# પડદો, ઘૂંઘટ, અનાવરણ ## વ્યાખ્યા: "પડદો" શબ્દ સામાન્ય રીતે કાપડના પાતળા ભાગને દર્શાવે છે, જે માથાના આવરણ તરીકે ઉપયોગમાં લેવાય છે, માથા કે ચહેરાને ઢાંકવા માટે કે જેથી તેને જોઈ શકાતું નથી. * યહોવાના હાજરીમાં મૂસાએ તેનો ચહેરો પડદાથી ઢાંકી દીધો, જેથી તેનો ચમકતો ચહેરો લોકોથી ઢંકાયેલો રહે.. * બાઇબલમાં, સ્ત્રીઓ તેમના માથાને આવરી લેવા માટે એક ઘૂંઘટ પહેરતી હતી, અને ઘણી વાર જ્યારે તે જાહેરમાં હતી અથવા પુરુષોની હાજરીમાં હતી ત્યારે તેમનો ચહેરો ઢાંકતી. * “ઢાંકવું" ક્રિયાપદ એક પડદાથી કંઈક આવરી લેવું એ અર્થ થાય છે. * કેટલાક અંગ્રેજી આવૃત્તિઓમાં, "પડદો" શબ્દ જાડો પડદો કે મોટા ભાગના પરમ પવિત્ર સ્થળના પ્રવેશને આવરી લેવાના સંદર્ભ માટે વપરાય છે. પરંતુ તે સંદર્ભમાં "પડદો" એ વધુ સારો શબ્દ છે, કારણ કે તે કાપડના ભારે, જાડા ભાગને દર્શાવે છે. ## અનુવાદનાં સૂચનો * શબ્દ "પડદા" નું ભાષાંતર "પાતળા કાપડનું આવરણ" અથવા "કાપડનું આવરણ" અથવા "માથાનું આવરણ" તરીકે પણ થઇ શકે છે. * કેટલીક સંસ્કૃતિઓમાં, પહેલેથી જ મહિલાઓ માટેના પડદા માટે એક શબ્દ હોઇ શકે છે. મૂસા માટે તેનો ઉપયોગ થતો હોય ત્યારે કોઈ અલગ શબ્દ શોધવાનું જરૂરી બની શકે છે. આ પણ જુઓ: [મૂસા](../names/moses.md) ## બાઇબલ સંદર્ભો * [2 કોરિંથી 3:12-13](rc://*/tn/help/2co/03/12) * [2 કોરિંથી 3:16](rc://*/tn/help/2co/03/16) * [હઝકિયેલ 13:18](rc://*/tn/help/ezk/13/18) * [યશાયાહ 47:1-2](rc://*/tn/help/isa/47/01) * [ગીતોનું ગીત 4:3](rc://*/tn/help/sng/04/03) ## શબ્દ માહિતી: * Strong's: H4304, H4533, H4555, H6777, H6809, H7196, H7479, G03430, G25710, G25720