# કલોસ્સા, ક્લોસ્સીઓ ## સત્યો: નવા કરારના સમયોમાં, કલોસ્સા એ રોમન પ્રાંતમાંના ફ્રૂગિયામાં આવેલું હતું, હાલમાં આ વિસ્તાર તુર્કસ્તાનની નૈઋત્યમાં (દક્ષિણ પશ્ચિમ) આવેલું છે. કલોસ્સી લોકો કે જેઓ કલોસ્સામાં રહેતા હતાં. * ભૂમધ્ય સમુદ્રથી લગભગ 100 માઈલ આંતરદેશીય સ્થિત, કલોસ્સા એ એફેસસ શહેર અને યુફ્રેતીસ નદીની વચ્ચે મહત્વનો વેપાર માર્ગ હતો. * જયારે પાઉલ રોમમાં કેદ હતો, ત્યારે તેણે કલોસ્સાના વિશ્વાસીઓમાં રહેલા જુઠા શિક્ષણને સુધારવા “કલોસ્સીઓને” પત્ર લખ્યો. * જયારે તેણે આ પત્ર લખ્યો તે પહેલાં પાઉલે કલોસ્સાની મંડળીની મુલાકાત લીધી નહોતી, પણ તેનો સાથીદાર એપાફ્રાસ પાસેથી તેણે ત્યાંના વિશ્વાસીઓ વિશે સાભળ્યું હતું. * એપાફ્રાસ કદાચ ખ્રિસ્તી કાર્યકર હતો કે, જેણે કલોસ્સામાં મંડળી ચાલુ કરી હતી. * ફિલેમોનનું પુસ્તક જે પાઉલે ક્લોસ્સામાંના એક દાસ માલિકને સંબોધીને લખ્યું હતું. (ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://*/ta/man/translate/translate-names)) (આ પણ જુઓ: [એફેસસ](../names/ephesus.md), [પાઉલ](../names/paul.md)) ## બાઇબલની કલમો: * [કલોસ્સીઓ 1:1-3](rc://*/tn/help/col/01/01) ## શબ્દ માહિતી: * Strong's: G28570