/help/hos/04/01) * [લૂક 16:18](rc://gu/tn/help/luk/16/18) * [માથ્થી 5: 27-28](rc://gu/tn/help/mat/05/27) * [માથ્થી 12: 38-40](rc://gu/tn/help/mat/12/38) * [પ્રકટીકરણ 2:22-23](rc://gu/tn/help/rev/02/22) ## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણ: * __[13:6](rc://gu/tn/help/obs/13/06)__ "__વ્યભિચાર__ ન કર." * __[28:2](rc://gu/tn/help/obs/28/02)__ "__વ્યભિચાર__ ન કર." * __[34:7](rc://gu/tn/help/obs/34/07)__ "ધાર્મિક આગેવાન આ પ્રમાણે પ્રાર્થના કરતા કે “પ્રભુ હું તમારો આભાર માનું છું કે બીજા વ્યક્તિના જેવો લુંટારો, અન્યાયી, __વ્યભિચારી__, કે આ એક દાણી જેવો પાપી નથી. ## શબ્દ માહિતી: * Strong's: H5003, H5004, G3428, G3429, G3430, G3431, G3432